तव चरणं शरणं करवाणि नतामरवाणि निवासि शिवम्
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते”ll

અનિષ્ટો પર સત્યનો વિજય એટલે નવરાત્રી.મન અને ઈન્દ્રિયોના નિયંત્રણ  દ્વારા ભીતર રહેલી ઉર્જાને મંત્રો દ્રારા કાર્યાન્વિત કરવાની તક એટલે નવરાત્રી.

મારા વ્હાલાંઓ,બધાં તહેવારોમાં આજે હું તમને મારા મનગમતા તહેવાર નવરાત્રી વિશે થોડું કહેવા માગું છું.નવરાત્રી શબ્દ સાંભળતા જ લગભગ દરેકના મનમાં થનગાટ થવા લાગે છે.તહેવારોનો એક અલગ જ આનંદ હોય છે.નવરાત્રી તહેવાર એટલો ફેમસ છે ને કે કોઈપણ માંગલિક કાર્યોમાં જ્યાં સુધી ગરબા રમવામાં ના આવે તો કંઈક અધૂરપનો આભાસ રહે છે. ભારતીય સંસ્કૃતિ લોકો વિશ્વમાં ગમે ત્યાં વસતા હોય,ગમે તેટલા વર્ષોથી વસતાં હોય પણ જો તેમની સામે એક વાર ગરબા શરૂ કરી દેવામાં આવે તો તે ગરબાના તાનમાં આવી જ જાય છે.દિવસથી પણ વધુ વ્હાલી મને રાત લાગે છે..
નવરાત્રી એ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ ‘નવ-રાત’ એટલે નવ રાત-દિવસ દરમિયાન માં શક્તિનાં નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.દસમો દિવસ દશેરા તરીકે પ્રખ્યાત છે.આ દિવસે પ્રભુ શ્રીરામ દસ મોઢાવાળા રાવણનો વધ કર્યો હતો માટે તેને દશેરા કહેવામાં આવે છે.અને આ દિવસે માઁ દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો આના કારણે આ દિવસ વિજયાદશમી પણ કહેવાય છે.આ દિવસે ફાફડા-જલેબી ખાવાનો મહિમા પણ છે.નવ દિવસ જાણે ઘરનો માહોલ પણ ભક્તિમય લાગે છે.નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજી ના ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ,મંત્રજાપ,પુજા-અર્ચના,અનુષ્ઠાન કરતાં હોય છે એવુ કહેવાય છે કે માઁ જગદંબા નવ-નવ દિવસ સુધી આપણી સંભાળ લેવા આવે છે.મારા વ્હાલાંઓ,આપણાં ભીતરનાં ચૈતન્ય તત્વને ખીલવીને સુખ શાંતિ અને સમૃદ્ધિ પામવા માઁ ભગવતીની પોતાની યોગ્યતા અને રુચિ અનુસાર જરૂર ભક્તિ કરવી જોઈએ.

સાધનાની રાત્રી,આરાધનાની રાત્રી,
શક્તિની રાત્રી,ભક્તિની રાત્રી..”
“રાતના અંધકારને પણ પ્રકાશથી તરબોળ કરતી રાત્રી,
અંતરના અંધકારમાં જ્યોત પ્રગટાવતી રાત્રી”

માઁ નવદુર્ગાની ભક્તિમાં એટલાં તરબોળ થઈ જવાનું કે માઁ શક્તિની ઉપાસના કરતાં-કરતાં આપણને નવ શક્તિઓ મળે.માતાજી આપણી યોગ્યતા,શ્રધ્ધા,ભજન પ્રમાણે સિધ્ધિ જરૂર આપે છે.મારા વ્હાલાંઓ માતાજીની પુજા અર્ચના તો આપણે કરીએ જ છીએ પણ આપણે બધા એ ભુલી જઈએ છે કે આપણા ઘરમાં પણ માઁ,દિકરી,બહેન,પુત્રવધુ એ પણ માઁ લક્ષ્મીનું જ રૂપ છે.છતાં જાણ્યે અજાણ્યે આપણે એનું અપમાન કરતાં હોય છે.અરે ના કહેવાનું જાણે કેટ-કેટલું કહીં દેતાં હોય છે.એ કેમ ભુલાય જાય છે કે જેમ માતાજીના નવ અવતાર છે,એમ દરેક સ્ત્રીનાં પણ નવ અવતાર છે.એ આપણાં ઘરની લક્ષ્મી છે,જો એને દુઃખી કરશો તો લક્ષ્મી રુઠી જશે.એ દરેક સ્ત્રી પ્રેમથી ભોજન પીરસનારી અન્નપૂર્ણા છે.એ સરસ્વતી છે.એ દરેક દુઃખ હણનારી દુર્ગા છે.એ સીતા જેવી પવિત્ર છે તો સાવિત્રી જેવી પતિવ્રતા પણ છે.મુસીબત સામે લડનારી મહાકાળી પણ છે.મારા વ્હાલાંઓ આપણે માતાજીની પૂજા કરીએ છીએ તો દરેક સ્ત્રી પણ એનો જ એક અંશ છે. એ નથી કહેતી કે મારી પુજા કરો…પણ એટલી આશા રાખું દરેક સ્ત્રીનું માન સન્માન જળવાઈ રહે…
માં અંબા દુખ હરે સૌનાં…સુખ ભરપુર પામે બધાં. નવરાત્રીના શુભ દિવસોની ખુબ ખુબ શુભેચ્છાઓ. “શુભ નવરાત્રી”

✍🏻દિપ્તી ઓડેદરા-‘સમર્પણ

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *