શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા વર્ગ તેમજ સાહિત્યના વાચક વર્ગ માટે પોરબંદર ખાતે શ્રી મહેર વિદ્યાર્થી ભવન ખાતે તા.૦૭-૦૮-૨૦૨૨ના રોજ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવેલ હતું.
આ પુસ્તકાલય માટે સંસ્થાના ઉપપ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ વદર સાહેબના સંકલનથી મહેર ઓફિસર્સ ગ્રુપમાંથી વિમલજીભાઈ ઓડેદરા, મુળુભાઈ ગોઢાણીયા, જીતેન્દ્રભાઈ વદર, નાથાભાઈ દીવરાણીયા, સહિતના અધિકારીઓના અનુદાનથી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો તથા રાજકોટ સિટી કાઉન્સીલના પ્રમુખશ્રી નાગેસભાઈ ઓડેદરાના આર્થિક સહયોગથી સાહિત્યના પુસ્તકોનું અનુદાન પ્રાપ્ત થયેલ તેમજ શ્રીમતિ પ્રીતીબેન પરમારના માર્ગદર્શન દ્વારા પોરબંદર ખાતે સંસ્થા દ્વારા પુસ્તકાલયની રચના કરવામાં આવેલ છે.
તા.૦૭-૦૮-૨૦૨૨ને રવિવારના રોજ આમાંત્રિત કર્નલશ્રી રાજેશસિહ સાહેબ તથા દાતાશ્રી નાગેસભાઈ ઓડેદરાના વરદ હસ્તે આ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, તથા નવઘણભાઈ એલ. મોઢવાડિયા, લેફ. રોહિત ધનખર સાહેબ (નેવલ બેઇઝ પોરબંદર), નાયબ સુબેદાર નિખિલેશ સાહેબ, સંસ્થાના ટ્રસ્ટીશ્રી અરજનભાઈ ખીસ્તરીયા, સંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાણાભાઇ સીડા, ભોજાભાઈ આગઠ, નીલેશભાઈ પરમાર, કેશુભાઈ ખુંટી, રાણાભાઇ ઓડેદરા, હમીરભાઈ ખીસ્તરીયા સહિતના કાર્યકર્તા ભાઈઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ – બહેનો હજાર રહ્યા હતા.
આ પુસ્તકાલય શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવન એરપોર્ટ રોડ,માધવાણી કોલેજ સામે, શ્રી રામ પેટ્રોલીયમ સર્વિસ રોડ,પોરબંદર ખાતે સોમ થી શની સવારે ૯ – ૩૦ થી સાંજે ૬ – ૩૦ સુધી ખુલ્લું રહેશે. આ પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.
-by: IMSC કાર્યાલય
No Comments