શ્રી મહેર સમાજ – શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ – ૨૦૨૪માં ત્રીજા નોરતે સમગ્ર ગ્રાઉન્ડ સમાજના ખેલૈયાઓ અને તેઓને નિહાળવા પધારેલ જ્ઞાતિજનોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું જાણે કે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. માં આદ્યશક્તિના આ ત્રીજા નોરતે માં શક્તિના ત્રીજા સ્વરૂપ “ચંદ્રઘટા”નું પૂજન કરવામાં આવે છે. આ દિવસે વિગ્રહનું પૂજન અને આરતી આરાધના કરવામાં આવે છે. સિંહની સવારી કરતા માતાજીને પ્રસાદરૂપ દુધનો ભોગ ધરવામાં આવે છે. આ પરંપરાને જાળવી મહેર મહેર મહિલા મંડળના બહેનો દ્વારા માતાજીનો શણગાર તેમજ ગરબામાં દિપ પ્રજ્વલિત કરી માતાજીની આરતી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ જ્ઞાતિજનો દ્વારા માતાજીના ત્રીજા સ્વરૂપની આરતી કરવામાં આવે છે.
જ્ઞાતિજનો સ્વચ્છ અને સુદ્રઢ વાતાવરણમાં નવરાત્રી રાસોત્સવ સહપરિવાર માણી શકે તેમજ ખેલૈયાઓ ખુલ્લા પગે રમી શકે એવા આશયથી નવરાત્રી રાસોત્સવનું ગ્રાઉન્ડ દરરોજ કાર્યકર્તા શ્રી રાયદેભાઈ મોઢવાડિયા, શ્રી અરજનભાઈ ખુંટી, શ્રી નીલેશભાઈ પરમાર તેમજ અધ્યક્ષશ્રી અરજનભાઈ ખીસ્તરીયા તથા નવઘણભાઈ બી. મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ સફાઈ તેમજ બેઠક વ્યવસ્થાની ખુરશીઓની નિયમિત રીતે સાફ સફાઈ કરાવી આપે છે. તેમજ આરોગ્યની બાબતમાં ખાસ કાળજી રાખી નવરાત્રી રાસોત્સવમાં કેન્ટીન વિભાગમાં આરોગ્યપ્રદ ખાણી-પીણીની વ્યવસ્થા સ્વચ્છતા સાથે તાજો ખોરાક બને એ બાબતે સંસ્થા દ્વારા કેન્ટીન નિરીક્ષણ કમિટીની રચના કરવામાં આવેલ છે જેમાં રામભાઈ ઓડેદરા, પૃથ્વીપાલભાઈ વિસાણા, ગીતાબેન વિસાણા, શાંતીબેન એમ. ઓડેદરા તથા માયાબેન ઓડેદરા દ્વારા નિયમિત રીતે નિરીક્ષણ કરવામાં આવે છે.
રાસોત્સવના આ ત્રીજા દિવસે માતાજીના ગરબે રમવા આશરે ૮૦૦૦ જેટલા જ્ઞાતિજનો સહપરિવાર જોડાયા હોવાનું અનુમાન છે. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, રમેશભાઈ ઓડેદરા(પટેલ), પોરબંદરના એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી. ઋતુરાબા, સામતભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા, ભલાભાઈ મૈયારીયા, ભુરાભાઈ કેશવાલા, અજયભાઈ બાપોદરા, નાગાજણભાઈ ઓડેદરા, તીર્થરાજભાઈ બાપોદરા, ધર્મેશભાઈ પરમાર, રામાભાઈ ઓડેદરા, કેશુભાઈ વાઢેર, મહેર શક્તિ સેનાના પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા, સમાધાન સમિતિના અધ્યક્ષ નવઘણભાઈ એલ મોઢવાડીયા, ઉપપ્રમુખ પરબતભાઈ કડેગીયા, ડો. ગજેન્દ્રભાઈ ઓડેદરા, મનીષભાઈ બાપોદરા, મશરીજીભાઈ ઓડેદરા, માલદેભાઈ મોઢવાડિયા તેમજ શિક્ષક સંઘમાંથી અરજનભાઈ ઓડેદરા, લાખણશીભાઈ ઓડેદરા, પ્રવીણભાઈ બોખીરીયા સહિતના આગેવાનો તથા દાતાશ્રીઓ હાજર રહી માતાજીના ગરબે રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરી શ્રેષ્ઠ ખેલૈયાઓને ગિફ્ટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા.
નવરાત્રી રાસોત્સવના આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા , મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ તેમજ નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા , ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા, કન્વીનર જયેન્દ્રભાઈ ખુંટી તેમજ પરબતભાઈ કેશવાલા સાથે સંસ્થાના કાર્યકર્તાઓ તથા મહેર મહિલા મંડળના બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
No Comments