વિક્રમ સવંત ૨૦૮૦ ના નવા વર્ષના શુભારંભે સમસ્ત મહેર સમાજ પોરબંદર દ્વારા તારીખ ૧૮-૧૧-૨૦૨૩ને શનિવારના રોજ સાંજે ૪-૩૦ કલાકે થી ૫-૩૦ કલાક સુધી શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા પોરબંદર ખાતે સમસ્ત મહેર જ્ઞાતિના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સાથી ઉપપ્રમુખશ્રીઓ અરશીભાઈ ખુંટી તથા રામભાઈ ઓડેદરાના સંયુક્ત પ્રયાસોથી મજબૂત જ્ઞાતિ સંગઠન તથા જ્ઞાતિના સામાજિક વિકાસ હેતુ પોરબંદર વિસ્તારના મહેર સમાજ તથા મહેર સમાજની દરેક સામાજિક સંસ્થાઓનું સંયુક્ત સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે.

આ નૂતન વર્ષા અભિનંદન સમારોહના સંયુક્ત આયોજનમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ, માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા, માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેર શક્તિ સેના, મહેર હિત રક્ષક સમિતિ, બરડા વિકાસ સમિતિ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, છાયા મહેર સમાજ, બોખીરા મહેર સમાજ, દેગામ મહેર સમાજ, રાણાવાવ મહેર સમાજ, કુતિયાણા મહેર સમાજ, મહેર મહિલા વિકાસ મંડળ, મહેર શક્તિ સેના મહિલા મંડળ સહિતની જ્ઞાતિની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા મજબૂત જ્ઞાતિ સંગઠન બને આવી શુભ ભાવના સાથે સંયુક્ત રીતે ઝુંડાળા મહેર સમાજ ખાતે તારીખ ૧૮-૧૧-૨૦૨૩ને શનિવારના રોજ સાંજે ૪-૩૦ કલાકથી ૫-૩૦ કલાક સુધી સમસ્ત મહેર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ.

આથી સમસ્ત સમાજના ભાઈઓ બહેનોને નવા વર્ષના સત્કાર સમારંભ રૂપી સ્નેહમિલનમાં હાજરી આપવા દરેક સંસ્થાઓ વતી સહ્સ્નેહ નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *