
પરમ કૃપાળુ પરમાત્મા અને માં લીરબાઇ તથા મા ખોડીયાર આઈની અસીમ કૃપાથી સમસ્ત મહેર સમાજ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવ 2024 નું સવંત 2080 મહાસુદ નોમ અને રવિવારના તારીખ 18/2/2024 ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન,એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા ના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમૂહ લગ્નમાં કુલ ૧૯ જેટલા નવદંપતીઓ જોડાનાર છે.તારીખ 18/2/2024 ના રોજ સર્વે જાનનું આગમન સવારે 8:30 કલાકે થશે જ્યારે હસ્તમેળાપ સવારે 10:30 કલાકે તેમજ મંગળફેરા બપોરે 11:30 કલાકે નીર્ધારેલ છે. બપોરે ત્રણ કલાકે કન્યા વિદાય થશે. આ લગ્નની સર્વે વિધિ સાંદિપની વિદ્યાનિકેતનના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે તેમજ આ પ્રસંગે પ્રાચીન લગ્નગીતોની સુરાવલીઓ શ્રી મહેર મહિલા વિકાસ મંડળની બહેનો દ્વારા રેલાવવામાં આવશે. આ વખતના સમૂહ લગ્નમાં કુલ ૧૯ લગ્નોમાંથી 10 લગ્નના ખર્ચનો દાતા પરિવાર મૂળ વિસાવાડાના વતની અને હાલ યુકે નિવાસી શ્રી સાજણભાઈ દેવાભાઈ કેશવાલા તેમજ શ્રીમતી નિર્મળાબેન સાજણભાઈ કેશવાલા તથા કેશવાલા પરિવાર છે. આ ઉપરાંત અન્ય દાતાઓમાંથી જૂનાગઢના શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ તથા સ્વર્ગસ્થ માતૃશ્રી વાલીબેન માલદેભાઈ રાતિયા મહેર કન્યા છાત્રાલય, શ્રી મહેર સમાજ ભવનાથ તરફથી ₹1,50,000, જામનગરના શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપિત શ્રી જામનગર મહેર સમાજ તરફથી ₹1,01,000, મૂળ વિસાવાડાના વતની અને હાલ યુએસએ નિવાસી શ્રી ભીમભાઇ સવદાસભાઇ મોઢવાડિયા પરિવાર તરફથી ₹1,01,000, મૂળ ફટાણાના વતની અને હાલ યુકે નિવાસી સ્વર્ગસ્થ શ્રી નાથાજીભાઈ નાગાજીભાઈ ઓડેદરા તથા સ્વર્ગસ્થ જેઠીબેન નાથાજીભાઈ ઓડેદરા ના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરાના પરિવાર તરફથી ₹1,01,000, પોરબંદરના શ્રી માલદેવ રાણા કેશવાલા મેર સમાજ ઝુંડાળા તરફથી ₹1,00,000, રાજકોટના એન.ઓડેદરા પરિવાર તરફથી ચિરંજીવી પ્રિથ્વી ધવલભાઇ ઓડેદરા, શ્રી ધવલભાઈ નાગેસભાઈ ઓડેદરા, શ્રીમતી વિશાખાબેન ધવલભાઈ ઓડેદરા, શ્રી નાગેસભાઇ રાજશીભાઈ ઓડેદરા, શ્રીમતી શોભનાબેન નાગેસભાઈ ઓડેદરા તરફથી ₹51,000, રાજકોટ નિવાસી સ્વ.સુકાભાઈ રામભાઈ આંત્રોલીયા તથા સ્વર્ગસ્થ ધાનીબેન સુકાભાઈ આંત્રોલીયાના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી બચુભાઈ સુકાભાઈ આંત્રોલીયા પરિવાર તરફથી ₹51,000, ફટાણા/પોરબંદરના સ્વર્ગસ્થ ભીમાજીભાઈ કાનાજીભાઈ ઓડેદરાના સ્મરણાર્થે શ્રી મસરીભાઇ ભીમાજીભાઈ ઓડેદરા તરફથી ₹51,000 તથા યુ.કે. નિવાસી સ્વ. રામાજીભાઈ જીવાજીભાઈ ઓડેદરાના સ્મરણાર્થે શ્રી ભીખુજીભાઈ રામાજીભાઈ ઓડેદરા તરફથી ₹51,000 દાન કરવામાં આવેલ છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ ગાંધીનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશભાઈ વિરમભાઇ રાજશાખા પરિવાર તરફથી દરેક દીકરીને નાકનો દાણો તેમજ રાજકોટ નિવાસી સ્વ.સેજલબેન અરજણભાઈ કેશવાલા સ્મરણાર્થે શ્રી અરજનભાઈ જેઠાભાઈ કેશવાલા તરફથી દરેક નવદંપતીને 500 મિલિગ્રામ વજનની સોનાની ગીની અર્પણ કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં ભાગ લેનાર દીકરીઓને કરિયાવરમાં ડબલ બેડ સાઈઝ નો પલંગ,ગાદલુ,ખુરશી,ટીપોઈ,કબાટ તેમજ ઘરવખરીની વિવિધ ચીજ વસ્તુઓ આપવામાં આવનાર છે. હજુ વધુ દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થનાર છે ત્યારે જ્ઞાતિ ઉત્કર્ષના આ કાર્યમાં સૌનો સાથ સહકાર જરૂરી હોઈ ઉદાર હાથે અનુદાન આપવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી જ્ઞાતિજનોને આગ્રહ ભરી વિનંતી કરવામાં આવેલ છે.

No Comments