
મહેર સમાજ માણાવદર ખાતે તા.26/12/21 રવિવારના રોજ સ્વ.મિલનકુમાર લખુભાઈ વાઢેરની પ્રથમ માસિક પુણ્યતિથી નિમીતે શ્રી રઘુવીર યુવા ગ્રુપ માણાવદર દ્રારા સ્વ.મિલનકુમાર વાઢેરને શ્રધ્ધાંજલી આપવા માટે મેગા રક્તદાન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન મહેર સમાજ માણાવદર ખાતે રાખવામાં આવ્યું હતુ. જેમાં નામાંકિત ડોક્ટરોએ હાજર રહી દર્દીઓને સેવા પુરી પાડી હતી, અને આવા નાનકડા સેન્ટરમાં રઘુવીર યુવા ગ્રુપની મહેનત અને ધગશથી 240 બોટલ રક્ત એકઠું કરવામાં આવેલ હતું અને આ તમામ રક્ત સૌરાષ્ટ્ર વોલન્ટિયર બ્લડ રાજકોટને અર્પણ કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં શ્રી બચુભાઈ આંત્રોલીયા, શ્રી માલદેભાઈ તરખાલા ,શ્રી જેઠાભાઈ પાનેરા,રાજકોટથી શ્રી કરસનભાઈ સુત્રેજા ,શ્રી કાનાભાઈ સુત્રેજા સરપંચ શ્રી સુત્રેજ ,પોરબંદરથી સમાજ અગ્રણી શ્રી રામદેવભાઈ મોઢવાડીયા,લાખણશીભાઈ ગોરાણીયા, જુનાગઢથી રાજુભાઈ ઓડેદરા,રમેશભાઈ ભુતિયા, ધીરુભાઈ દાસા તથા અન્ય જ્ઞાતિ અગ્રણીઓ, આગેવાનો હાજર રહી યુવાનોને પ્રોત્સાહન પુરૂં પાડેલ હતું. આ કાર્યક્રમમાં ડો.ચિંતનભાઈ યાદવસાહેબ, ડો.જીજ્ઞેશભાઈ કરંગીયાસાહેબ તથા ડેન્ટિસ્ટ ડો.આશાબેન પરમારે હાજર રહી પોતાની અમુલ્ય સેવા પુરી પાડી હતી. શ્રી વાઢેર પરિવાર, શ્રી રઘુવીર યુવા ગ્રુપ તથા મહેર સમાજ માણાવદર તરફથી આ કાર્યક્રમમાં રક્તદાતાઓ, કાર્યકર ભાઈઓ અને આ કાર્યમાં સહકાર આપનાર સહુનો આભાર માનવામાં આવે છે.
- રાજુભાઈ ઓડેદરા, જુનાગઢ.

No Comments