શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા સમિતિ આયોજિત સર્વ જ્ઞાતિના યુવાનો માટે સૈન્ય ભરતી માર્ગદર્શન સેમીનારનું તા. ૦૭/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ પોરબંદરના મહેર વિદ્યાર્થી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ માર્ગદર્શન સેમિનારની શરૂઆત મહેર જ્ઞાતિની ઓળખ એવા શ્રી રાણાભાઇ સીડાની વિશ્વ વિખ્યાત છાયા રાસ મંડળી દ્વારા ઢાલ-તલવારનો શૌર્ય રાસ રજુ કરી આમંત્રિત મહેમાનો તથા યુવાનોમાં અનેરું જોમ જગાડેલ હતુ.
આ માર્ગદર્શન સેમીનારને ખુલ્લો મુકતા સર્વપ્રથમ મહેર સમાજના સંત શિરોમણી અને શિક્ષણના હિમાયતી પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવીને કરવામાં આવેલ હતું. મહેર સમાજના પરંપરાગત પહેરવેશમાં દીકરી સૃષ્ટિ ઓડેદરાએ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરેલ હતું. આ તકે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ એલ. મોઢવાડિયાએ પોતાના સ્વાગત પ્રવચન માં સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ, આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકર્તા ભાઈઓ તેમજ આ માર્ગદર્શન સેમીનારમાં ભાગ લેવા આવેલ યુવાન ભાઈઓ-બહેનોનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરવામાં આવેલ હતું.
સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા જ્ઞાતિ સંગઠન અને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓના સંકલનના ભાગ રૂપે હાલ કેનેડાના પ્રવાસે હોઈ તો આ તકે આ માર્ગદર્શન સેમીનાર માં પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે આપણો વિસ્તાર શુરવીર અને સૌર્ય ધરાવતા યુવાનોનો છે. તો આ માર્ગદર્શન સેમીનારમાં જોડાયેલ યુવાનોને પ્રોત્સાહિત કરી ભારતીય સેનામાં જોડાવાના આ અવસર નો લાભ લેવા સૌને અપીલ કરી હતી.
ત્યાર બાદ દિકરી સૃષ્ટિ એ પોતાની આગવી રજૂઆતમાં મહેર સમાજના વીર શહીદ સેકન્ડ લેફન્ટનન્ટ વીર શહીદ નાગાર્જુન સિસોદિયાએ માતૃભુમીના રક્ષણ કાજે આપેલ બલિદાન ને યાદ કરી આ સેમીનારમાં ઉપસ્થિત રહેલા નવ યુવાનોને માતૃભુમી ના રક્ષણ કાજે ભારતીય સેના માં જોડવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમ ના દોર ને આગળ ધપાવતા સંસ્થાના ઉપપ્રમુખશ્રી અને લઘુ ઉદ્યોગના માર્ગદર્શક લાખાભાઈ કેશવાલાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે માતૃભુમી ના રક્ષણ કાજે મળેલ આ અવસર નો લાભ ગુજરાતના દરેક યુવાનોને મળે અને ભારતના જુદાજુદા પ્રાંતની જુદી-જુદી રેજીમેન્ટમાં આપણી ગુજરાત રેજીમેન્ટની પણ રચના થાય અને ભારતીય સેનામાં ગુજરાતના યુવાનોનું સ્થાન મોખરે આવે તે માટે યુવાઓને પ્રોત્સાહિત કાર્ય હતા.
હાલ ભારતીય સેનામાં સરકારશ્રી તરફથી અગ્નિપથ અને ટેરોટીયલ આર્મીમાં જોડવા માટેની ની જે ભરતી યોજના બહાર પાડી છે. તેના સંદર્ભમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચીત યુવા સમિતિ ના કન્વીનર અને એક્સ આર્મી મેન શ્રી રાણાભાઇ ઓડેદરા એ અગ્નિપથ અને ટેરોટીયલ આર્મી ભરતી પ્રક્રિયા બાબતે યુવાનોને માર્ગદર્શિત કર્યા હતા. આ માર્ગદર્શન સેમીનારમાં ઉપરોક્ત બંને યોજનાઓમાં કેવી રીતે યુવાનો અરજી કરી શકે તેમજ આ ભરતી માટેના શારીરિક માપદંડો વિષે માહિતગાર કર્યા હતા.આ ભરતી પ્રક્રિયા માટે શારીરિક અને લેખિત પરીક્ષા વિશે યુવાનોને માર્ગદર્શન પૂરું પડેલ હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ નેવલબેઝ કેમ્પના લેફ્ટનન્ટ રોહિત ધનખન સાહેબે આ માર્ગદર્શન સેમીનાર માં ઉપસ્થિત રહી અગ્નિપથ યોજના હેઠળ ભારતીય નેવીમાં પ્રવેશ મેળવવા માટે માહિતી તેમજ શારીરિક ક્ષમતા અને શૈક્ષણિક લાયકાત વિષે યુવાનો ને માર્ગદર્શિત કર્યા હતા. તેમજ આ યોજના હેઠળ તેમજ નેવીમાં ભરતી બાબત ની માર્ગદર્શિકા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ ના કાર્યાલયે આપેલ છે.
