હિંદી અને ગુજરાતી ટેલિવિઝન સિરિયલનાં લેખક તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રાઈટર – ડાયરેક્ટર દેવ કેશવાલાનું નવું પુસ્તક(નવલકથા) “સત્સંગ – બે અજાણ્યા લોકોની મજાની સફર” પ્રકાશિત થયું છે. નવલકથાની વાર્તા એક રોડ ટ્રીપ છે, એક મુસાફરી જેમાં એકબીજાથી તદ્દન અજાણ્યા બે લોકો – એક છોકરી ભક્તિ અને એક છોકરો વિકાસ એક શેરિંગ ભાડાની ટેકસીમાં અમદાવાદથી સુરત જવા નીકળે છે અને પછી શરૂ થાય છે એક સંત્સંગ, એક અનોખો સત્સંગ જે વાંચકોને હાસ્ય સાથે ભરપૂર મનોરંજન પીરસશે. પુસ્તકપ્રેમીઓ આ પુસ્તક નવભારત સાહિત્ય મંદિરની વેબ સાઈટ https://navbharatonline.com/authors/dev-keshwala/satsang-be-ajanya-lokoni-majani-safar.htm પરથી અથવા તો મોબાઈલ નંબર : 9825032340 પર કોલ કરીને મેળવી શકાશે.
No Comments