
જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું મધ્ય ઘેડનું ઘોડાદર ગામ આવેલું છે. આ ગામની વસ્તી આશરે ૧૮૦૦ જેટલી છે જેમાંથી પચાસ ટકા જેટલા મહેર અને બીજા અન્ય જ્ઞાતિના લોકો વસે છે. આમ મહેર સમાજની માત્ર ૯૦૦ ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામે આજથી ૨ વરસ પહેલા ગામમાં પોતીકો મહેર સમાજ હોય એવો સંકલ્પ સેવ્યો અને ગામના ઉત્સાહી નવયુવાન જખરાભાઇ વિરમભાઈ ઓડેદરા અને અન્ય યુવાનોની મદદથી એ સંકલ્પને પૂર્ણ કરવાની શરૂઆત કરી. ગામના જ પૂર્વ સરપંચ અને આગેવાન એવા મેરામણભાઈ દેવાભાઈ ઓડેદરાએ મહેર સમાજને જમીનનું અનુદાન આપ્યું અને એ દિશામાં શુભારંભ થયો. એક તો નાનું ગામ, ટૂંકી જમીન, અન્ય ધંધા રોજગારની બિલકુલ કમી, અને ખેતીમાં પણ માત્ર એક જ બારેત પાક, ઘેડ વિસ્તારમાં પુરના કારણે વરસો વરસ ધોવાતા પાકો… આ બધી પરિસ્થિતિમાં આવું ભગીરથ કાર્ય આદરવું આર્થિક દ્રષ્ટિએ પ્રમાણમાં નબળા એવા આ ગામ માટે ખરેખર પડકારજનક હતું. છતાંયે ગામના યુવાનો અને આગેવાનોનો જુસ્સો મક્કમ હતો. ગામના જ ખેડૂતોની વીઘા દીઠ અનુદાનની રકમ નક્કી કરી થોડી ઘણી રકમ એકઠી કરી મહેર સમાજના ભવનના નિર્માણનું કાર્ય શરુ કર્યું પણ મોંઘવારીના આ યુગમાં આ રકમ અપૂરતી હોય જ્ઞાતિના અન્ય દાતાઓએ પણ દાન આપવાનો અનુરોધ ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવેલ. જેના અનુસંધાને ગામના આગેવાનો દ્વારા તાજેતરમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ ઘોડાદર મહેર સમાજને એક લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કરતા ગ્રામજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ ઊપરાંત આ નાનકડા ગામમાં સમાજ ઉભો થાય એવા સ્વપ્નને સાકાર કરવા બહારગામના અન્ય દાતાઓએ પણ ઉદાર હાથે અનુદાન આપ્યું છે જેની વિગત નીચે મુજબ છે.
બહાર ગામના દાતાઓ:
(1) નેભાભાઈ વૈદેભાઈ પરમાર (મંડેર) રૂ.૨૬૧૦૦૦
(2) સ્વ.ભુરાભાઈ લાખા તથા સુમરીબેન ભુરાભાઈના સ્મરણાર્થે હસ્તે દેવાભાઈ ભુરાભાઈ વાઢેર (રાણાવાવ) રૂ.૨૬૧૦૦૦
(3) સ્વ.માલદેભાઈ આતાભાઇ કડછાના સ્મરણાર્થે હસ્તે મુરૂભાઇ આતાભાઇ (મુ. કડછ હાલ જુનાગઢ) રૂ.૨૫૧૦૦૦
(4) શ્રી રમેશભાઈ ધડુક, સાંસદ સભ્યશ્રી, પોરબંદર રૂ.૨૫૧૦૦૦
(5) મેરૂભાઈ રામભાઈ વાઢેર (મેખડી) રૂ.૧૫૧૦૦૦
(6) સ્વ. જીવીબેન ઉકાભાઇના સ્મરણાર્થે હસ્તે ઝાંઝીબેન દેવાભાઈ મોઢવાડિયા (વિસાવાડા) રૂ.૧૫૧૦૦૦
(7) સ્વ.લાખાભાઈ નાગાભાઈના સ્મરણાર્થે હસ્તે દુદાભાઈ લાખાભાઈ ઓડેદરા (કુતિયાણા) રૂ.૧૧૧૧૧૧
(8) સ્વ.જીવીબેન ઉકાભાઇના સ્મરણાર્થે હસ્તે રૂડીબેન જીવાભાઇ મોઢવાડિયા (કુછડી) રૂ.૧૦૦૧૫૧
(9) વિમલજીભાઈ નાથાભાઈ ઓડેદરા (પોરબંદર-યુકે) રૂ.૧૦૦૦૦૦
(10) મેરૂભાઈ કાંધાભાઈ તથા રાજશીભાઈ કાંધા (પોરબંદર) રૂ.૫૧૦૦૦
(11) કેશવાલા અરભમભાઈ ભારાભાઈ (રાણાવાવ) રૂ.૫૧૦૦૦
(12) કેશુભાઈ મૂળુભાઈ ગરેજા (પોરબંદર) રૂ.૫૧૦૦૦
(13) ભીમાભાઇ અરજણભાઈ ઓડેદરા (પોરબંદર) રૂ.૫૧૦૦૦
(14) ભનુભાઈ મસરીભાઈ ઓડેદરા (પોરબંદર) રૂ.૫૧૦૦૦
(15) નાગેસભાઇ ઓડેદરા અને પરિવાર (રાજકોટ) રૂ.૫૧૦૦૦
(16) સ્વ.મેરૂભાઈ ગાંગાભાઈ ચૌહાણના સ્મરણાર્થે હસ્તે સામતભાઈ ગાંગાભાઈ ચૌહાણ (વડોદરા) રૂ.૫૧૦૦૦
આ ઉપરાંત કેશોદ નિવાસી શ્રી વિરમભાઇ જીવાભાઇ ઓડેદરા અને મહેર સમાજના સ્ટોનક્રશર વાળા અન્ય ભાઈઓ તરફથી કાંકરીનો સહયોગ મળેલ છે.
ઉપરોક્ત તમામ દાતાઓનો શ્રી ઘોડાદર મહેર સમાજ હાર્દિક આભાર વ્યક્ત કરે છે અને આ સમાજ ભવનનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ હોય તેમજ હાલ તે માટે વધારે રકમની તાત્કાલિક જરૂરિયાત હોવાથી અન્ય જ્ઞાતિજનોને પણ ફાળો નોંધાવી આ નાનકડા ગામના મહાયજ્ઞમાં પોતાનો સહકાર આપે એવી હાર્દિક અપીલ સમસ્ત જ્ઞાતિજનોને ઘોડાદરના મહેર સમાજ તરફથી કરવામાં આવી છે.

No Comments