
તાજેતરમાં માંગરોળ ખાતે માંગરોળ તાલુકાના કોળી સમાજ અને આપણા મહેર સમાજના સામાજિક આગેવાનોનું સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલનનાં પ્રારંભે મહેર સમાજના સામાજિક આગેવાનોનું કોળી સમાજની દિકરીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં કંકુ ચોખા તેમજ ઢોલ શરણાઇના નાદ સાથે સ્વાગત કરવામાં આવેલ.
શ્રી વિવેકાનંદ સ્કૂલ માંગરોળ ખાતે યોજાયેલા આ સામાજિક સ્નેહમિલનમાં બંને સમાજના આગેવાનો દ્વારા હાલની વૈશ્વિક વિકાસની દોડ સાથે કદમતાલ મિલાવવા સ્થાનિક સમાજો સાથેનું સંકલન પણ ખૂબ મહત્વનું છે ત્યારે આ સ્નેહમિલનમાં બંને જ્ઞાતિના શૈક્ષણિક-સામાજિક વિકાસ તેમજ સમાજની સંસ્કૃતિ પરંપરાની જાળવણી તથા વ્યસનમુકિત તેમજ ધાર્મિકતાના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવેલ હતું અને વિસ્તારના સર્વાંગી વિકાસમાં સહિયારા પ્રયાસો પર ભાર મુકવામાં આવેલ હતો.
આ સ્નેહ મિલનમાં કોળી સમાજમાંથી માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઇ ડાભી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ રામજીભાઇ ચુડાસમા, કડવાભાઇ કરગટીયા, માંગરોળ ઘેડિયા કોળી સમાજના પટેલ શ્રી ઇશ્વરભાઇ ભુતિયા, રાકેશભાઇ ભરડા(ભરડા કેબલ), માનધાત ગ્રુપ જુનાગઢ જીલ્લાના પ્રમુખશ્રી રામદેભાઇ ચુડાસમા,શીલ ગામના સરપંચશ્રી જયેશભાઇ ચુડાસમા, વિજયભાઇ ચુડાસમા, નરેશભાઇ રાઠોડ, મનિષભાઇ ચુડાસમા, ક૯પેશભાઇ ભરડા(કાલેજ), છગનભાઇ ચુડાસમા(થ૯લી), પરબતભાઇ રાઠોડ(ચંદવાણા),સરમણભાઇ વાડલીયા-(શેરીયાજ), ભરતભાઇ માલમ(સાગાવાડા) તેમજ કોળી સમાજના અનેક આગેવાનો હાજર રહયા હતા.
મહેર સમાજ તરફથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા, ઉપપ્રમુખશ્રીઓ કારાભાઇ કેશવાલા, અરજનભાઇ ખીસ્તરીયા, રામાભાઇ ઓડેદરા, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભનુભાઇ ઓડેદરા, ચિરાગભાઇ સુત્રેજા, મેખડી ગામથી વિરમભાઇ ઓડેદરા, આંત્રોલીથી કરશનભાઇ કેશવાલા,દેવાભાઇ કેશવાલા,માંગરોળ ગામથી રામદેભાઇ ઓડેદરા, હમીરભાઇ ઓડેદરા, ભગતભાઇ પરમાર સહિત યુવાનો હાજર રહયા હતા.





No Comments