મહેર જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પ્રેરણાસ્ત્રોત સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલા (પૂજ્ય માલદેવ બાપુ)ની ૫૯મી પુણ્યતિથિ “શિક્ષણદિન” તરીકે ઉજવણી કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ – ઝુંડાળા, પોરબંદર, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહેર શક્તિ સેના, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી મહેર હિત રક્ષક સમિતિ, શ્રી લીરબાઈ યુવા ગૃપ, શ્રી મહેર આર્ટ સમિતિ, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તેમજ મહેર શક્તિ સેના મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ પૂજ્ય માલદેવ બાપુની ૫૯મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલ હતી.
તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિની ઉજવણીના પ્રારંભે હરીશ ટોકીઝ ખાતે આવેલ માલદેવ બાપુ ચોક ખાતે પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા ખાતે માલદેવ બાપુના પરીવારજનો રણજીતભાઈ કેશવાલા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, તેમજ જ્ઞાતિ આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ તેમજ પૂજ્ય બાપુની કર્મભૂમિ સમા શ્રી મહેર સમાજ ઝુંડાળા ખાતે પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પણ જ્ઞાતિ આગેવાનો, સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સભ્યશ્રીઓ સહિતના જ્ઞાતિજનો દ્વારા પુષ્પહાર દ્વારા માલદેવ બાપુના જ્ઞાતિના સર્વાંગી વિકાસ કાર્યોને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.
આયોજક સંસ્થાઓ દ્વારા દર વર્ષે પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિની ઉજવણી અલગ અલગ સ્થળ પર કરવાનું નક્કી કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે આ વર્ષે પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિની ઉજવણી મહેર સમાજ વિસાવાડા ખાતે સમસ્ત વિસાવાડા ગામ તેમજ રામદેવપીર સમિતિના સાથ સહકારથી ઉજવણી કરવામાં આવેલ હતી.
વિસાવાડા ખાતે યોજાયેલ રામદેવ કથાના પાવન જ્ઞાનયજ્ઞમા સર્વે જ્ઞાતિજનોની ઉપસ્થિતિમા ભાવાંજલિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ભાવાંજલિ કાર્યક્રમમાં સૌપ્રથમ વિસાવાડા ખાતે ચાલતી રામદેવ કથાનું રસપાન કરવામાં આવેલ. કથાના અંતે સમૂહ ભોજન અને ત્યારબાદ ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
વિસાવાડા ખાતે યોજાયેલ ભાવાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં સમસ્ત વિસાવાડા ગામ દ્વારા પૂજ્ય માલદેવ બાપુની સ્મૃતિમાં ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવેલ અને ઢોલ-શરણાઈના તાલે પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં જ્ઞાનરૂપ ઉજાસ ફેલાવવા દિપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉપસ્થિત જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો, જ્ઞાતિ આગેવાનો તેમજ દેશ-વિદેશથી પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પૂજ્ય માલદેવ બાપુને ભાવાંજલિ પાઠવતા અને ઉપસ્થિત જ્ઞાતિ આગેવાનો, સંસ્થાઓના કાર્યકર્તાઓ સમસ્ત વિસાવાડા ગ્રામજનો તથા ઉપસ્થિત જ્ઞાતિજનોનું સ્વાગત કરી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે પૂજ્ય માલદેવ બાપુના જીવનની ઝરમર જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસને અનુગામી હતી. ત્યારે તેઓએ ચીંધેલી વિકાસની કેળીને આગળ ધપાવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. સાથે સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓથી ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા. તેમજ જ્ઞાતિમાં અનેક સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ધોરણે જ્ઞાતિની શૈક્ષણિક અને સામાજિક સહિતની પ્રવુતિઓમાં કામગીરી તેમજ તે માટે અનુદાન પ્રાપ્ત થતું રહે છે. ત્યારે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા દરેક સંસ્થાઓ તેમજ વ્યક્તિગત સેવા કાર્ય કરતા જ્ઞાતિજનોનો વિશેષ આભાર માન્યો હતો. તેઓની કામગીરીમા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની જરૂરિયાત જણાય ત્યારે સંપર્ક કરવા અનુરોધ કરેલ. પૂજ્ય બાપુના જીવનના મુખ્ય મંત્ર મહેર સમાજ શિક્ષિત બને અને સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરે તેને ચરિતાર્થ કરવા સમસ્ત મહેર સમાજને સંગઠિત બની કાર્ય કરવા આહ્વાન કરેલ.
