ભાગ-૧
જય ગૌમાતા જય ધરતીમાતા ??
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણું(ખેડૂતનું) અને પાણી (ભુજળનું) નું સ્તર ઊચું લાવીને પૈસા અને પાણી બચાવીએ.
વર્ષો પહેલાં પણ આ જ વ્યવસ્થા હતી આપણે ભુલ્યા એ વ્યવસ્થા પાલેકરજીએ ફરી યાદ કરાવી.
જંગલ એ આ વ્યવસ્થાનું જીવંત ઉદાહરણ છે.
આ આધ્યાત્મિક પ્રાકૃતિક કૃષિ રથનાં ચાર પૈડાં…
?બિજામૃત
?જીવામૃત
?આછ્છાદન
?વાફસા
ચાર અશ્વ….
?જ્ઞાન
?વિજ્ઞાન
?સત્ય
?અહિંસા
અશ્વની લગામ…
?કામ
?મોહ
?લોભ
?તૃષ્ણા
આ રથ નિયંત્રણ નો સારથિ….
?પ્રકૃતિ છે અને આ રથના માલિક રથિ ઈશ્વર છે.વિજ્ઞાન કહે છે પાકને પાણી જોઈએ.પાલેકર કૃષિ કહે પાકને ભેજ જોઈએ,જો એવું ન હોય તો જંગલમાં આઠ મહિના કોણ પાણી આપે છે??
(ચોમાસા પછી આઠ મહિના જમીનમાંથી થતું બાષ્પીભવન,ઠાર, ઝાકળ જંગલને જીવંત રાખે છે)
બાષ્પીભવન સમજવા કાળઝાળ ગરમીમાં તડકાનો સમય હોય ત્યારે સુકાયેલા પાંદડા, ઘાંસ,પાક અવશેષોની નાની ઢગલી સુકાયેલા ખેતરમાં કરી આવવી અને બીજા દિવસે એ ઢગલીને હટાવી જોઈ લેવું…ખેતર ભીનું હશે.
જુવાર મકાઈ વાવેતર કરતાં પહેલાં બે પાણીથી ઓરવણું કરવામાં આવે, વાવેતર યોગ્ય થાય એટલે ચાહણું પાડી સમાર હાંકી ભારી મુકી બીજા દિવસે સવારે વાવેતર થાય ત્યાં પણ આ વ્યવસ્થા થઈ (ઓરવણું કરવામાં આવેલ ખેતર થોડું વધુ સુકાઇ ગયું હોય તો પણ ખેતર ભારીએ એટલે ભેજ વળી આવે).ઘેડમાં બિન પિયત ચણા, જુવાર એ આ જ વ્યવસ્થાને સાબિત કરે છે. મગફળી જુવાર ચણા બાજરી જુવાર વગેરેમાં બે હરોળ વચ્ચે બે ત્રણ વખત બલુનીયાં (નાની કરબ,રાંપ) હાંકવાથી પાક નરવાય પકડી વૃદ્ધિ પકડે એ પણ આ જ વ્યવસ્થાને સાબિત કરે છે. આ ભેજ એ જીવાણુઓ,હવા,ભેજ દ્વારા નિર્મિત દ્રવ્યો જ છે જે પાકનો ખોરાક છે અને આ જ વાફસા જો વાફસા નિર્માણ થાય તો પાણી ક્યાંય આપવાની જરૂર નથી.
બિજામૃત, જીવામૃત, આછ્છાદન સાથે વાફસા જરૂરી છે અને તેથીજ વાફસા નિર્માણ જરૂરી છે વધુ પાણી આપવાથી વાફસા ખોરવાઇ છે.
પાણી જવાની સાથે ઓક્સિજન નીકળી જાય સજીવ જીવાણુઓ નો નાશ થાય પાક પીળો રંગ પકડે જેને આપણે પાણી વધારે થઇ ગ્યું એમ કહીએ છીએ.
વાફસા નિર્માણ…..
?કોઈ પણ પાક ઝાડ નીચે બપોરે જ્યાં સુધી છાંયડો પડે છે ત્યાં વાફસા પાળ (પાણી લેવાનું મોઢું) છે પાણી ત્યાંથી અર્ધા ફુટ બહારના ભાગે આપવું જોઈએ.
(થળ છે એ પગ છે પગ પાણી ના પીવે)
આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ.
પગ પાસે પાણી ના ભરાઈ જાય એટલે ત્યાં કોઇ પણ પાકની છાંયડા ની સીમા સુધી ઢાળ બનાવવા થી પાણી ત્યાં ભરાતું નથી અને વાફસા ખોરવાતું નથી.
પાણી થોડું દુર આપવાથી પાકની પાળ (મુળીયાં) વધુ પ્રસરે જેટલાં મુળીયાં લાંબાં અને મજબૂત એટલું થડ મજબૂત,
થડ મજબૂત ડાળી મજબૂત, ડાળી મજબૂત પાન,ફુલ,ફાલ મજબૂત…..
જલ વ્યવસ્થા….
૧.કોઇ પણ પાક ઝાડ નાં પાદડાં માં જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એમાં થી ૫૦% થળ ડાળી માં સંગ્રહ કરે છે
જે પાકનો ખોરાક છે મતલબ આ પ્રકાશ સંશ્લેષણ ખેતીમાં ખાસ મહત્વ ધરાવે છે.
થળ અને પાન માં કોમ્યુનિકેશન હોય છે તેથી થળને જોઈએ એટલોજ ખોરાક પાન તેમને આપે
જેટલું થળ મોટું એટલો ફાયદો વધુ
પાળ મોટી જાડી એટલું થળ મોટું
એટલે જેટલું દુર પાણી આપીએ એટલી પાણી લેવા માટે પાળ લાંબી જાડી થાય.
આ વ્યવસ્થા ઉભી થાય તો પાક ઝાડનો વિકાસ ઝડપી થાય ઉત્પાદન વધુ થાય આવક વધે છે.
બીજા ઘાંટા પાકમાં મુકાવ ક્યારામાં મુકાવ પાટલે પાણી આપવું જોઇએ.
પાણી ની પણ બચત થાય.
પાણી નથી વાર્યું એમાં તીરાડો પડે ઓક્સિજન જળવાઈ જમીનમાં ઓક્સિજનની હાજરી એટલે પાણીની હાજરી (૧૦૦ લીટર પાણી માં ૯૯% ઓક્સિજન) અને બીજી બાજુ આપેલ પાણી બાષ્પીભવન થાય એ નુકસાન ઘટાડવા આછ્છાદન (આ વ્યવસ્થા થી જ હ્યુંમસ થાય )કરવું જરૂરી બની જાય છે.
આ વ્યવસ્થા કરવામાં આવે ત્યારે બે પિયત વચ્ચેનું અંતર વધારવામાં અને પાણીની બચત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
આજે જે વિજ્ઞાન છે એ પણ મહત્વપૂર્ણ છે જ પણ સાથે સાથે પ્રકૃતિને નુકસાન પહોંચાડે એ પણ સ્વિકારવું પડે.
પુરાતન વિજ્ઞાન પૂર્ણ મહત્વપૂર્ણ સમૃદ્ધ પ્રકૃતિમય અને વૈવિધ્યપૂર્ણ છે સાથે સાથે પ્રકૃતિનું પૂર્ણપણે જતન રક્ષણ કરે છે.
(વધુ આવતા અંકે…..)
by લખમણ જાડેજા (બખરલા)
(M) 9979291900
No Comments