સ્વ થી દુઃખના માર્ગે જવું,
સ્વ થી સુખનાં અને ધીરજનાં માર્ગે જવું,
તે આપણે નક્કી કરવાનું હોય છે..
આજનાં આધુનિક જમાનામાં પહેલાં કરતાં સુવિધાઓ વધી છે, પરંતુ દુઃખ અને અશાંતિ ઓછા થવાને બદલે વધી ગયાં છે.આજે આપણે બધાં ટચ સ્ક્રીનનો ઉપયોગ કરતાં થઈ ગયાં છે.એક ટચ કરવાથી જે જોઈએ એ મેળવી શકાય છે.જેનાં ફાયદો તો છે જ પણ સાથે ગેરફાયદાઓ પણ હોય જ છે.આજે આપણે બધાને ઉતાવળે કરવું છે, અધીરાઈ નો રોગ લાગુ પડ્યો છે. દરેક લોકો આંગળીનાં ટેરવે કામ કરતાં થઈ ગયા. અરે! એક ટચ કરો ને જે જોઈએ તે પામો. જેનાં કારણે ધીરજ અને મુલ્યોનું સતત ધોવાણ થતું જોવા મળે છે.
ધીરજ એ ભગવાને આપેલું એક વરદાન છે.આપણાં ધર્મ ગ્રંથો આપણને ઘણું બધું શીખવે છે. જેમ કે રામાયણ. જેમાં મને શબરીની પ્રતીતિ માં ધીરજ દેખાય છે.શબરી જ્યારે પાંચ વર્ષ ના હતા ત્યારે, તેનાં પિતાએ શબરીનાં લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ શબરી ના કહે , પિતાજી મારે લગ્ન નથી કરવાં… પિતાજી એ પૂછ્યું કેમ ? તો, કહે છે કે મારા ગુરુજીએ મને કીધું છે કે જો તું રામ નામનું સ્મરણ કરીશ તો એક દિવસ જરૂર ભગવાન આવશે… વ્હાલાઓ, ઈતિહાસકારો સાક્ષી પૂરે છે કે આમને આમ પાંચ વર્ષની નાની શબરી હવે ૭૦ વર્ષની વૃદ્ધ થઈ ત્યારે ૭૦ વર્ષ બાદ ભગવાન રામ શબરીની ઝુંપડી એ આવે છે..આમ શબરી ની ભક્તિની સાથે સાથે ભગવાન રામને શબરી ની ધીરજ બહું મીઠી લાગી હતી..
“ધન્ય છે ધીરજ ધારે તેને,
બની શકે બેભાન જોને,
પાંડવ જ્યારે વન પરવરિયા,
દુખને દીધાં માન જોને..”
ધીરજથી અર્ણધાર્યા કાર્યો પણ પાર પડે છે. ચોક્ક્સ સમયે, ચોક્કસ મયાદામાં અને ચોક્કસ અપેક્ષા સાથે કરેલ કાર્ય ક્યારેય નિષ્ફળ થતું નથી. ધીરજ રાખવાથી માણસમાં પરિપક્વતા આવે છે માન પણ સચવાય છે. હા, મને પણ ખબર છે કે ધીરજ રાખવી એ કહેવું ધણું સહેલું છે,પણ કરવું ધણું અધરું છે. આપણાં મનમાં આવતાં ઢગલાબંધ વિચારો ને રોકવા અધરા છે. આપણાં વિચારો પર થોડો કાબુ રાખવાની કોશિશ કરીશું. સાચું કહું તો મારાં જીવનમાં મને ધીરજ નું મુલ્ય શું છે એની સાચી સમજ મારા પતિ વિજય એ આપી છે. શ્રેષ્ઠતા પામતાં પહેલાં ધીરજ કેળવવી પડે. અંગ્રેજી માં એક કહેવત છે કે “જે પથ્થર ગબડ્યા જ કરે છે તેની ઉપર લીલ બાઝતી જ નથી.” જે અધિરીયા છે તેને સફળતાં મળતી જ નથી. મુશ્કેલીઓ આપણને વધારે શક્તિશાળી બનાવે છે.આજે કામ નથી થયું તો કાલે થશે, એવું વિચારવાનું જ આપણે ભુલી ગયા છીએ. ધીરજનાં ફળ મીઠાં છે એ તો માત્ર કહેવત જ રહી ગઈ છે. મારાં વ્હાલાઓ પોતાની જાત પર ભરોસો કરો, કોઈનાં કહેવાથી કે બોલવાથી ત્યાંથી ડગો નહીં.જો કોઈ એવી વિકટ પરિસ્થિતિ તમારા જીવનમાં આવી હોય તો પરિસ્થિતિને ધીરજ પૂર્વક પસાર કરી લો પછી એક સુંદર ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું હોય છે.
સતત પોતાના કામમાં વ્યસ્ત રહો,મસ્ત રહો અને જીવનનાં સાચા આનંદનો સ્પર્શ માણતાં રહો…
No Comments