
પોરબંદર જીલ્લાના વડા મથક ખાતે આવેલ એરપોર્ટ છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં છે. જે ફરી શરૂ કરાવી પોરબંદર વિસ્તારને દેશના મહત્વના શહેરો સાથે કનેકટીવીટી આપવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કૃષ્ણ સુદામાનગરી તરીકે જગવિખ્યાત પોરબંદર વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધિશ મંદિર તેમજ બાર જયોર્તિલીંગમાંના સોમનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલું હોવાથી તેમજ પ્રવાસ પર્યટન તરીકે ખૂબજ અગત્યના પોરબંદર ખાતે વિશાળ દરિયાકાંઠો, માધવપુર ખાતે માધવરાયજીનું મંદિર, સાંદિપનિ મંદિર, હર્ષદ માતા મંદિર, બરડા અભ્યારણ સહિત અનેક પર્યટન સ્થળો આવેલા છે, તેમજ વેપાર ઉદ્યોગ જેવા ફિશરીઝ, લાઈમ સ્ટોન, સોડા એશ, સીમેન્ટ, સુપર ગેસ જેવા ઓદ્યોગિક એકમો અહીં આવેલા છે. આ ઉપરાંત નેવલ બેઈઝ, કોસ્ટ ગાર્ડ બેઇઝ જેવા અતિ મહત્વના વિભાગો પણ આવેલા છે. સાથે પોરબંદર વિસ્તારના લોકો દેશ વિદેશ ખાતે સ્થાઇ થયેલ હોવાથી તેમાં પણ ખાસ કરીને વિદેશમાં સ્થાઇ થયેલ હોય ત્યારે મુંબઇ, અમદાવાદ કે દિલ્લીથી પોરબંદર વારંવાર આવવા જવાનું થતું હોય છે. પરંતુ હાલ પોરબંદર ખાતે આવેલ એરપોર્ટ બંધ હાલતમાં હોવાના લીધે અનેક લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. (v)

No Comments