આકાશમાં ઘેરાયા કાળા વાદળ
ને વરસ્યા ઉજડા નીર.!
આ જોઈ અનુભૂતિનો અહેસાસ થયો.!
સમંદર કિનારે નારિયેળિ, એ કઠોર નારિયેળના પોળમાં મીઠા જળ પાયા,
આ જોઈ અનુભૂતિનો અહેસાસ થયો.!
થરથરતા હિંમના વાયરામાં
ઉનના તાંતણાનો સહારો મળ્યો
આ જોઈ અનુભૂતિ નો અહેસાસ થયો.!
નાસ્તિક જેવા જીવને પણ પત્થર સામે નમતા જોયા,
પત્થર દિલને પણ પીગળતા જોયા.!
આ જોઈ અનુભૂતિનો અહેસાસ થયો.,,
__ પૂનમ ઓડેદરા ખૂંટી.
No Comments