
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજીત સાપ્તાહીક મહોત્સવ-ર૦ર૩ અંતર્ગત ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં ૧૩ માર્ચથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાયા હતા. આ ઉપરાંત ખેડૂતોના લાભાર્થે ઉદ્યોગ તથા કૃષિમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વ્યસન મુક્તિ અને અંતિમ દિવસે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે યોજાયેલ મેડિકલ કેમ્પમાં બહોળી સંખ્યમાં લોકોએ લાભ લીધો હતો. આ કથા દરમિયાન રાત્રીના લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમોથી સંસ્કૃતિ ઉજાગર થઇ હતી. રાત્રીના આ કાર્યક્રમોમાં ભીખુદાન ગઢવી, દેવરાજ ગઢવી, કાજલબેન પટેલ, કીર્તિદાન ગઢવી, પ્રખ્યાત કાન-ગોપી આર્ટિસ્ટ ભીમભાઇ ઓડેદરા, રાજભા ગઢવી, શ્યામ ગઢવી, જયદેવ ગોસાઇ,ડેવિન ઓડેદરા, લાખણ સિંહ આંત્રોલિયા, ધીરજ ઓડેદરા જેવા કલાકારોએ રંગ જમાવ્યો હતો. આ સપ્તાહ દરમિયાન ‘મહેર સમાજની વિકાસગાથા’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવેલ. કથાના અંતિમ દિવસે પૂજ્ય ભાઇશ્રી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાના હસ્તે કથામાં સેવા આપનાર ઓડિટ સમિતિ, સ્વાગત સમિતિ, પ્રેસ-મીડિયા સમિતિ, રસોડા સમિતિ વગેરે કાર્યકરોનું અભિવાદન થયું હતું. તેમજ સર્વે સમાજના આગેવાનોને આમંત્રણ આપી તેમનું પણ ભાઇશ્રીના હસ્તે અભિવાદન થયું હતું. આ ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમમાં તન, મન,ધન થી કોઈ પણ પ્રકારે સેવા આપનાર કાર્યકરો અને વિવિધ સમિતિના હોદેદારો સભ્યોનું પણ વિવિધ પ્રકારે સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કથાના આયોજન માટે દાતાઓનો અનેરો અનુદાનનો સાથ મળ્યો છે. કથાનો ખર્ચ બાદ કરતા જે રકમ વધી છે જેનો શૈક્ષણિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું. આ ભગવતકાર્યમાં અનેક લોકોએ ઉદાર આર્થિક અનુદાન આપ્યું હતું, તો કોઈએ જેવી જેની સમય-શક્તિ પ્રમાણે દાન આપ્યું હતું. સંજયભાઈ લખધીરભાઈ ઓડેદરા ( ગાત્રાળ ફૂલ, છાંયા) એ આ સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક ફૂલોની સેવા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરા, ઉપપ્રમુખો સર્વ શ્રી બચુભાઇ આંત્રોલિયા, આલાભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ બી.મોઢવાડીયા, અરજનભાઈ બાપોદરા, કારાભાઈ કેશવાલા, નવઘણભાઈ એલ.મોઢવાડીયા, જીતેન્દ્રભાઈ વદર વગેરેના જોરદાર સંકલન અને જહેમતને કારણે સમગ્ર કાર્યક્રમને અદ્ભુત સફળતા મળી હતી. સમાજમાં ધર્મ પ્રેમ ભાવના વધે સાથે સાથે આપણા પંથકના સૌ સમાજો વચ્ચે ભાઈચારા અને સૌહાર્દની ભાવનાનો વિકાસ થાય તેમજ આપણે બધા સાથે મળી આપણા વિસ્તારનો વિકાસ કરી શકીએ એ પણ આ ભાગવત સપ્તાહ પાછળનો એક મહત્વનો ઉદેશ્ય હતો અને જે રીતે સર્વે સમાજોએ સહકાર આપ્યો, દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા એ રીતે જોતા આ ઉદેશ્ય સફળ રહેવા પામ્યો હતો.
