શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજિત મહેર જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવ તા.16-2-2025 ના રોજ યોજાનાર છે તેના પ્રચાર પ્રસાર સંદર્ભે પોરબંદર જીલ્લા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ સાથે શ્રી મહેર વિદ્યાર્થી ભવન – પોરબંદર ખાતે એક મીટીંગનું આયોજન તાજેતરમાં કરવામાં આવેલ હતું.
છેલ્લા ૨૪ વર્ષથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જે અનુસાર આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ સંસ્થા દ્વારા ૨૫માં સમૂહ લગ્નોત્સવનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવનાર છે.
આજના યુગમાં પરિવારો પોતાના લગ્ન ઈચ્છુક સંતાનોના લગ્ન માટે તેમાં કરવામાં આવતા વિવિધ બીન જરુરી ખર્ચાઓ ટાળે અને બચત થયેલ રકમ પોતાની પારિવારિક બચત, સંતાનો ના ઊચ્ચશિક્ષણ પાછળ કે પોતાના વ્યવસાયમાં વપરાય તેવા હેતુસર શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આજથી ૨૪ વર્ષ પૂર્વે સમુહલગ્નની શરુઆત કરવામાં આવેલ.લગ્ન પાછળ કરવામાં આવતા અઢળક ખર્ચાઓને નિવારવા તેમજ ખોટી દેખાદેખીનો ભોગ સમાજ ન બને તેવા શુભ આશયથી સમૂહ લગ્નોત્સવનું આયોજન છેલ્લા ૨૪ વર્ષથી સંસ્થા દ્વારા કરવામાં આવી રહયું છે. જેમાં મહેર જ્ઞાતિના ૯૦૦ નવદંપતીઓને સમુહલગ્નમાં જોડી વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતા ખર્ચા પર કાપ મૂકી સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે.
સંસ્થા દ્વારા કરવામાં આવતા સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી નવદંપતીને કરિયાવર રૂપે ઘરવખરીનો તમામ સામાન આપવામાં આવે છે તેમજ સરકારશ્રીની કુંવરબાઈના મામેરા તેમજ સાતફેરા જેવી યોજનાઓનો લાભ પણ આ નવદંપતીને અપાવવામાં આવે છે. સાથે નગરપાલિકામાં લગ્ન રજીસ્ટર કરાવી લગ્નનો દાખલો પણ પરિવારને વિના મુલ્યે આપવામાં આવે છે.
આમ, સંસ્થા દ્વારા કરવામાં આવતા સામાજિક જાગૃતિના આ કાર્યક્રમને મહેર સમાજના દરેક ઘર સુધી પહોચાડવાના ભાગરૂપે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના સરપંચશ્રીઓ સાથે મીટીંગનું આયોજન કરી આગમી સમૂહ લગ્નના આયોજન બાબતે માહિતગાર કર્યા હતા અને જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારોને આગામી સમૂહ લગ્નોત્સવમાં જોડાવા પ્રોત્સાહિત કરવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાજર સૌ સરપંચશ્રીઓએ સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજિક જાગૃતિના ભાગરૂપે સમુહલગ્નની કામગીરીને બિરદાવી હતી. અને જણાવેલ કે જરૂરિયાતમંદ પરિવારો માટે સમુહલગ્ન એક આશીર્વાદ છે તેમજ પોતાના વિસ્તારમાં મહેર જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરી પરિવારોને જોડવા પ્રયત્નશીલ રહેશું એવી લાગણી વ્યક્ત કરી હતી.
આ મીટીંગમાં સંસ્થાના મહામંત્રીશ્રી બચુભાઈ આંત્રોલીયા, ઉપપ્રમુખશ્રીઓ નવઘણભાઈ બી. મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ ઓડેદરા, અરશીભાઇ ખુંટી, ટ્રસ્ટીશ્રીઓ અરજનભાઈ બાપોદરા, સામતભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા, અરજનભાઈ ઓડેદરા, સંસ્થાના કાર્યકર્તા મશરીજીભાઈ ઓડેદરા, દેવાભાઈ ઓડેદરા, બાબુભાઈ કારાવદરા, ભોજાભાઈ આગઠ, ભીમભાઈ મોડેદરા, પરબતભાઈ કેશવાલા, અરજનભાઈ ખુંટી, રામદેભાઈ ગોઢાણીયા, પોપટભાઈ ખુંટી તેમજ યુ.કે. થી પધારેલા માલદેભાઈ મોઢવાડિયા, જયમલભાઈ ઓડેદરા તેમજ બહોળી સંખ્યામાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત આગામી સમૂહ લગ્નોત્સવ ૨૦૨૫ના આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા મહામંત્રીશ્રીઓ બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખ તેમજ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ અરજનભાઈ ખીસ્તરીયા, સહઅધ્યક્ષ નવઘણભાઈ બી. મોઢવાડિયા, ઉપપ્રમુખશ્રીઓ લાખાભાઈ કેશવાલા, કારાભાઈ કેશવાલા, રામભાઈ ઓડેદરા, અરશીભાઇ ખુંટી, મુખ્ય કન્વીનર દેવાભાઈ ભૂતિયા, સહ કન્વીનર દેવાભાઈ ઓડેદરા, બાબુભાઈ કારાવદરા, ભોજાભાઈ આગઠ, હીરાબેન રાણાવાયા તેમજ મહેર મહિલા વિકાસ મંડળ તેમજ સમૂહ લગ્ન સમિતિના કાર્યકર્તા ભાઈઓ-બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આગામી સમૂહ લગ્ન – ૨૦૨૫ની નોંધણી માટેની કામગીરી સંસ્થાના પોરબંદર કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવન ખાતે શરુ થઇ ચૂકેલ છે. આ બાબતની વધુ માહિતી માટે સંસ્થાના મો. ૯૯૭૪૮ ૦૮૯૦૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *