આપણી મહેર જ્ઞાતિની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમાણિક પ્રયત્નો દ્વારા આપણા સમાજના ગૌરવવંતો મહેર ઈતિહાસ અંગે એક પુસ્તકની રચના કરવામાં આવી રહી છે. જ્ઞાતિના ગૌરવવંતા ઈતિહાસના પુસ્તક માં પૂજય માલદેવ બાપુના જીવનચરિત્ર થી શરૂ કરી આજ સુધીમાં જ્ઞાતિજનોએ નીચે મુજબ દર્શાવવામાં આવેલ વર્ગો મુજબ જે તે ક્ષેત્રોમાં મેળવેલ સિધ્ધિઓનો સમાવેશ કરવામાં આવશે.
(૧)     આધ્યાત્મિક ક્ષેત્ર      
(ર)      રાજકીય ક્ષેત્ર
(૩)      વ્યવસાય તેમજ શિક્ષણ ક્ષેત્રે મેળવેલ ઉચ્ચ સિધ્ધિઓ 
(૪)      સરકારી તથા ખાનગી ક્ષેત્રે ઉચ્ચ હોદેદારો
(પ)      ઇન્ટરનેશનલ, રાષ્ટ્રિય કે રાજયકક્ષાના સ્પોર્ટસ, દાંડીયા રાસ, આર્ટ, સંગીત ક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓ
(૬)      સમાજ સેવા ક્ષેત્રે પોતાના સમય અને સંપત્તિનું અનુદાન કરવામાં અગ્રેસર દાતાશ્રીઓ    
(૭)      વિદેશમાં વસવાટ કરી મેળવેલ ઉચ્ચ સિધ્ધિઓ 
(૮)      સંરક્ષણ ક્ષેત્રે અને દેશ કાજે શહિદી વહોરનાર સમાજના શહિદો
આથી આપ સૈા મહેર જ્ઞાતિજનોને અપિલ કરવામાં આવે છે કે  ઉપરોકત વર્ગીકરણ મુજબ આપની અથવા તો આપની પાસે સમાજની કોઇપણ માહિતી, ફોટા કે વિડીયો જરૂરી આધાર પુરાવા સહિત માહિતીને આ ઇતિહાસ માટે નિમાયેલી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. અને તેઓ દ્વારા માહિતીની  યોગ્યતા મુજબ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે અને ત્યારબાદ આ પુસ્તકની ડ્રાફટ કોપી જ્ઞાતિજનો સમક્ષ મુકવામાં આવશે અને જરૂર જણાશે ત્યાં સમિક્ષા કરવામાં આવશે.
આપની પાસે રહેલી માહિતી, ફોટા, વિડીયા, આપના પુરા નામ સરનામા તથા મોબાઇલ નંબર સાથે નીચે મુજબના ઇ-મેઇલ ઉપર અથવા વ્હોટસ એપ નંબર પર માહિતી તા.15 – 09 – 2021 સુધીમાં મોકલી આપશોજી.
માહિતી મોકલવા માટે:
ઈમેઈલ info.imsc@gmail.com
વ્હોટસઅપ નંબર: + 91 9974808900
– શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *