ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીક્સ મંડળ દ્વારા એથલેટીક્સ સ્પર્ધાનું આયોજન નડિયાદ મુકામે તા. ૧૦/૧૨/૨૦૨૨ અને ૧૧/૧૨/૨૦૨૨ યોજાયુ હતું. જેમાં પોરબંદર જીલ્લાના પાચ સ્પર્ધકોએ ભાગ લીધેલ અને અલગ-અલગ વય જુથમાં નંબર મેળવેલ હતો. જેમાં ૮૦ વર્ષથી ઉપરમાં કડછ ગામના જાદવભાઈ સવદાસભાઈ કડછાએ લાંબી કુદમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ. આ ઉપરાંત ૭૫ વર્ષથી ઉપરમાં કડછ ગામના વેજાભાઈ માલદેભાઈ ઓડેદરાએ લાંબી કૂદમાં પ્રથમ અને ગોળા ફેંકમાં દ્રિતીય નંબર મેળવી ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ. ૬૫ વર્ષથી ઉપરમાં કિંદરખેડા ગામના વતની અને અડવાણા હાઇસ્કુલના નિવૃત વ્યાયામ શિક્ષક જે.પી.મોઢવાડિયાએ પણ ઉચી કૂદમાં દ્રિતીય અને વાંસકૂદમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવેલ, જયારે ૬૦ વર્ષથી ઉપરમાં ફટાણા ગામના વતની અને સિક્કા GEB હાઇસ્કુલના નિવૃત વ્યાયામ શિક્ષક કેશુભાઈ વાઘ જે ઉંચીકુદ માં દ્રિતીય અને જેવેલીયનમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત ૩૫ વર્ષથી ઉપરના ગ્રુપમાં સોઢાણા ગામના વતની અને રેલ્વે પોલીસમાં સર્વિસ કરતા ભુરાભાઈ ભીખુભાઈ કારાવદરાએ વાંસકુદ, ઉચીકુદ, અને ચક્રફેંક ત્રણેમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ તમામે પોરબંદર જીલ્લા તથા મહેર જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે. અને ખૂબીની વાત એ છે કે આ સ્પર્ધામાં ૭૦ વર્ષના ગુરુ અને ૩૫ વર્ષના શિષ્ય બંનેએ એકસાથે ભાગ લીધો હતો. આ બધા ખેલાડીઓ નેશનલ રમવા માટે ફેબ્રુઆરી માસમાં પંચકુલા-ચંડીગઢ મુકામે રમવા જવાના છે.
No Comments