
મહેર સમાજના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને દિશાનિર્દેશ મળી રહે તે હેતુ ને ધ્યાન માં રાખી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા તારીખ 10/07/2022 નાં રોજ મહેર સમાજ છાંયા ખાતે મહેર શિક્ષક સંમેલન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલનમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા વિવિધ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
→ કાર્યક્રમ ની શરૂઆત :- સર્વધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શિક્ષક શ્રી પોપટ ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
→શાબ્દિક અભિવાદન:- પ્રાર્થના બાદ શાબ્દિક સ્વાગત યુથ કાઉન્સિલના કન્વીનર શ્રી હમીરભાઈ ખિસ્તરીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
સ્વાગત:– ત્યારબાદ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના સ્વાગત બાદ દિપ પ્રાગટય કરી અને કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં IMSC નાં ઉપપ્રમુખો સર્વ શ્રી સાજણભાઈ ઓડેદરા અને નવઘણભાઈ બી. મોઢવાડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, મહેર શક્તિ સેનાના પ્રવક્તા શ્રી રાણાભાઇ ઓડેદરા, IMSCનાં ટ્રસ્ટી શ્રી અરજણભાઈ ખિસ્તરીયા, રાયદેભાઈ મોઢવાડિયા, એસ.એમ.કોલેજના પ્રિન્સીપાલ શ્રી નવઘણભાઈ ઓડેદરા, રાજકોટથી ડૉ.લીલાભાઈ અને ડૉ.રાજીબેન કડછા, ગાંધીનગરથી ડૉ.દિલીપભાઈ ઓડેદરા, અમદાવાદથી ધારાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષક સમુદાયમાંથી પોરબંદર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિરેનભાઈ ઓડેદરા, પોરબંદર જીલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ લાખાભાઈ સુંડાવદરા, પોરબંદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ વાઢેર, કેળવણી નિરીક્ષક શ્રી મુરુભાઈ ઓડેદરા, રાણાવાવ બી.આર.સી.સી. રાણાભાઇ ખુંટી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી લાખણશીભાઈ ઓડેદરા, રામભાઈ કડેગિયા, જે.પી.મોઢવાડિયા, કેશુભાઈ વાઘ, ભરતભાઈ જાડેજા સહિત અનેક ફરજમાન અને નિવૃત શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સંબોધન:- પ્રસ્તુત કાર્યક્રમમાં વિષય અન્વયે સંબોધન ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ બી.મોઢવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
– આપણો મહેર સમાજ શિક્ષણ ક્ષેત્રમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. સાથે સાથે ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા, જે પુજ્ય માલદેવ બાપુએ જોયેલા સ્વપ્નને સાકાર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. તેની વિસ્તૃત વાત રજૂ કરી હતી. સાથે સાથે સમાજમાં શિક્ષણ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતા શિક્ષકો અને અધ્યાપકો દ્વારા થતી વિવિધ પ્રકારની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
મહેર શક્તિ સેનાના પ્રવક્તા માનનીય શ્રી રાણાભાઈ ઓડેદરા દ્વારા પ્રસંગ અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું. શિક્ષણ સુધારણા તથા ભારતીય સેના ના વિવિધ ભાગોમાં મહેર સમાજ ના વિધાર્થીઓ કઈ રીતે જોડાઈ શકે, અને પોતાની દેશ પ્રત્યે ની ફરજ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તથા વધુમાં તેમના દ્વારા દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટેના વર્ગો શરૂ કરી અને તેમાં વિવિધ નિષ્ણાતો ની નીમણુંક કરવી. જેવી બાબતો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ત્યારબાદ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અધ્યાપકો તેમજ શિક્ષકો ના 10 જેટલા અલગ અલગ ગૃપ બનાવી અને શિક્ષણ ક્ષેત્રમાં શું સુધારણા લાવી શકાય, તથા આપણે શું કરી શકીએ, જેવા ખુબ જ ગહન અને ગંભીર વિષય પર વિચાર વિમર્શ કરી અને અભિપ્રાયો ની તારવણી કરવામાં આવી હતી.
ગૃપ 1
1 શ્રી કેશુભાઇ વાઘ
2 શ્રી લાખાભાઇ ચુંડાવદરા
3 શ્રી ભાવનાબેન કડછા
4 હીરીબેન ઓડેદરા
5 કરસનભાઈ ઓડેદરા
6 કાંધલ ભાઈ ઓડેદરા
7 રામભાઈ ભુતિયા
8 લીલાભાઇ દાસા
9 શ્રી અજય ભાઈ થાપલીયા
ગૃપ 2
1 શ્રી ભાવનાબેન ગોઢાણીયા
2 ભાવનાબેન અર્જુનભાઈ ગોઢાણીયા
3 શ્રી મેરૂભાઈ ભુતિયા
4 પ્રવિણભાઇ બોખીરીયા
5 શ્રી પોપટભાઈ ચૌહાણ
6 અરભમભાઈ મોઢવાડીયા
7 શ્રી ધીરુભાઈ દાસા
8 શ્રી હાજાભાઈ ઓડેદરા
9 શ્રી સંગીતા બેન
ગૃપ 3
1 શ્રી રાયદેભાઈ મોઢવાડીયા
2 શ્રી પુંજાભાઈ હાજાભાઈ ઓડેદરા
3 શ્રી અજયભાઈ રાજશાખા
4 ડો. શાંતિ બેન મોઢવાડીયા
5 શ્રી હેતલબેન સુત્રેજા
6 શ્રી અરભમભાઈ હરદાસભાઈ
7 શ્રી અરભમભાઈ ઓડેદરા
ગૃપ 4
1 શ્રી પ્રાધ્યાપક રામ બાપોદરા
2 શ્રી અરશીભાઈ કુછડીયા
3 શ્રી લીલુબેન
4 નાગાજણભાઈ ઓડેદરા
5 પુંજાભાઈ ઓડેદરા
6 દેવાભાઇ મંડેરા
ગૃપ 5
1 અજયભાઈ પરમાર
2 માલદેવ ભાઈ કુછડીયા
3 શ્રી કરણભાઈ
4 હીનાબેન ફટાણીયા
5 શ્રી સંતોક બેન ગોઢાણીયા
6 હીતેષભાઈ ઓડેદરા
7 ભરતભાઈ ઓડેદરા
8 ભરતભાઈ વાઢેર
9 કાનાભાઇ ઓડેદરા
10 ડો. નવઘણભાઈ મોઢવાડિયા
ગૃપ 6
1 રણમલ ભાઈ રાતિયા
2 લીલાભાઇ કડછા
3 ભરતભાઈ ઓડેદરા
4 રાજુભાઈ સુત્રેજા
5 શીતલબેન ખુંટી
6 ગોઢાણીયા હીરીબેન
7 શ્રી ધારાબેન વાઘ
8 અરભમભાઈ અમર
9 કરસનભાઈ મોડેદરા
ગૃપ 7
1 બાપોદરા મંજુલાબેન
2 મોઢવાડીયા જયશ્રી બેન
3 ઓડેદરા વેજી બેન
4 સંતોકબેન કુછડીયા
5 હમીરભાઈ કારાવદરા
6 વેજાભાઈ રાણાવાયા
7 શ્રી પુનમબેન
ગૃપ 8
1 રમાબેન બોખીરીયા
2 નયનાબેન ઓડેદરા
3 પ્રાધ્યાપક શ્રી લાખીબેન
4 ભીનીબેન કારાવદરા
5 પુતીબેન મોઢવાડીયા
6 રણમલ ભાઈ ઓડેદરા
7 નીલેશભાઈ મોઢવાડીયા
8 લાખાભાઇ ખુંટી
9 અરભમભાઈ ઓડેદરા
10 ગજુભાઈ આગઠ
ગૃપ 9
1પ્રોફેસર શ્રી રામભાઈ કેશવાલા
2 લાખણશી ઓડેદરા
3 કાનાભાઇ મોઢવાડીયા
4 ગીગાભાઈ ખુંટી
5 રાજશ્રી બેન સીસોદીયા
6 ડી. બી. મંડેરા
7 જે. ડી. તરખાલા
7 અરજનભાઈ જાડેજા
ગૃપ 10
1 સામતભાઈ બાપોદરા
2 મુરૂભાઈ ઓડેદરા
3 લાખણશીભાઈ આગઠ
4 રાજીબેન વાઘ
5 શ્રી રામભાઈ
6 હિતેશભાઈ કેશવાલા
7 નરેશભાઈ ઓડેદરા
8 હીરેનભાઈ ઓડેદરા
9 રાજીબેન દાસા
10 ભરતભાઈ ઓડેદરા
11 કેશુભાઈ ગોઢાણીયા
વિચારવિમર્શ નોંધ :
– ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ નું સ્તર ઉંચુ લાવવા માટે સ્થાનિક શિક્ષકો દ્વારા પ્રયત્ન કરવો.
– સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા મહેર સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી ના વિકાસ અને સફળતા માટે વિવિધ નિષ્ણાતો દ્વારા દર અઠવાડિયે સેમિનાર તથા જરૂરી માર્ગદર્શન માટે એક ટીમ ની રચના કરવી. તેમજ પ્રતીબધ્ધ રીતે કાર્ય કરવું.
– ગામડામાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા સ્થાનિક શિક્ષકો દ્વારા પ્રયત્ન કરવા.
– આપણી આજુબાજુ સ્થિત સરકારી શાળામાં અઠવાડિયામાં મુલાકાત યોજી અને વધુ માં વધુ વિધાર્થીઓ સરકાર શાળામાં પ્રાપ્ત સુવિધાઓ નો લાભ લે તેવા પ્રયત્નો કરવા.
– મહેર સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવે જેથી તેમને પ્રોત્સાહન મળી રહે.
-સરકાર દ્વારા આપવામાં આવતી શિક્ષણ વિભાગ ની વિવિધ યોજનાઓ અને તે વિશે આપણા સમાજમાં જાગૃતિ લાવવા શક્ય તેટલા પ્રયત્નો કરવા.
– ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે અમે શક્ય તેટલા પ્રયત્નો કરીશું.
-સમાજમાં વ્યસન મુક્તિ માટેની ઝુંબેશ ચલાવી જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ બનીશું
-આપણા સમાજમાં ગુણવત્તા અને મુલ્ય શિક્ષણ નો પ્રચાર કરવાનો અમે પ્રયત્ન કરીશું. જેથી સમાજમાં જાગૃતિ અને શિક્ષણ ના સ્તર ને ઊંચું લાવી શકાય.
-સમાજમાં જાગૃતિ લાવવા નું કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવે અને તેમાં હરહંમેશ અમે હાજર રહી અને પુરતા પ્રયત્નો દ્વારા વિધાર્થીઓ ના વિકાસ માટે જરૂરી ભુમિકા નિભાવીશું
-દરેક ગામમાં જો પુસ્તકાલય ઉભું કરવામાં આવે તો સમાજના શિક્ષણ ક્ષેત્રમાં સંકળાયેલા તમામ વિધાર્થીઓ ને મદદરૂપ બની શકાય. એ બાબત માટે શક્ય તેટલા પ્રયત્નો કરીશું.
☞ ગૃપ 1 થી 10 ના તમામ વિવિધ વિષયોના નિષ્ણાત અધ્યાપકો અને શિક્ષકો દ્વારા ઉપર્યુક્ત બાબતો વિશે વિચારવિમર્શ કરી અને પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે મહેર સુપ્રિમ કાઉન્સિલ જે કાર્ય કરી રહ્યું છે. તેમાં કઇ રીતે સહભાગી બની, અને આપણે શું યોગદાન આપી શકીએ, તે બાબતે વિચારણા કરવામાં આવી હતી. અને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા એવી પ્રતિજ્ઞા કરવામાં આવી કે શક્ય તેટલા પ્રયત્નો થકી અમે અમારો કિમતી સમય ફાળવી અને આપણા સમાજના વિદ્યાર્થીઓ ના વિકાસ માટે ના કાર્ય હરહંમેશ કરતા રહીશું.
આમ પરમ પૂજ્ય માલદેવ બાપુ દ્વારા જે સમાજમાં શિક્ષણ ની જ્યોત પ્રગટાવી છે. અને જે પંથ બતાવ્યો જે તે તરફ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ જે કાર્ય કરી રહ્યું છે. તે બાબત ની પ્રસંશા કરતા કદાચ શબ્દો ખુટે પરંતુ તેનું વર્ણન શક્ય નથી. તેવા તમામ સભ્યો તેમજ વિવિધ કાર્યકર્તાઓ નો સમાજ સદૈવ આભારી રહેશે.
આભારવિધિ:- આમ આ ઉપર્યુક્ત કાર્યકમ ની પુર્ણાહુતી રુપે આભારવિધિ IMSC નાં ઉપપ્રમુખ માનનીય શ્રી સાજણ ભાઈ દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના કાર્યો તેમજ આપણે સંસ્થા માં સહભાગી બની અને આપણું યોગદાન આપી, આપણા સમાજ ને આગળ લઈ આવવા શક્ય તેટલા પ્રયત્નો કરીશું એવી વાત કાર્યક્રમ ના અંતે રજૂ કરી હતી અને આ કાર્યક્રમ સફળ રીતે પુર્ણ થયો હતો.
અહેવાલ :- પ્રાધ્યાપક રામભાઈ બાપોદરા










No Comments