સાત સમંદર પાર કેનેડા ખાતે તા.૨૩મી નવેમ્બર,૨૦૨૪ને શનિવારના રોજ દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું. જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુના સુક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી તેમણે કંડારેલી જ્ઞાતિના શૈક્ષણિક વિકાસની કેડીને આગળ ધપાવવા નવા વર્ષની શુભ શરૂઆતમાં આહ્વાન કરેલ હતું.
સ્નેહ મિલનમાં સમાજ ભાઈઓના મણિયારો રાસ તથા બહેનોના રાસડા રમી આવનારી પેઢીમાં આપણી લોક સંસ્કૃતિને પ્રવાહિત કરી હતી. આ ઉપરાંત બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ હતો. જેમાં રામ કારાવદરા, અંશ મુળિયાસીયા, આર્યન ઓડેદરા અને દેવ દ્વારા ડાન્સ રજુ કરવામાં આવેલ તથા અવની કારાવદરા ગીટાર વાદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન યંગ સ્ટાર આર્યા રાજુભાઈ ઓડેદરા અને અવની ભરતભાઈ કારાવદરા દ્વારા અદભૂત રીતે કરવામાં આવેલ હતું.
આ સ્નેહ મિલનમાં ૭૫ જેટલા જ્ઞાતિના ભાઈઓ-બહેનો હાજર રહી નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિ સંગઠનને વધુ મજબુત બનાવવાની નેમ લીધી હતી.
આ સ્નેહ મિલનના સફળ આયોજન માટે ભરતભાઈ કારાવદરા, મેરૂભાઈ ઓડેદરા, રમેશભાઈ ઓડેદરા, વિક્રમભાઈ, યોગેશભાઈ ઓડેદરાએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ ડો.બાલુભાઈ ઓડેદરા, સવદાસભાઈ કારાવદરા, ભરતભાઈ રાતિયા તથા હોથીભાઇ કેશવાલાએ જરૂરી માર્ગદર્શન તેમજ સાથ સહકાર આપેલ હતો.
વિદેશની ભૂમિ પર યોજાતા સ્નેહ મિલન તેમજ જ્ઞાતિ સંગઠન તથા સર્વાંગી વિકાસના કાર્યક્રમોને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર દ્વારા બિરદાવવામાં આવે છે. તેમજ સૌને નવા વર્ષની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવે છે.
No Comments