
શ્રી માલદેવ રાણા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર મહેર જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ અર્થે કાર્યરત છે.
આ સંસ્થા દ્વારા અગાઉ મહેર જ્ઞાતિના અભ્યાસમાં તેજસ્વી તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ અર્થે શૈક્ષણિક લોન સ્કોલરશીપ આપી પ્રોત્સાહિત કરેલા હતા તેમજ પૂજ્ય માલદેવ બાપુએ કંડારેલી કેડી પર ચાલી સંસ્થા શિક્ષણ ક્ષેત્રે સમર્પિત ભાવથી કાર્ય કરી રહી છે.
પોરબંદર ખાતે આપણી જ્ઞાતિની સંસ્થા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પણ પોરબંદર ખાતે ગુણવતાવાળુ શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી સ્વ.શ્રી કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી જી.એમ.સી. સ્કુલ અંગ્રેજી માધ્યમની ધોરણ ૧ થી ૧૨ ની શાળા શરૂ કરવામાં આવેલ છે. શિક્ષણ માટે સર્વગુણ સપન્ન કાર્ય કરી આ શાળાનો વિકાસ થાય અને પોરબંદર વિસ્તારની શ્રેષ્ઠ શાળા બને એવા શુભ આશયથી શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરાના હસ્તે જી.એમ.સી. સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાને શાળામાં વિદ્યાર્થીઓને સમયની માંગ મુજબ શિક્ષણ મળી રહે એ બાબતને ધ્યાને રાખી શાળામાં કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધામાં વધારો કરવા રૂ. ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ રૂપિયા પુરા) નું અનુદાન રૂપે ચેક અર્પણ કરેલ હતો. આ તકે જી.એમ.સી. સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી બચુભાઈ અંત્રોલીયા, નાગેસભાઈ ઓડેદરા , આલાભાઇ ઓડેદરા, દેવાભાઇ ભૂતિયા હાજર રહ્યા હતા અને શાળા પરિવાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી.
આજરોજ મળેલ ટ્રસ્ટ બોર્ડની મીટીંગમાં જી.એમ.સી. સ્કુલ ટ્રસ્ટ દ્વારા શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મંડળ તેમજ પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરાનો આભાર વ્યકત વ્યકત કર્યો હતો.

No Comments