અનામિકાને શાળા છોડ્યાને આજે બે મહિના વિતી ગયેલ. શાળા છોડ્યા બાદ અમુક કાગળની કાર્યવાહીનાં લીધે આજે ફરી શાળાએ આવવાનું થયું. તેણે પોતાનું કાર્ય પૂર્ણ કરીને પ્રિન્સિપાલની પરવાનગી લઈ પોતાના પ્રિય સ્થળ એટલેકે એના નાના બાલમુકુંદો મળવા માટે જતી રહી.
અનામિકાનાં વર્ગખંડમાં પ્રવેશતાની સાથે જ તેની સૌથી પ્રિય વિદ્યાર્થિની કિંજલ વર્ગમાં તાસ શરૂ હોવા છતાં પણ વર્ગશિક્ષકની પરવાનગી લીધા વિના દોડીને અનામિકાને ભેટીને રડવા લાગી. બીજા બાલમુકુંદો પણ દોડીને અનામિકા પાસે જતાં રહ્યાં. થોડીવાર બાદ અનામિકાએ કિંજલને પૂછ્યું,”મને જોઈને બેટા તું રડવા કેમ લાગી હતી?”
કિંજલએ કહ્યું,” મેમ, જ્યારથી તમે શાળા છોડીને ગયા ત્યારથી હું તમને રોજ યાદ કરતી એક પણ દિવસ તમને યાદ નહિ કર્યો હોય તેવું બન્યું ન હતું. શિક્ષક દિવસ પર પણ મેં તમારા વિષયનો તાસ લીધેલ હતો. મારી માતા પછી જો કોઇ વ્યક્તિનું મારા જીવનમાં સ્થાન હોય તો તે તમે છો…. કારણકે તમે વર્ગમાં બધા વિદ્યાર્થીઓને સરખું જ શિક્ષણ આપતાં અને તમારાં તાસમાં બધાને ખુબ મજા આવતી….”
આ સાંભળી અનામિકાની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તે બોલી,”મારા જીવનની સૌથી શ્રેષ્ઠ પળ અને સાચી કમાણી આજે મને તમારા બધામાં મળી ગઈ.”
ખરેખર ભગવાને માતા પછી જો કોઇ અદભૂત સર્જન કરેલ હોય તો તે શિક્ષકનું છે.
-mital odedra
નોંધ: સત્યઘટના પર આધારિત
No Comments