કલાનગરી પોરબંદરમાં પોરબંદર-છાંયા નગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે શ્રી મહેર આર્ટ પરિવાર દ્વારા પોરબંદરના કલાગુરુ ચિત્રકાર અરિસિંહ રાણા કેશવાલાની ૯૯મી જન્મ જયંતિ નિમિતે તેઓને ચિત્રાંજલિ અર્પવા એક ચિત્ર પ્રદર્શન તારીખ ૧૬ જુલાઈ થી ૧૮ જુલાઈ એમ ૩ દિવસ માટે યોજવામાં આવ્યું. જેનો શુભારંભ તા.૧૫મી જુલાઇના રોજ સાંજે ૬-૦૦ કલાકે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય માન. શ્રી બાબુભાઈ બોખીરીયા, વિવેકાનંદ મેમોરિયલના સ્વામી આત્મદીપાનંદજી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રેખાબા સરવૈયા, વિશ્વપ્રસિદ્ધ મણિયારો રાસના પ્રણેતા શ્રી રાણાભાઇ સીડા, ડો. ભરતભાઈ ગઢવી, મહેર અગ્રણી શ્રી લાખાભાઈ ઓડેદરા, પોરબંદર છાયા નગરપાલિકા ચેરમેન શ્રી ગાંગાભાઈ ઓડેદરા, , શ્રી નિલેશભાઈ ઓડેદરા, ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી બલરાજ પાડલીયા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી ચિત્રકારોને પ્રોત્સાહિત કરેલ. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પણ આ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શનનાં આયોજનમાં ઈનોવેટિવ ગ્રુપના આર્ટિસ્ટ મિત્રોનો સહયોગ પણ પ્રાપ્ત થયેલ. આ પ્રદર્શનમાં આપણી જ્ઞાતિના કુલ 18 જેટલા ચિત્રકારોએ પોતાની કલાકૃતિઓ પેન્સિલ શેડિંગ, વોટર કલર, એક્રેલિક કલર તથા ઓઇલ પેઇન્ટિંગ્સના માધ્યમથી અદભૂત ચિત્રો પ્રદર્શિત કરેલ. સાથે સાથે એમ.એસ.યુનિ.બરોડા સ્કલ્પચરના વિદ્યાર્થી અર્જુન પરમારે ગ્રામીણ સંસ્કૃતિને અનુલક્ષી બનાવેલ કાષ્ટની શિલ્પ કલાકૃતિઓ પ્રદર્શિત કરેલ તો પ્રશાંત બાપોદરાએ ૨૩૧૦૦ DICE (પાસાઓ) થી મેરેલીન મનરોનું પોર્ટ્રેઇટ બનાવી રેકોર્ડ સ્થાપેલ અને આ કૃતિ પ્રદર્શનમાં રજુ કરી   પોરબંદરની કલા પ્રિય જનતાને મંત્ર બુદ્ધ કરેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી મહેર આર્ટ પરિવારના પ્રેસિડેન્ટ શ્રી કરશનભાઈ ઓડેદરા કરેલ તથા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પોપટભાઈ ખુંટીએ કરેલ.

પ્રદર્શનમાં જેમના ચિત્રો રજુ થયા તે ચિત્રકારોના નામ:
કરશન ઓડેદરા
સમીર ઓડેદરા
આસલ સિસોદિયા
સોનલ ઓડેદરા
વાલી મોઢવાડિયા
અર્જુન પરમાર
શ્વેતા ગોઢાણીયા
આરતી ઓડેદરા
આશા કેશવાલા
સામત ગરેજા
પરબત કેશવાલા
મુરુ કુછડીયા
ધારા ખીસ્તરીયા
પૂજા ઓડેદરા
પ્રશાંત બાપોદરા
મુકેશ આગઠ
રાણા ટીંબા
મનોજ વાઢેર

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *