
પોરબંદરના દેગામ ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત તેમજ શક્તિ સ્પોર્ટ્સ એન્ડ કલાસીસ સંચાલિત બરડા વિસ્તારના મહેર ભાઈઓ અને બહેનો માટે રાહતદરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટેના વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે
આ તકે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શરૂઆતથી જ તે દિશા તરફનું લક્ષ્ય તેમજ મહેનત કરવાની પુરતી તૈયારી હોવી જોઈએ. ઉપરાંત શક્તિ સ્પોર્ટ્સ એન્ડ કલાસીસના પ્રતિનિધિ રાણાભાઇ ઓડેદરા એ જણાવ્યું હતું કે જ્ઞાતિની સંસ્થા અને જ્ઞાતિના વડીલ આગેવાનો દ્વારા શરુ કરવામાં આવેલ આ વર્ગો બરડા વિસ્તારના મહેર સમાજના વિધાર્થી ભાઈઓ તેમજ બહેનોને ક્લાસ ૩ થી લઈને ક્લાસ ૧/૨ સુધીનું માર્ગદર્શન આપશે. વિધાર્થીઓને ઘર આંગણે સારામાં સારું માર્ગદર્શન તેમજ જ્ઞાન મળી રહે તેવું આયોજન બન્ને સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે
આ વર્ગો શ્રી ચામુંડા માતાજીના મંદિર દેગામ મહેર સમાજ ખાતે શરુ થયેલ છે. પૂજ્ય માલદેવ બાપુના શિક્ષણ ના સપનાને ઉજાગર કરતા આ વર્ગો ખુલ્લા મુકવા સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઉપપ્રમુખ શ્રી નૌઘણભાઈ મોઢવાડિયા, સાજણભાઈ ઓડેદરા તેમજ રાજકોટથી બચુભાઈ આંત્રોલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા
આ ઉપરાંત આ કાર્યક્રમમાં દેગામ મહેર સમાજ તેમજ બરડા સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ ભીમભાઈ ચુંડાવદરા, આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇ ખુંટી, જયેન્દ્રભાઈ ખુંટી, રામભાઈ ઓડેદરા, નાથાભાઈ દિવરાણીયા, હમીરભાઈ ખીસ્તરીયા તેમજ માર્ગદર્શક જગદીશભાઈ કુછડીયા સહીત બહોળી સંખ્યામાં વિધાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ગો તારીખ ૨૧/૦૩/૨૦૨૧થી નિયમિત રીતે ચાલુ થયેલ છે અને દરરોજ બહોળી સંખ્યામાં બરડા વિસ્તારના વિધાર્થીઓ આ વર્ગોનો લાભ લઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી એક સુંદર સપનું જોઈ રહ્યા છે.
અહેવાલ: કરણ દિવરાણીયા

No Comments