“જીપીએસસી/યુપીએસી પરીક્ષા પાસ કરવા શું કરવું?” આજે અનેક  વિધ્યાર્થીઓને કદાચ આ પ્રશ્નનો થતો  હશે. કોઈ પણ પરીક્ષાને પાસ કરવા માટે સચોટ માર્ગદર્શન જરૂરી છે, આ ઉપરાંત એક ચોક્કસ રણનીતિની પણ જરૂર પડતી હોય છે. માર્કેટમાં એવો ભ્રામક પ્રચાર કરવામાં  આવે છે કે તમારે પરીક્ષા ટૂંક સમયમાં પાસ કરવી હોય તો ફલાણા ફલાણા  કોચિંગ ક્લાસ  સાથે જોડાવો અને જવલંત સફળતા મેળવો. આ સંસ્થાઓની આવી જાહેરાત ટેલિવિજન માં બતાવવામાં આવતી બર્ગરની જાહેરાત અને એજ બર્ગરને તમે ખરેખર જોવો તો તમને જે જોવા મળે એના જેવો છે. બાકી ઘરે સ્વમેળે  પણ GPSC/UPSC ક્લિયર કરી શકાય છે.

GPSC/UPSC  ક્લિયર કરવા માટે નીચે પ્રમાણે આપેલા સૂચનો પ્રમાણે ચાલશો તો મૂંઝવાયા વગર તમને સફળતા મળશે.

(૧) અભ્યાસક્રમ- દરેક પરીક્ષાનો એક ચોક્કસ અભ્યાસક્રમ એટલે કે સિલેબસ હોય છે. તેને સારી રીતે સમજવો એ કદાચ યાત્રાનો પ્રાંરંભ કરવો તેવું ગણી શકાય. જાહેર પરીક્ષામાં શું વાંચવું એના કરતાં શું ના વાંચવું એ પણ મહત્વનુ છે. સિલેબસને વળગી રહેવું એ પરીક્ષા માટે કારગર સિદ્ધ થઈ શકે છે.

(2) અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રોની પ્રેક્ટીસ:  દરેક exam ને સમજવા માટે અગાઉ પૂછાએલા પ્રશ્નોની પણ મદદ લઈ શકાય. જેથી કરીને હાલમાં પૂછાતા પ્રશ્નોનો trend સમજી શકાય અને પરિક્ષાની તૈયારીઓને આગળ ધપાવી શકાય.

Practice Mock Test – જે રીતે cricketers મેચ રમતા પેહલા તેના માટેની Net Practice કરતાં હોય છે તેજ રીતે પરીક્ષા આપતા પહેલા તૈયારી ને ચકાસવા માટે mock test પણ આપી શકાય જેથી કરીને કયા વિષયમાં હજુ મેહનતની જરૂર છે તે જાણી શકાય. અને તે વિષય ઉપર પૂરતું ધ્યાન આપીને એ subject પર સારી એવી પકડ મેળવી શકાય.  કોઈએ સરસ statement આપ્યું છે કે practice makes man perfect. જેટલી વધારે પ્રેક્ટિસ કરીશું એટલીજ સફળતાની નજીક પહોચીશું.

(૩) સાંપ્રત પ્રવાહો:- હાલની પરીક્ષાઓમાં  જે પ્રશ્નો પૂછાય છે તે કાઇકને કાઇક રીતે પ્રવર્તમાન સમયમાં ચાલી રહેલા મુદ્દાને સાંકળી લઈને પૂછાતા હોય છે. તો એને ધ્યાનમાં રાખીને કહી શકાય કે વિધ્યાર્થીઑને વર્તમાનમાં દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે તેના વિષે પણ માહિતગાર હોવું જરૂરી છે.

(૪) સખત મહેનત: મહેનત વગર કઈ મળતું નથી. મનુષ્યના મનમાં ગજબની ક્ષમતા છે. એ સપના પુરા કરી શકે છે. પણ એ માટે કઠોર પરિશ્રમ આવશ્યક છે.

આટલી વિગતોને ધ્યાનમાં રાખીને વિધ્યાર્થી મિત્રોએ GPSC/UPSC પરીક્ષા તૈયારી કરે તો તેઓ ચોક્કસ સફળતા મેળવી શકે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *