શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત શ્રી મહેર આર્ટ સમિતિ દ્વારા મહેર જ્ઞાતિના આર્ટ કલાકારોને પ્રોત્સાહિત કરવા અમદાવાદ ખાતે વિના મુ૯યે છ દિવસીય પેન્ટીંગ, સ્કલપ્ચર તેમજ ફોટોગ્રાફી એકઝીબીશનનું તા.૧૦-૧ર-ર૦ર૪ થી ૧પ-૧ર-ર૦ર૪ સુધી આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પર્સ સામે આવેલ અમદાવાદ ગુફા ખાતે યોજાયેલા આ આર્ટ એકઝીબીશનનું દિપ પ્રજવલીત કરી ખુ૯લો મુકવામાં આવેલ હતો. આ તકે આર્ટ જગતના નામી કલાકારો, સંતો તેમજ જ્ઞાતિ આગેવાનો સાથે ભાગ લેનાર મહેર જ્ઞાતિના કલાકારો ઉપસ્થિત રહયા હતા.
આ આર્ટ એકઝીબીશનમાં મહેર જ્ઞાતિના ૧પ જેટલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્ટ પ્રદર્શિત કરવામાં આવેલ હતા. આ આર્ટમાં વોટર કલર પેન્ટીંગ, એબ્સ્ટ્રેકટ, વુડકટ, લિથો પ્રિન્ટ, ટ્રેડ આર્ટ, ક્રિએટિવ આર્ટ તેમજ સ્ક૯પચર સહિતના આર્ટનું સુંદર પ્રદર્શની કરી આર્ટ કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી.
આર્ટ એકઝીબીશના ઉદધાટન સમારંભમાં સર્વેશ્વર આચાર્યજી રામ જાનકી મંદિર પાલડી અમદાવાદ, શ્રી પદ્મલોચન કૃષ્ણદાસ (હરેકૃષ્ણ મંદિર, ભાડજ),
ગાંધીનગર મહેર સમાજ પ્રમુખશ્રી જેતાભાઈ મોડેદરા, રીટાયર ક્લાસ વન અધિકારી ભાયાભાઈ સુત્રેજા, મહેર સમાજ અગ્રણી લાખાભાઈ ઓડેદરા, પોરબંદર જીઆઈડીસીના ચેરમેન પુંજાભાઈ ઓડેદરા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ હીરલબેન ઓડેદરા, સરકારી કોન્ટ્રાક્ટર જયેશભાઈ ખુંટી,સામાજિક કાર્યકર અને સોશિયલ મીડિયા ઈનફ્લઅનેંસર રાજભાઈ ગોઢાણીયા,એન.ડી. ચૌધરી – સામાજિક કાર્યકર, ધફડા સાહેબ પીઆઈ સરખેજ, દેવીદાસ વૈષ્ણવ સાહેબ,પી.જી.ગઢવી- અદાણી એડવોકેટ,વિજય શ્રીમાળી- આર્ટિસ્ટ,મયુર મિસ્ત્રી– આર્ટિસ્ટ, અભિનેતા અને પૂર્વ સચિવ ગુજરાત લલિત કલા – જિતેન્દ્ર ઠકકર, કુલીન પટેલ, રામાનુજ તેમજ મહેર જ્ઞાતિના આર્ટ કલાકારોમાંથી કરશનભાઈ ઓડેદરા પ્રમુખશ્રી મહેર આર્ટ સમિતિ,સોનલબેન ઓડેદરા ઉપપ્રમુખશ્રી મહેર આર્ટ સમિતિ,સામતભાઈ ગરેજા, આરતીબેન ઓડેદરા,હાથીયાભાઈ ઓડેદરા,શ્વેતાબેન ગોઢાણીયા, હીનાબેન ઓડેદરા, પ્રશાંતભાઈ બાપોદરા,મુરુભાઈ કુછડીયા,અર્જુનભાઈ પરમાર,આશાબેન કેશવાલા, ધારાબેન ખીસ્તારીયા,જેક્સીભાઈ આગઠ સહીત હાજર રહી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.
આ આર્ટ એકઝીબીશન તા.૧૦-૧ર-ર૦ર૪ થી તા.૧પ-૧ર-ર૦ર૪ સુધી સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધી અમદાવાદ ગુફા, ગુજરાત યુનિવર્સિટી કેમ્પર્સ સામે, અમદાવાદ ખાતે નિહાળી શકશો તેમજ કલાકારોની પ્રતિભાને બિરદાવા તેમના પેન્ટીંગ, સ્કલપ્ચર તેમજ ફોટોગ્રાફીની ખરીદી કરી શકો છો.
આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા જ્ઞાતિના આર્ટ કલાકારોને સંસ્થાવતિ સર્ટીફિકેટ આપી તેમની કલાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ પેન્ટીંગ, સ્કલપ્ચર તેમજ ફોટોગ્રાફી એકઝીબીશનના સફળ આયોજનમાં મહેર આર્ટ સમિતિ પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, મહેર આર્ટ સમિતિ ઉપપ્રમુખશ્રી,સોનલબેન ઓડેદરા તેમજ મહેર આર્ટ સમિતિના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહયા છે.
No Comments