સોરઠ ના સુરા મોઢવાડા ના મોભી
વાસિયાંગ ના વીરા મેર નાથા
મોઢવાડીયા કુળ માં રૂડીબાઈ ની કુખે
જન્મિયા વાસિયાંગ ના વીરા મેર નાથા
ભક્તિ કરી તે આભપરે જોગી રિજવિયા
વાસિયાંગ ના વીરા મેર નાથા
ફૂઈ ની ભેંસુ કાજ તે હાલાર હલાવિયું
વાસિયાંગ ના વીરા મેર નાથા
મેલી મોઢવાડા પોલાપાણા ની પકડી વાટ
વાસિયાંગ ના વીરા મેર નાથા
ગુંદુ ભાંગ્યું આસીયાવદર ભાંગ્યું,
ભાંગી બારાડી વાસિયાંગ ના વીરા મેર નાથા
બરડા ની ગોદ માં પોલા પાણા ની ઓથ મા
દાંડીયારાસ ખેલતો વાસિયાંગ ના વીરા મેર નાથા
સાથી ચાંપરાજ કાજે તે ચલાળું ધારી ભાંગી,
ભાંગ્યું અમરેલી વાસિયાંગ ના વીરા મેર નાથા
માધવપુર ના ખેડુ કાજે તે કરપારામ મહેતા ને
જીવતો ગુંગળાવી મારિયો વાસિયાંગ ના વીરા મેર નાથા
રાજા બારોટ ની જુબાન કાજે
રાણા ખુંટીની જકાત જામ થી બમણી વસૂલી વાસિયાંગ ના વીરા મેર નાથા
રાજમાતા રૂપાળીબા કાજે ઓતા ગાંધીને પોરબંદર છોડાવી
કુંવર ભેાજરાજ ટીલાવ્યા વાસિયાંગ ના વીરા મેર નાથા
બહેન નાં વચન કાજે હાથલે હરજી ગોર ના ઘરે ઝેર ખાઈ અમર થયો ઇતિહાસમાં
વાસિયાંગ ના વીરા મેર નાથા
- પ્રસ્તુતિ : રાજ ગોઢાણીયા
No Comments