વિવિધ કામગીરી સંભાળનાર ટીમની યાદી:
મુખ્ય આયોજન સમિતિ: વિમલજીભાઈ ઓડેદરા,બચુભાઇ આંત્રોલિયા, કારાભાઈ કેશવાલા, આલાભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ બી.મોઢવાડીયા, અરજનભાઈ બાપોદરા, અશોકજી ઓડેદરા
મંડપ વ્યવસ્થા: આલાભાઈ ઓડેદરા, ભોજાભાઈ આગઠ, પરબતભાઈ કેશવાલા, અરજનભાઈ કેશવાલા, જીતેશભાઈ ભુતિયા, દેવાંગભાઈ મોઢવાડીયા, જયેશભાઈ ભુતિયા, અનીલભાઈ ઓડેદરા, રામભાઈ રણમલભાઈ ઓડેદરા, હરીશભાઈ સુંડાવદરા
જમણવાર સમિતિ: અરજનભાઈ ખિસ્તરીયા, લાખાભાઈ કેશવાલા, સાજણભાઈ ઓડેદરા, અરજનભાઈ ખુંટી, નીલેશભાઈ પરમાર, પરબતભાઈ ઓડેદરા, દેવાભાઈ ઓડેદરા, લક્ષ્મણભાઈ કાનાભાઈ ઓડેદરા, રાજુભાઈ કુછડીયા, રામભાઈ ઓડેદરા
પોથી વિતરણ સમિતિ: કારાભાઈ કેશવાલા, નવઘણભાઈ બી.મોઢવાડીયા, અરજનભાઈ બાપોદરા
ફંડ કલેક્શન સમિતિ: વિમલજીભાઈ ઓડેદરા,બચુભાઇ આંત્રોલિયા, લાખાભાઈ કેશવાલા,અરજનભાઈ બાપોદરા
એકાઉન્ટ સમિતિ: રાયદેભાઈ મોઢવાડિયા, દેવાભાઈ ઓડેદરા, ખીમાભાઈ રાણાવાયા, દેવાભાઈ ભુતિયા,બાબુભાઈ કારાવદરા, રામભાઈ કેશવાલા, પુંજાભાઈ ઓડેદરા, પોપટભાઈ કારાવદરા, કેશુભાઈ વાઘ, કેશુભાઈ ખુંટી, જે.પી.મોઢવાડિયા,પૃથ્વીપાલ વિસાણા
શોભાયાત્રા-રાસ સમિતિ: રાણાભાઇ સીડા, ભીજાભાઈ આગઠ, નિલેશભાઈ પરમાર, જીતેશભાઈ ભુતિયા
પાર્કિંગ વ્યવસ્થા: પોપટભાઈ કારાવદરા, માલદેભાઈ પરમાર
પ્રેસ મીડિયા: આલાભાઈ ઓડેદરા, ગાંગાભાઇ સરમા, પોપટભાઈ ખૂંટી, હમીરભાઈ ખીસ્તરીયા,અશોકજી ઓડેદરા
સ્વાગત અને પાસ વિતરણ: હમીરભાઈ ખીસ્તરીયા, જયેન્દ્રભાઈ ખુંટી, નવઘણભાઈ બી.મોઢવાડીયા
પૂજા અને ઉત્સવ વ્યવસ્થા: દેવીબેન ભુતિયા તથા સમગ્ર મહિલા મંડળ
કૃષિ તથા મેળા વ્યવસ્થા: સાજણભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા,હિતેશભાઈ મોઢવાડિયા,અરજનભાઈ કેશવાલા, જખરાભાઈ કડછા, જયેશભાઈ બાપોદરા, કેશુભાઈ ભોગેસરા, પરબતભાઈ ગરેજા, જેઠાભાઈ મોઢવાડિયા
મેડીકલ કેમ્પ: રાજકોટની નામાંકિત સ્ટર્લીંગ હોસ્પીટલના ડોકટરો સર્વે શ્રી ડો. રૂપેશ મહેતા, ડો. મયંક વેકરીયા, ડો.વન રીશીકેશ કાલરીયા, ડો.તેજસ કરંગીયા, ડો.પ્રશાંત વણઝર, ડો.રવિ ભોજાણી, ડો.કૃતાર્થ કાંજીયા, ડો.પ્રશાંત દુધાગરા, ડો.રાજેશ રામ, ડો.ક્રિશ્ના મોરી વગેરે સુપર સ્પેશયાલીસ્ટ ડોકટરો અને તેમની ટીમ
માર્કેટિંગ સમિતિ: નવઘણભાઈ બી.મોઢવાડીયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરીયા,જીતેન્દ્રભાઈ વદર, મલ્હાર દવે, લીલાભાઈ કડછા, જયશ્રીબેન ગરેજા
હોસ્ટેલ ગૃપ: રામભાઈ ઓડેદરા અને વિદ્યાર્થીઓની ટીમ
ઓફીસ સ્ટાફ: મેહુલ થાનકી, ભરતભાઈ ઓડેદરા, પારસભાઈ ખુંટી
- ગાંગાભાઇ સરમા




No Comments