‘સુકલ્પ’ એ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવતું સામાજિક અને રચનાત્મક મુખપત્ર છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ એ સમગ્ર વિશ્વમાં વસતા મહેર સમાજના સામાજિક, શૈક્ષણિક,સંસ્કૃતિક, અને આર્થિક વિકાસ અર્થે કાર્ય કરતી સંપૂર્ણપણે બિનરાજકીય સંસ્થા છે. અને ઉક્ત હેતુઓ સાર્થક કરવાની રચનાત્મક પ્રવૃતિઓ કરે છે. આ સંસ્થા દ્વારા કરવામાં આવતા આવા રચનાત્મક પ્રયાસો અને જ્ઞાતિ ઉત્થાનની પ્રવૃતિઓને લોકો સુધી પહોચાડી શકાય અને લોકોમાં આવી પ્રવૃતિઓ પરત્વે જાગૃતિ કેળવી શકાય તે માટે આ મેગેજીન આ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે. સને ૨૦૦૦ માં તેનું સૌથી પહેલું પ્રકાશન બહાર પાડવામાં આવેલ. આ પોર્ટલ આ મેગેજીનનું ડીજીટલ વર્ઝન છે.