આજના આ પાવન અવસરે જ્ઞાતિના સંગીત ક્ષેત્રના કલાકારો તેમજ ગ્રામ્ય વિસ્તારની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તેમજ સંચાલક મંડળના સભ્યશ્રીઓનું ઉષ્માવસ્ત્ર તેમજ “મહેર સમાજની વિકાસ ગાથા” પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલા હતા. તેમજ જ્ઞાતિના કલાકારો દ્વારા નિસ્વાર્થ ભાવે ગીત, સંગીત, ઓરકેસ્ટ્રા સાથે જ્ઞાતિની પરંપરા બહેનોના રાસડા, મણિયારા રાસ, તાળી રાસ અને દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરી પૂજ્ય બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલ હતી.
પોરબંદર તેમજ વિસાવાડા ખાતે યોજાયેલા ભાવાંજલિ કાર્યક્રમમાં પૂજ્ય માલદેવ બાપુના પરીવારમાંથી શ્રી રણજીતભાઈ કેશવાલા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, તથા શ્રી પરમાત્માંનંદગીરી, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, સ્થાપક પ્રમુખશ્રી ડો. વિરમભાઈ ગોઢાણીયા, સંસ્થાના મહામંત્રીશ્રી બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર, ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ ઓડેદરા, અરશીભાઈ ખુંટી, કોષાધ્યક્ષશ્રી આલાભાઇ ઓડેદરા, સંસ્થાના પ્રવક્તાશ્રી પ્રતાપભાઈ કુછડીયા, પોપટભાઈ ખુંટી તેમજ ટ્રસ્ટ મંડળના જયેન્દ્રભાઈ ખુંટી, અરજનભાઈ ઓડેદરા, રાયદેભાઈ મોઢવાડિયા, વિક્રમભાઈ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા, સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ ઓડેદરા, ખીમાભાઈ રાણાવાયા, અરજનભાઈ બાપોદરા તેમજ મહેર અગ્રણીશ્રી રામદેવભાઈ મોઢવાડિયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રાજુભાઈ ઓડેદરા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ ઓડેદરા (પટેલ), મશરીજીભાઈ ઓડેદરા, રામદેભાઈ ગોઢાણીયા, ભીમભાઈ ખુંટી (યુ.એસ.એ), મહેર શક્તિ સેનાના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રી પરબતભાઈ કડેગીયા, બરડા વિકાસ સમિતિના પ્રમુખશ્રી ભીમભાઈ સુંડાવદરા, ઉપપ્રમુખશ્રી આવડાભાઈ ઓડેદરા, લાખણશીભાઈ ગોરાણીયા, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખશ્રી લીલાભાઈ પરમાર, વિરમભાઈ પરમાર, મહેર મહિલા મંડળના ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા, મહેર શક્તિ સેના મહિલા મંડળના ઉપપ્રમુખ મંજુબેન બાપોદરા, શ્રી લીરબાઈ આઈ સમાધાન સમિતિના પ્રમુખશ્રી મેરામણભાઈ કારાવદરા, પ્રતાપભાઈ મોઢવાડિયા, ભોલાભાઈ ખુંટી તેમજ વિસાવાડા ગામના સરપંચ માલદેભાઈ કેશવાલા વિક્રમભાઈ કેશવાલા તેમજ સમગ્ર આયોજક સમિતિના સભ્યો જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના હોદેદારો જ્ઞાતિજનો ખાસ ઉપસ્થિત રહી પૂજ્ય માલદેવ બાપુને ભાવાંજલિ પાઠવવામાં આવી હતી. વિસાવાડા ખાતે યોજાયેલ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પોપટભાઈ ખુંટીએ સંચાલન કરેલ હતું.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *