ગરેજ ગામના કરણભાઈ કાનાભાઈ ચૌહાણએ BE મિકેનિકલ કર્યા બાદ GATE પરીક્ષા all india rank 144 ક્રમે પાસ કર્યા બાદ આખા ભારત દેશમાં ગૌરવપ્રદ સંસ્થા એવી DRDO (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)માં સાયન્ટિસ્ટ તરીકે B કેટેગરીમાં ક્લાસ 1 અધિકારી તરીકે સ્થાન મેળવી સમગ્ર  મહેર સમાજનું ગૌરવ વધારેલ છે જે બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તરફથી તેઓને ખૂબ ખૂબ અભિનંદન..

કુતિયાણા તાલુકાના અમર ગામના વતની કુ.રિદ્ધિબેન કરશનભાઈ મોઢવાડીયાએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તાજેતરમાં લેવાયેલ કલાસ 2 અધિકારીની પરીક્ષા (હોર્ટિકલ્ચર)માં સમગ્ર ગુજરાતમાં 11મા ક્રમે ઉત્તીર્ણ થઈ જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે. તેમની આ ગૌરવવંતી સિદ્ધી બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ હાર્દિક અભિનંદન પાઠવે છે.

વિરાર નિવાસી રાજુભાઈ ભૂતિયાની સુપુત્રી જયશ્રીબેન મુંબઈના વિરાર જેવા મોટા શહેરની ગર્લ્સ ક્રિકેટ ટીમમાં  પ્રવેશ મેળવી ઘણા સમયથી ખુબ સારું પર્ફોર્મેન્સ દાખવી રમી રહ્યા છે.તેમની આ ગૌરવવંતી સિદ્ધી બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ હાર્દિક અભિનંદન પાઠવે છે.

રાણાવાવના કડછા મનિષાબેન બચુભાઈએ એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતેથી Environmental  of engineering સી.જી.પી.એ 7.57 મેળવી સફળતા પ્રાપ્ત કરેલ છે.તેમની આ ગૌરવવંતી સિદ્ધી બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ હાર્દિક અભિનંદન પાઠવે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *