
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તથા શ્રી માલદે રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા તથા શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૩૮મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું
તારીખ ૧૫-૦૪-૨૦૨૨ના ઐતિહાસિક દિવસે પોરબંદરની પાવનભૂમિ પર મહેર જ્ઞાતિના સર્વાંગીક વિકાસના પથદર્શક પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું હતું જે સમસ્ત મહેર સમાજ માટે એક ગૌરવની ઘડી હતી. આજે પૂજ્ય માલદેવ બાપુની ૧૩૮મી જન્મજયંતી નિમિત્તે પૂજ્ય બાપુના સમાજના વિકાસલક્ષી કાર્યોને યાદ કરી હનુમાન ગુફા ચાર રસ્તા, હરીશ ટોકીઝ પાસે પોરબંદર ખાતે આવેલ પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પૂજ્ય બાપુના પૌત્ર રણજીતભાઈ કેશવાલા તથા શાંતાબેન ભરતભાઈ ઓડેદરા તેમજ મહેર જ્ઞાતિના આગેવાનો, વડીલો, કાર્યકર્તા ભાઈઓ બહેનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં પૂજ્ય માલદેવ બાપુની કર્મભૂમિ એવા માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા ખાતે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો સહિત જ્ઞાતિ અગ્રણી અને વડીલો ઉપસ્થિત રહી પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ યુ.કે.થી પૂજ્ય બાપુના ચરણોમાં પુષ્પો અર્પણ કરી પોતાના સંદેશામાં જણાવેલ કે પૂજ્ય બાપુએ કંડોરેલ જ્ઞાતિ વિકાસની કેડીમાં દરેક જ્ઞાતિજનો એક સાથે, એક જૂથ બની જ્ઞાતિ સંગઠન બનાવી જ્ઞાતિના કાર્યોને આગળ ધપાવતા રહેવા આહવાન કરેલ. વિદેશ ખાતે વસતા જ્ઞાતિજનો દ્વારા પણ પોતાના વતનમાં જ્ઞાતિજનોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે મદદરૂપ બની રહ્યા છે અને આગળ પણ બનતા રહેશે. આપણે સૌ એક સાથે એક છત્ર હેઠળ સંગઠિત થઈ કાર્ય કરતા રહેશું એવો વિશ્વાસ વ્યક્ત કરી પૂજ્ય માલદેવ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ તકે શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ તથા માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ માલદેજીભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પૂજ્ય માલદેવ બાપુએ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જ્ઞાતિજનો અને વિદ્યાર્થીઓને રહેવા જમવાની સારી વ્યવસ્થા મળી રહે તેવા શુભ આશયથી ઝુંડાળા ખાતે મહેર વિદ્યાર્થી ભવન તથા જ્ઞાતિ ભવનની સ્થાપના કરી સામાજિક અને શૈક્ષણિક વિકાસની જ્યોત પ્રગટાવી હતી. આ જ્યોત જ્ઞાતિના સામાજિક અને શૈક્ષણિક વિકાસની યાત્રામાં આપણે સૌ જ્ઞાતિજનો સાથે મળીને આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો અને જ્ઞાતિની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ મહેર વિદ્યાર્થી ભવનના વિકાસ અર્થે દરેક જ્ઞાતિજન પોતાના જન્મદિવસ તથા ખુશીના પ્રસંગે ઓછામાં ઓછું ₹૧૦૦૧નું અનુદાન જ્ઞાતિના શૈક્ષણિક વિકાસમાં આપવા અનુરોધ કરેલો. હાલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર વિદ્યાર્થી ભવન તેમજ જ્ઞાતિના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વગર વ્યાજે શૈક્ષણિક લોન આપવાની કામગીરી કરી રહ્યું છે આ કાર્યમાં જ્ઞાતિના લોકો પોતાનો ફાળો આપી પૂજ્ય બાપુએ જોયેલ શિક્ષિત સમાજનું સપનું સાકાર કરવા આપણે સૌએ સહિયારા પ્રયત્ન કરીશું એવો આશાવાદ વ્યકત કરી પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
વિદેશથી પધારેલ પ્રતાપભાઈ કુછડીયા કે જેઓ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની ગ્લોબલ સમિતિના સક્રિય સભ્ય છે અને વિદેશની ધરતી પરથી પણ જ્ઞાતિના શૈક્ષણિક અને સમાજિક વિકાસમાં મદદરૂપ બની રહ્યા છે આ તકે તેઓએ પણ પૂજ્ય માલદે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાનો વ્યક્તવ્યમાં જણાવેલ કે આજે દુનિયા શિક્ષણ ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહી છે ત્યારે આપણો સમાજ પ્રાથમિક શિક્ષણ માટે પણ હજુ પ્રયાસો કરી રહ્યો છે તે ખૂબ જ ગંભીર બાબત છે. જ્ઞાતિના યુવાનો વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ વધે તેમજ માતા પિતા શિક્ષકો પણ આ દિશામાં જાગૃત બને તે આવશ્યક છે અને આપણે પૂજ્ય માલદેવ બાપુની શિક્ષણની જ્યોતને સૂર્યની માફક પ્રકાશિત કરી સમગ્ર સમાજને તેનું જ્ઞાન આપી અજવાળું પાથરવા પ્રયાસો કરવા જોઈએ. શ્રી વિમલજીભાઈ ઓડેદરા અને ભરતભાઈ ઓડેદરા તેમજ વિદેશથી પધારેલ ગજરાજભાઈની કામગીરીને બિરદાવી અને સમાજના સર્વાંગીક વિકાસમાં પોતાનો પૂરતો સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.
પૂજ્ય બાપુની ૧૩૮મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ પુષ્પાંજલિ કાર્યક્રમમાં પૂજ્ય માલદેવબાપુના પરિવારજનોમાંથી શ્રી રણજીતભાઈ કેશવાલા,શ્રીમતી શાંતાબેન ભરતભાઈ ઓડેદરા સાથે ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, ડો.વિરમભાઈ ગોઢાણીયા, પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા, આલાભાઇ ઓડેદરા, નવઘણભાઈ બી.મોઢવાડિયા, નવઘણભાઈ એલ. મોઢવાડિયા તથા માલદેવ રાણા કેશવાલા મહેર સમાજના ઉપપ્રમુખ શ્રી સામતભાઈ ઓડેદરા તથા એભાભાઈ કડછા સાથે મંત્રી પરબતભાઈ ઓડેદરા હાજર રહ્યા હતા તથા બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં શ્રી સામતભાઈ સુંડાવદરા, દેવાભાઈ ભુતીયા,રાયદેભાઈ મોઢવાડિયા, જયેન્દ્રભાઈ ખુંટી,અરજણભાઈ ખીસ્તરીયા, ખીમાભાઈ રાણાવાયા, ખીમાભાઈ બાપોદરા, તેમજ વિરમભાઈ ઓડેદરા હાજર રહ્યા હતા આ તકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ કેશવાલા સાથે જ્ઞાતિ અગ્રણી વડીલો વિદેશથી પધારેલ ગજરાજભાઈ રાણાવાયા, પ્રતાપભાઈ કુછડીયા તેમજ મસરીજીભાઈ ઓડેદરા, વિંજાભાઇ ઓડેદરા, દેવાભાઈ ઓડેદરા, રાણાભાઇ સીડા, નાથાભાઈ ઓડેદરા (પત્રકાર), જે.પી.મોઢવાડિયા, ભીમભાઇ મોઢવાડિયા ભુરાભાઈ કેશવાલા, કેશુભાઈ ખુંટી, કેશુભાઈ વાઘ, નાથાભાઈ ઓડેદરા (લેસ્ટર), પુંજાભાઈ ઓડેદરા, રામભાઈ ઓડેદરા, વિરમભાઈ પરમાર, નિલેશભાઈ ઓડેદરા, રામભાઇ ભરતભાઈ વાઢેર, હમીરભાઇ ખીસ્તરીયા તેમજ મહેર મહિલા મંડળના પ્રમુખ શ્રી દેવીબેન ભૂતિયા ઉપપ્રમુખ માયાબેન ઓડેદરા તથા પૂર્વ પ્રમુખ રેખાબેન આગઠ તથા હીરાબેન ગોરાણીયા તેમજ યુ.કે. પીટરબરોથી શોભાનાબેન રણમલજીભાઈ ઓડેદરા, ઉષાબેન વજુભાઈ ઓડેદરા તથા પ્રફુલાબેન રણમલભાઈ ખૂંટી સહિતના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહી પૂજ્ય માલદેવ બાપુની ૧૩૮મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.









No Comments