પેટ નો ખાડો પુરવા બાર વર્ષનો શાહબુદ્દીન છાપાં વહેંચતો.ઉનાળાનો આકરો સ્વભાવ અને, પગમાં પહેરવા ચપ્પલ નહીં એટલે ચીંથરા અને પતંગના દોરા ને સાથી બનાવી પગરખાં હાથે બનાવ્યા.
દરરોજ બસ સ્ટેશન અને રેલ્વે પ્લેટફોર્મ પર પોતાનુ ગુજરાન ચલાવવા ”એ હાલો છાપું છાપું…..” ની બુમાબુમ કરતો.
એક દિવસ રાત્રી ના પોણા દસ વાગ્યે પોતાની ઝુંપડી તરફ ”શાહબુદ્દીન” ના પગ વળતા હતા.ત્યા ખાલી ટ્રેન ના ડબ્બા માંથી કિલકારી નો અવાજ સંભળાયો જોયું તો- ”દિકરી વહાલનો દરિયો” નહીં,પણ ”સાપનો ભારો”.એવા વિચારો ધરાવનાર એક દંપતી પોતાની ચાર વર્ષની દિકરી ને ડબ્બા ના પગથીયા પર સુવડાવી ચાલ્યા ગયેલ.
તેણે જીવતાં માતા પિતા ગુમાવ્યા હતા અને મેં જન્મતાં ગુમાવ્યા હતા. ”બંને સરખાં”
રેલ્વે પ્લેટફોર્મ પર મળેલી ભેંટ શાહબુદ્દીન પોતાના ઘરે લઈ આવે છે અને નામ આપે છે બહેન ”નાઝમિન”
છાપાંના પૈસાની જે બચત પોસ્ટ ઓફિસમાં ”શાહબુદ્દીન” સાચવતો, વર્ષો પછી આ બચત આજે તે બહેન ”નાઝમિન” ના લગ્ન માં વાપરે છે.
– રામ બાપોદરા (રેત)
No Comments