શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા છે૯લા ર૪ વર્ષથી પોરબંદર તેમજ આસપાસના વિસ્તારના શૈક્ષણિક તેમજ સામાજિક જાગૃતિ અર્થે કાર્ય કરી રહી છે. તેમજ મહેર સમાજના સર્વાગી વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ છે.
મહેર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા પ્રયાસના ભાગરૂપે સંતશિરોમણી પૂજય માલદેવ બાપુ દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને જેના ભાગરૂપે જ્ઞાતિમાં શૈક્ષણિક ક્રાંતિ જોવા મળી રહી છે. આ શૈક્ષણિક ક્રાંતિ વ્યાપક બને એવા શુભ આશયથી શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-પોરબંદર દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓને ધોરણ ૧ર પછીના અભ્યાસમાં આર્થિક સહાય આપવામાં આવતી હતી.
વર્ષ ર૦રરથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર સમાજનાં શૈક્ષણિક વિકાસ અર્થે ઘોરણ ૧ર પછી દેશમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છુક જ્ઞાતિના અભ્યાસમાં તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ શૈક્ષણિક લોન સ્કોલરશીપ આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. હાલમાં સંસ્થા દ્વારા મેડિકલ,એન્જીનિયરીંગ, નર્સિંગ, એગ્રીક૯ચર, લેબ આસિ., અનુસ્નાતક કક્ષાએ એમ.બી.એ.,એમ.એસ.સી., એમ.સી.એ., એમ.એસ.ડબ૯યુ, સ્નાતક કક્ષાએ બી.સી.એ.,બી.બી.એ., બી.એસ.સી., બી.કોમ. તેમજ ફાઇન આર્ટસ સાથે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત તથા આર્થિક પરિસ્થિતિ તેમજ વિદ્યાર્થીએ પસંદ કરેલ અભ્યાસક્રમ અને કોલેજ, યુનિવર્સિટી વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર અભ્યાસક્રમ માટે દર વર્ષ વિદ્યાર્થીઓના પરિણામ મુજબ વાર્ષિક રૂા.ર૦૦૦૦ થી રૂા.૪૦પ૦૦ સુધીની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. અને આ આર્થિક સહાય વિદ્યાર્થીઓને વગર વ્યાજે અને વિદ્યાર્થીઓનો અભ્યાસપૂર્ણ થયા બાદ એક વર્ષ પછી વિદ્યાર્થી પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે હપ્તેથી સંસ્થાને પરત કરી શકે છે. જે રકમનો ઉપયોગ સંસ્થા દ્વારા જ્ઞાતિના વધુને વધુ વિદ્યાર્થીઓને મદદ મળી રહે તે માટે કરવામાં આવશે.
આ શૈક્ષણિક કામગીરીની પારદર્શકતા જળવાય એવા શુભ આશયથી સંસ્થા દ્વારા એક શૈક્ષણિક લોન સમિતિની રચના કરવા આવેલ છે. અને આ સમિતિ દ્વારા દર વર્ષે ધોરણ ૧ર ના પરીણામ પછી દેશમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સંસ્થાના કાર્યાલય ખાતેથી રૂબરૂ, વોટ્સએપ તેમજ ઇ મેઇલ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવે છે. આ શૈક્ષણિક લોન સમિતિમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઇ આંત્રોલીયા તેમજ કોષાધ્યક્ષશ્રી આલાભાઇ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને વિવિધ અભ્યસક્રમ માટેની જ્ઞાતિના તજજ્ઞ ફેક૯ટી ભાઇઓ બહેનોની મદદ મેળવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓના ધોરણ ૧રના પરિણામનો અભ્યાસ કરી આગામી ઉચ્ચ શિક્ષણ માટે પસંદ કરેલ અભ્યાસક્રમ તેમજ કોલેજ, યુનિવસિર્ટીને તપાસ કરવામાં આવે છે. આ તજજ્ઞ ટીમમાં કોમર્સ તથા જનરલ ફેક૯ટીમાં ડો. રાજીબેન કડછા (રાજકોટ) – મેડિકલ, સાયન્સ તથા એગ્રીક૯ચર ફેક૯ટીમાં ડો.દિલીપભાઇ ઓડેદરા(ગાંધીનગર), એન્જીનિયરીંગ ફેક૯ટીમાં પ્રો.મંજુબેન મોઢવાડિયા (રાજકોટ), નર્સિંગ ફેક૯ટીમાં શ્રીમતિ નિતાબેન ઓડેદરા(સુરત), મેનેજમેન્ટ ફેક૯ટીમાં શ્રી અજયભાઇ ઓડેદરા, જનરલ ફેક૯ટીમાં પોરબંદરથી શ્રી દેવાભાઇ ભુતિયા અને શ્રી દેવાભાઇ ઓડેદરા પોતાની સેવા આપે છે.
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ અરજી પરથી લોન સમિતિના તજજ્ઞશ્રીઓ દ્વારા વિદ્યાર્થીના છે૯લા વર્ષના પરિણામ તેમજ આગામી ઉચ્ચ અભ્યાસમાં પસંદ કરેલ અભ્યાસક્રમ તથા પસંદ કરેલ કોલેજ તથા યુનિવર્સિટી પરથી મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક પરિસ્થિતિ બાબતે સંસ્થાના કાર્યકર્તા તથા ટ્રસ્ટીશ્રીઓ જરૂરી તપાસ કરી આર્થિક પરિસ્થિતિનો રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને આ મેરીટ લીસ્ટ તેમજ આર્થિક પરિસ્થિતિના રીપોર્ટ સંસ્થાને મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ આ સમિતિના અધ્યક્ષશ્રીઓ બચુભાઇ આંત્રોલીયા અને આલાભાઇ ઓડેદરા દ્વારા વિદ્યાર્થી તેમજ તેમના વાલી સાથે જરૂરી ચર્ચાઓ કરી વિદ્યાર્થીઓની શૈક્ષણિક લોન મંજૂર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના દરેક સેમેસ્ટરના પરિણામો નિયમિત રીતે સંસ્થાના કાર્યાલય ખાતે મોકલવાના રહે છે અને તે પરિણામ સંસ્થાના લોન સમિતિના તજજ્ઞો દ્વારા તપાસ કરી આગળની આર્થિક સહાય મંજૂર કરી વિદ્યાર્થીઓને ચેકના માધ્યમથી ચુકવવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ પોતાના પૂર્ણ થયેલ અભ્યાસ બાદ નિયત કરેલ એક વર્ષની સમય મર્યાદા બાદ સંસ્થાના સભ્યશ્રીઓ શ્રી લાખાભાઇ કેશવાલા તથા શ્રી નવધણભાઇ બી. મોઢવાડિયા દ્વારા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેમના અભ્યાસ બાદના વ્યવસાય અને આર્થિક પરિરિસ્થતિને ધ્યાનમાં લઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલ આર્થિક સહાયની રકમ હપ્તે હપ્તે પરત કરવા પ્રોત્સાહિત કરે છે જેથી આ રકમનો ઉપયોગ જ્ઞાતિના વધુને વધુ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ અર્થે કરી શકાય.
સમયાંતરે આ સમિતિ દ્વારા વર્ષમાં એકવાર વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા કે વાલી સાથે રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવે છે અને આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે. તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેના અભ્યાસની પ્રગતિ અને પરિણામની તપાસ કરી જરૂરી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે.
છે૯લા બે વર્ષમાં સંસ્થાએ શરૂ કરેલ આ કામગીરીમાં હાલ સુધીમાં કુલ ૬૯ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવેલ છે. જેમાં વર્ષ ર૦રરમાં જ્ઞાતિના ૩૩ વિદ્યાર્થીઓને તેમજ વર્ષ ર૦ર૩માં જ્ઞાતિના ૩૬ વિદ્યાર્થીઓને તેમના સંપૂર્ણ અભ્યાસક્રમ માટે શૈક્ષણિક લોન સ્કોલરશીપ આપવામાં આવી છે.
ચાલુ શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપના વર્ષ માટે પણ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના અભ્યાસમાં તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના ધોરણ ૧ર પછીના ઉચ્ચ અભ્યાસ અર્થે શૈક્ષણિક લોન સ્કોલરશીપ ફોર્મનું વિતરણ શરૂ થઇ ચુકયુ છે. આ ફોર્મ મેળવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, પોરબંદર ખાતે સોમવાર થી શનિવાર સવારે ૧૦-૦૦ થી સાંજે ૬-૦૦ સુધીમાં સંપર્ક કરી શકશો. વધુ માહિતી માટે સંસ્થાના મોબાઇલ નંબર ૯૯૭૪૮ ૦૮૯૦૦ પર સંપર્ક કરવા સંસ્થાના યાદીમાં જણાવેલ છે.
No Comments