આ સેમીનાર ના મુખ્ય અધ્યક્ષ અને ભારતીય સેનાના આન, બાન અને શાન સમા શૌર્ય ચક્ર તથા સેના મેડલ વિજેતા કર્નલ રાજેશસિહ સાહેબે ખાસ ઉપસ્થિત રહી ભારતીય સેનામાં યુવાઓ એ શા માટે જોડાવું તેના માટે માહિતી આપી હતી. હાલ ભારતીય સેના વિશ્વ ની પ્રમુખ સેનાઓ માં સ્થાન ધરાવે છે. અને ભારતીય સેના ના સભ્ય બનવું એ એક ગૌરવ ની વાત છે. સરકાર શ્રી ની અગ્નીપથ અને ટેરોટીયલ આર્મી ભરતી પ્રક્રિયા યુવાનો માટે એક ખુબજ ઉપયોગી તક છે. કે જે યુવાનો માતૃ ભૂમિની રક્ષણ કાજે સેનામાં જોડાવા ઈચ્છે છે. ભારતીય સેનામાં જોડાયેલા દરેક જવાનો ને ખુબ ઉપયોગી માર્ગદર્શન તેમજ અનુભવ પ્રાપ્ત થાય છે. તેમજ વિદેશની સેનાઓ સાથે પણ પ્રેક્ટીસ કરવાની તક પ્રાપ્ત થાય છે. ભારતીય સેનામાં વધુ માં વધુ યુવાનો જોડાય એવી મંચ પરથી અપીલ કરી હતી.
આ સેમીનાર માં ભારતીય સેનાના કર્નલ રાજેશ સિહ શેખાવત સાહેબ ની ખાસ ઉપસ્થિતિ મહેર સમાજ તેમજ પોરબંદર વિસ્તારના માન, સન્માન અને ગૌરવના ત્રિવેણી સંગમ રૂપે રહી. આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા દ્વારા ઉપપ્રમુખશ્રીઓ બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા અને નવઘણભાઈ એલ. મોઢવાડિયા એ કર્નલ રાજેશ સિહ સાહેબને મોમેન્ટો અર્પણ કરેલ. કાર્યક્રમના અંતે આભાર વિધિ મહેર યુવા સમિતિ ના કન્વીનર શ્રી હમીરભાઈ ખીસ્તરીયા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ સ્ટેજ સંચાલન નીરવભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ હતું.
આ માર્ગદર્શન સેમીનાર માં કર્નલ રાજેશસિહ સાહેબ, લેફન્ટનન્ટ રોહિત ધનખન સાહેબ, નાયબ સુબેદાર નિખિલેશ સાહેબ તેમજ સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ એલ. મોઢવાડિયા તેમજ ટ્રસ્ટીશ્રી અરજનભાઈ ખીસ્તરીયા,રાજકોટ સિટી કાઉન્સીલ પ્રમુખ નાગેસભાઇ ઓડેદરા, સંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાણાભાઇ સીડા, ભોજાભાઈ આગઠ, નીલેશભાઈ પરમાર, નાથાભાઈ ઓડેદરા, અરશીભાઇ કુછડીયા તેમજ મહેર વિદ્યાર્થી ભવન સમિતિના કેશુભાઈ વાઘ, કેશુભાઈ ખુંટી, તેમજ બહોળી સંખ્યામાં એક્સ આર્મીમેન સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં પોરબંદર અને આસપાસ ના વિસ્તારના યુવાનો, ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમની સફળતા માટે જ્ઞાતિના ઓફિસર્સ, ઉપપ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા, જીતેન્દ્રભાઈ વદર, રાણાભાઇ ઓડેદરા,હમીરભાઈ ખીસ્તરીયા તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સંથાની યુટ્યુબ ચેનલ “INTERNATIONAL MAHER SUPREME COUNCIL” પર પ્રસારિત કરવામાં આવેલ છે. આ સેમિનારમાં ભાગ લીધેલા યુવાનોને સંસ્થાના વ્હાટ્સ અપ ગ્રુપમાં જોડી આગામી સમયમાં આ બાબતે વધુ માહિતગાર કરીશું. અંતે સમૂહ રાષ્ટ્રગીત સાથે સેમિનાર પૂર્ણ જાહેર કરેલ હતો.
- By: IMSC કાર્યાલય
No Comments