શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા તારીખ ૧૮-૦૨-૨૦૨૪ને રવિવારના રોજ પોરબંદર ખાતે મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે

લગ્ન સમયે ખોટી દેખાદેખી તેમજ બિનજરૂરી ખર્ચાઓને ઘટાડવા તથા જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ બનવાની શુભ ભાવનાથી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

સમૂહ લગ્ન ઉત્સવનું નિયમિત આયોજન કરી સંસ્થા દ્વારા છેલ્લા ૨૨વર્ષમાં મહેર જ્ઞાતિના અનેક દીકરા-દીકરીઓના લગ્ન કરાવી સામાજિક જાગૃતિનું અભિયાન ચલાવી રહી છે.

તારીખ ૧૮-૦૨-૨૦૨૪ના રોજ યોજાનારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવની નોંધણી કાર્ય શરૂ થઈ ચૂકેલ છે. લગ્ન નોંધણી માટે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, શ્રી રામ પેટ્રોલ પંપની બાજુમાં, પોરબંદર મુકામે સમય સવારે ૧0-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી નોંધણી કાર્ય કરવામાં આવી રહ્યું છે. તારીખ ૩૧-૦૧-૨૦૨૪ને બુધવાર સુધીમાં સમૂહ લગ્નની નોંધણી કરાવવા મહેર જ્ઞાતિને અપીલ કરવામાં આવે છે.

ગત વર્ષે 2023માં સંસ્થા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં જામનગરના રહેવાસી શ્રી જેસાભાઇ મેરામણભાઈ કેશવાલા પરિવાર દ્વારા સમગ્ર સમૂહ લગ્નનું અનુદાન આપવામાં આવેલું હતું તેમ જ વર્ષ 2022માં પરડવાના રહેવાસી શ્રી દેવાભાઈ પરમાર પરિવાર દ્વારા સમૂહ લગ્ન ઉત્સવમાં જમણવારનું અનુદાન આપવામાં આવેલ હતું તેમજ નામી અનામી અસંખ્ય દાતાશ્રીએ પોતાનું બહુ મૂલ્ય અનુદાન વર્ષોથી આપી રહયા છે. આ વર્ષે પણ સંસ્થા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં જ્ઞાતિના દાતાશ્રીઓ સમગ્ર સમૂહ લગ્નોત્સવ, કરિયાવર તેમજ જમણવાર સહીતના અનુદાન માટે સંસ્થા દ્વારા નમ્ર આપીલ કરવામાં આવે છે આ બાબતે વધુ માહીતી માટે સંસ્થાના પોરબંદર કાર્યાલયનો સંપર્ક કરશોજી.

સંસ્થા દ્વારા યોજાનારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્નમાં દીકરીને બહોળી સંખ્યામાં કરિયાવરની સાથે સાતફેરા તથા કુંવરબાઈના મામેરાની સરકારશ્રીની યોજના હેઠળની કાર્યવાહી સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે તેમજ નગરપાલિકામાંથી લગ્ન સર્ટિફિકેટની કાર્યયાહી પણ સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે

આવો આપણે સૌ ખોટા ખર્ચાઓ અને દેખાદેખીને ત્યજી જ્ઞાતિને સામાજિક વિકાસના પથ ઉપર આગળ લઈ જઈએ. સામાજિક જાગૃતિ સાથે સમૃદ્ધ પરિવાર અને સમાજની રચના કરીએ.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ 2024 ના આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર તેમજ ઉપપ્રમુખ અને સમિતિના અધ્યક્ષ અરજનભાઈ ખીસ્ત્તરીયા, ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડિયા તેમજ મુખ્ય કન્વીનર તથા ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયા, સહકન્વીનર દેવાભાઈ ઓડેદરા,બાબુભાઈ કારાવદરા અને હીરાંબેન રાણાવાયા, સંસ્થાના કોષાધ્યક્ષ અને ટ્રસ્ટી આલાભાઇ ઓડેદરા તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા તથા ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા તેમજ મહિલા મંડળના બહેનો, સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ તથા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

સમૂહ લગ્નની વધુ માહિતી માટે સંસ્થાના પોરબંદર કાર્યાલય મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, પોરબંદર ખાતે રૂબરૂ અથવા સંસ્થાના મોબાઈલ નંબર 99 748 08900 પર સંપર્ક કરી શકો છો.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *