શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા માં શ્રી લીરબાઇ આઈ તથા પુતિઆઇ પ્રેરિત ભવ્ય ભાગવત સપ્તાહનું પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે પ્રવાહિત આ કથાનું રસપાન લાખો લોકો કરશે. જેમાં આપણા સમાજ ઉપરાંત તમામ સમાજ જોડાશે. આ સાપ્તાહિક કાર્યક્રમની શરૂઆત તા.૧૩ માર્ચ અને સોમવારથી થશે અને ૧૯ માર્ચ અને રવિવારે કાર્યક્રમની પુર્ણાહુતી થશે. કથાપાનનો સમય દરરોજ બપોરે ૩.૩૦ કલાકથી ૭.૦૦ સુધી રહેશે. સાતેય દિવસ સાંજે ૭.30 કલાકથી મહાપ્રસાદી પણ રાખવામાં આવેલ છે. તા. ૧૨ માર્ચ અને રવિવારના રોજ પોથીયાત્રા નીકળશે જેનો રૂટ સાંદીપની મંદિરથી કલેકટર કચેરી, નરસંગ ટેકરી, કમલાબાગ, જુના ફુવારા, રેલ્વે સ્ટેશન, હનુમાનગુફા, બસ સ્ટેશન થઇ ચોપાટી કથા મંડપ સુધી રહેશે. આ કથા અંતર્ગત મુખ્ય ઉત્સવોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.૧૫ માર્ચ, શ્રી ગોવર્ધન પૂજા ૧૬ માર્ચ અને શ્રી રુક્ષ્મણી વિવાહ ૧૭ માર્ચના રોજ (આ દરેક તારીખોમાં) સાંજે ૫-૦૦ કલાકે યોજવામાં આવશે.

આ કાર્યક્રમની સાથે સાથે વિવિધ સમાજોપયોગી કાર્યક્રમો પણ યોજવામાં આવેલ છે. જેમાં તા. ૧૩ માર્ચના બપોરે ૧.30 થી ૩.૦૦ દરમ્યાન પોરબંદર વિસ્તારના વિકાસ અર્થે સર્વ જ્ઞાતિઓનું સ્નેહ મિલન રાખવામાં આવેલ છે. તા. ૧૪ માર્ચથી ૧૭ માર્ચ દરમિયાન ચાર દિવસ કૃષિ મેળો યોજાશે. જેનો પ્રારંભ તા. ૧૪ માર્ચના સવારે ૯.૦૦ કલાકે થશે. તા.૧૫ માર્ચના બપોરે ૧.30 થી ૩.૦૦ દરમ્યાન ગાય આધારિત ખેતી અને વ્યસનમુક્તિ વિષય ઉપર શ્રી મનસુખભાઈ સુવાગીયાનું વ્યક્તવ્ય રાખવામાં આવેલ છે. તા.૧૬ માર્ચના બપોરે ૧.30 થી ૩.૦૦ દરમ્યાન કૃષિ અને કોમોડીટી ક્ષેત્રે મુંબઈના જાણીતા શ્રી મયુરભાઈ મહેતા કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવ મેળવવા માર્ગદર્શન આપશે. તા.૧૭ માર્ચના બપોરે ૧.30 થી ૩.૦૦ દરમ્યાન જાણીતા વક્તા અને ડોક્ટર જીતેન્દ્ર અઢિયા અર્ધ જાગૃત મનને સક્રિય કરવાની તરકીબો શીખવશે અને વ્યસનમુક્તિ વિષે માર્ગદર્શન આપશે. તા.૧૮ માર્ચના બપોરે ૧.30 થી ૩.૦૦ દરમ્યાન જાણીતા ડોક્ટર હિતેશભાઈ જાની સ્વસ્થ જીવનશૈલી અને આયુર્વેદ બાબતે સમજ આપશે. મહેર સમાજની વિકાસગાથાને આલેખતા ઐતિહાસિક પુસ્તકનું વિમોચન તા. તા.૧૭ માર્ચના રોજ બપોરે ૪.30 વાગ્યે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત તા.૧૯ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે

તા. ૧૨ માર્ચના સાંજે ૬.30 કલાકે મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં હજારો ખેલૈયાઓ એક સાથે વિશ્વ વિખ્યાત મણિયારો રાસ તથા દાંડિયા રાસ રમી વિશ્વવિક્રમ સ્થાપશે. આ ઉપરાંત આ સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રે ૯.૦૦ કલાકથી વિવિધ કલાકારોનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં તા. ૧૩ માર્ચના જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી અને જયદેવભાઈ ગોસાઈ, તા. ૧૪ માર્ચના દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) અને કવિ શ્યામભાઈ ગઢવી. તા.૧૫ માર્ચના ઉપલેટાના દેવરાજભાઈ ગઢવી તથા કાજલબેન પટેલ, તા.૧૬ માર્ચના કીર્તીદાનભાઈ ગઢવી, તા.૧૭ માર્ચના આદિત્યાણાના વતની અને વિખ્યાત કાનગોપી આર્ટીસ્ટ ભીમભાઈ ઓડેદરા તથા તા.૧૮ માર્ચના રાજભા ગઢવીનો કાર્યક્રમ યોજાશે.

ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન (દરેકનું અનુદાન રુ.૨૫ લાખ) :
(૧) શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા (વતન: વિસાવાડા, હાલ: યુએસએ)
(૨) શ્રી રણમલભાઈ વિરમભાઇ કેશવાલા (વતન: વિસાવાડા, હાલ: યુગાન્ડા)
(૩) શ્રી મસરીજીભાઈ ભીમજીભાઈ ઓડેદરા (વતન: ફટાણા, હાલ: પોરબંદર)
(૪) શ્રી કિશોરભાઈ રણમલભાઈ ગોઢાણીયા (વતન: ખાંભોદર હાલ: અમદાવાદ)
(૫) શ્રી નાગેસભાઈ રાજસીભાઈ ઓડેદરા (વતન: ફટાણા, હાલ: રાજકોટ)
(૬) શ્રી વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા (વતન: ફટાણા, હાલ: લંડન,યુકે)

સપ્તાહ દરમિયાન વિવિધ સેવાયજ્ઞના યજમાન બનવા બાબતેની માહિતી સંસ્થાના કાર્યાલય ઉપર ઉપલબ્ધ છે તો યજમાન બનવા ઈચ્છુક દાતાઓને આ બાબતે વિનંતી કરવામાં આવે છે.

સપ્તાહ દરમિયાન તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ સંસ્થાની યુ ટ્યુબ ચેનલ તથા શુભ ટીવી ઉપર ભારતીય સમય મુજબ દરરોજ ૩.૩૦ થી ૭.૦૦ દરમિયાન કરવામાં આવશે તેમજ સંસ્કાર ચેનલ પર વિશેષ પ્રસારણ તા. ૧૪ માર્ચથી ૨૦ માર્ચ ૨૦૨૩ દરમિયાન ભારતીય સમય મુજબ સવારે ૯.30 થી ૧૩.૦૦  તથા ઈંગ્લેન્ડમાં ૯.30 GMT તથા અમેરિકામાં ૯.30 ET પર આવશે.

તમામ લોકોને કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા સંસ્થાના તમામ ઉપપ્રમુખોએ અનુરોધ કર્યો છે.

  • ગાંગાભાઇ સરમા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *