રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના રામભાઈ ઓડેદરાની પુત્રી કિંજલ ઓડેદરાને તારીખ ૧૧/૧૨/૨૦૨૧ન રોજ મુંબઈ ખાતે હોટલ તાજ માં સ્પંદન નેશનલ આર્ટ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તરે સમ્માનિત કરવામાં આવ્યા હતા. કિંજલબેન આર્ટ ક્ષેત્રે ઘણા એવોર્ડ અને સન્માનો મેળવી ચુક્યા છે પરંતું આ વખતે કિંજલબેનને કલાના શિક્ષણ ક્ષેત્રે પણ સન્માનિત કરાયા છે. વર્તમાનમાં તેઓ અમદાવાદના ઘાટલોડીયાની આઈ.ડી.પી સ્કુલ ખાતે ક્લા શિક્ષક તરીકે ફરજ બજાવે છે
મુંબઈ ખાતે હોટેલ તાજમાં યોજાયેલ આ એવોર્ડ સમારંભમાં રાજ્યની એકમાત્ર કલા શિક્ષક તરીકે કિંજલ બેનને સન્માન મળ્યું છે ત્યારે સમગ્ર પોરબંદર પંથક અને મહેર જ્ઞાતિ ગૌરવ અનુભવે છે. કિંજલબેન સાથે આ બાબતે વાત કરતા તેઓએ પોતાના પરિવાર,જ્ઞાતિજનો,સ્પંદન નેશનલ આર્ટ સંસ્થા તેમજ આઈ.ડી.પી સ્કૂલ પરિવારનો પણ આભાર માન્યો હતો.
દુરદર્શનના પશ્ચિમ ઝોનના એડી.ડાયરેક્ટર નીરજ અગ્રવાલ, શશાંક જોશી અને અનંત વિકાસના વરદ હસ્તે તેમની ચિત્રકલાની શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત થયો હતો
કિંજલબેન ભારતના જુદા જુદા રાજ્યોમાં વ્યવસાયરૂપે તેમની કલા પ્રદર્શનના વ્યવસાય ઉપરાંત શાળામાં કલા શિક્ષક તરીકેની પણ ફરજ નિભાવે છે. કિંજલબેન જે શાળામાં ફરજ નિભાવે છે તે શાળા આઈ.ડી.પી કેમ્પસ ગુજરાત રાજ્યમાં કળા ક્ષેત્રે બીજો ક્રમ ધરાવે છે
કિંજલબેન કલા ક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે અને કલાક્ષેત્રે નવોદિતોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને તેઓથી બનતી મદદ પણ કરે છે.
– કરણ દિવરાણીયા
No Comments