
તા: ૪-૮-૨૦૨૪ના રોજ સાંજે ૫-૦૦ વાગ્યેથી, મહેર જ્ઞાતિ શિરોમણી પૂ.માલદેવબાપુની ૧૪૦મી જન્મજયંતિનાં પાવન અવસર નિમિત્તે, શ્રી મહેર સમાજ ભુવન, ભવનાથ-જૂનાગઢ ખાતે પૂ.માલદેવબાપુની પ્રતિમાને પુષ્પવંદનાનો સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમ અંતર્ગત મહેર સમાજનાં જૈન ધર્મમાં દિક્ષિત મુનિશ્રી પ્રિયદર્શનજી મહારાજ સાહેબ, મણીમાનાં ઉતારાનાં મહંતશ્રી અરજણગીરી બાપુ, જૂનાગઢ મહેર સમાજનાં વડીલો, અગ્રણીઓ તથા શ્રી લીરબાઈ રાસ મંડળનાં સર્વે યુવા સભ્યો સહીત શહેરનાં ગણમાન્ય જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂ.માલદેવબાપુની પ્રતિમાને પુષ્પમાળાઓ અર્પિત કરી ભાવવંદના કરી હતી.
આ પ્રસંગે મુનિશ્રી પ્રિયદર્શનજી મહારાજ સાહેબ તથા સમાજનાં અગ્રણી વડીલશ્રી કેશુભાઈ ઓડેદરાએ પૂ.માલદેવબાપુનાં સમસ્ત મહેર સમાજ પરનાં ઋણને ભાવસભર વક્તવ્ય દ્વારા યાદ કર્યું અને ઉપસ્થિત જ્ઞાતિજનો, યુવાનોને બાપુનાં જીવનકાર્યમાંથી પ્રેરણા લેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમના અંતે જ્ઞાતિઅગ્રણી વડીલ શ્રી રાજુભાઈ ઓડેદરાએ પત્રકારોને આજનાં કાર્યક્રમ તથા મહત્વ વિશે મંતવ્ય આપ્યું હતું તથા શ્રી મહેર સમાજ ભુવન, ભવનાથનાં ટ્રસ્ટીશ્રી રામભાઈ બાપોદરાએ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો પ્રત્યે આભારદર્શન કર્યું હતું.

No Comments