બી. એચ. એમ. એસ.માં અભ્યાસ કરતાં જુનાગઢના ઓડેદરા વિધિ ભારાભાઇએ અભ્યાસ કરતાં કરતાં ‘વિચારોને તોડો જોડો’ નામનું સરસ પુસ્તક લખ્યું છે. જોઈએ વિધીબેનના જ શબ્દોમાં આ પુસ્તક અને તેમના વિશેની માહિતી…..

“સમસ્ત મહેર પરિવારના મારા બધા જ સભ્યોને નમસ્તે, મારૂ નામ વિધિ ઓડેદરા છે. હાલ હોમીયોપેથી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરૂ છું. અભ્યાસની સાથે સાથે જીવનમાં સારા વિચારો પણ ખુબજ મહત્વના છે. તો આ વાત પર થી મે તમારી સમક્ષ નાનું એવું પુસ્તક રજુ કર્યુ છે. જેમનું નામ વિચારો ને તોડો જોડો છે.

            આ પુસ્તકનો મુખ્ય મુદો ‘‘ હકારાત્મક અને મેડિટેશન ’’ છે. અત્યારનો વ્યકિત માત્ર આ બંને શબ્દ થી જ પરિચિત છે. પરંતુ આ બંનેની ઉર્જા આપણા સ્વભાવ પર, ત્યારબાદ આપણા શરીર પર અને વાતાવરણમાં કઇ રીતે ઉપયોગી છે. તેમનો કોઇને ખ્યાલ નથી. તો આ બધુ આ પુસ્તકમાં લખવામાં આવેલું છે.

            ત્યાર બાદ વાત આવે છે ‘‘ અઘરા ’’ નામ ના શબ્દની તો ધણા ખરા વ્યકિત એવું કહેતા હોય છે કે આ વસ્તુ અઘરી છે. આપણાથી આ વસ્તુ થઇ ન શકે તો તેમના માટે મહત્વની એક વાત એ છે કે વસ્તુ અઘરી નથી માત્ર તમારા વિચારો જ અઘરા છે જે તમે વધુ પડતું વિચારીને અઘરૂ બનાવો છો તો એ યોગ્ય નથી. તો આ બધા માટે શું જરૂરી છે તે આ પુસ્તક માં લખવામાં આવેલું છે.

       મારા આ પુસ્તકનો નાનો એવો સારાંશ કહેતા હું આશા રાખુ છું કે તમારા જીવનમાં કયાંક મારી આ બુક નો પણ કોઇ એક મુદો પણ ઉપયોગી બનશે તેવી બધા ને શુભેચ્છા.”
– ઓડેદરા વિધિ ભારાભાઇ

નોંધ: આ પુસ્તક ની ખરીદી માટે ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ કાર્યાલય, મહેર વિદ્યાર્થી ભવન એરપોર્ટ રોડ માધવાણી કોલેજ સામે શ્રી રામ પેટ્રોલિયમ સર્વિસ રોડ પોરબંદર નો સંપર્ક કરશોજી.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *