મૂળ મોઢવાડા તથા હાલ લેસ્ટર (યુ.કે.) નિવાસી રામભાઈ રાજશીભાઈ મોઢવાડિયાની પુત્રી કાજલ રામભાઈ મોઢવાડિયાએ એરલાઇન ટ્રાન્સપોર્ટ લાઇસન્સની અઘરી ગણાતી પ્રથમ સ્ટેજની પરીક્ષા 97% જેટલા ઊંચા અને ઇમ્પ્રેસિવ કોડ સાથે પાસ કરીને સમસ્ત મોઢવાડા ગામ અને મહેર સમાજનું ગૌરવ વધાર્યું છે. યુકે સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા ટોટલ આઠ તબક્કામાં લેવાતી આ પરીક્ષામાં કાજલે ખૂબ જ ઊંચો સ્કોર મેળવીને સમગ્ર પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે. ચિ.કાજલના પિતાશ્રી રામભાઈ રાજશીભાઇ મોઢવાડિયા યુકેમાં સ્થાયી થયા છે અને થોડા સમય પહેલા યોજાયેલી લેસ્ટર મહેર કાઉન્સિલની લેસ્ટરમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાયા હતા. રામભાઈએ પિતાશ્રી રાજશીભાઇ પરબતભાઈ મોઢવાડિયા અને દાદીમા રૂડીબેન મોઢવાડિયાના સેવાના વારસાને પણ જાળવી રાખ્યો છે. ચિ.કાજલના કાકા જયમલ રાજશીભાઈ મોઢવાડિયા લીરબાઇ સમાજ-મોઢવાડા, મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં સક્રિય ટ્રસ્ટી તરીકે પણ ફરજ બજાવે છે. જયમલભાઈ સહીત તેમના સેવાભાવી ભાઈઓ સાજણભાઈ અને નિર્મલભાઇ અમદાવાદમાં સ્થાયી થયા છે અને તેમના પિતાશ્રી રાજશીભાઈનો સેવાનો વારસો જાળવી રાખ્યો છે. સમસ્ત મોઢવાડા ગામ વતી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મોઢવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રામભાઈ મોઢવાડિયા, મંત્રી શ્રી પરબતભાઈ મોઢવાડિયા, લીરબાઈમાં સમાજ મોઢવાડાના ઉપપ્રમુખ શ્રી માંડણ ભગત, લીરબાઇ માતાજી મંદિરના ટ્રસ્ટી શ્રી કેશુભાઈ મોઢવાડિયા, શ્રી હિતેશભાઈ મોઢવાડિયા અને સેવા સહકારી મંડળીના પ્રમુખ વિજયભાઈ મોઢવાડિયાએ કાજલને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ગૌરવની લાગણી સાથે શુભેચ્છા પાઠવી હતી.
No Comments