પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ)ના મુળ વતની અને હાલ પોરબંદર ખાતે રહેતા તેમજ પોરબંદર તાલુકાની સરકારી ટુકડા ગોસા પ્રાથમિક શાળાના Htat આચાર્યશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી અને પોરબંદર જિલ્લા મુખ્ય શિક્ષક એચ ટાટ સંઘના પ્રમુખશ્રી ઓડેદરા મુરુભાઈ સાજણભાઈ ની બંને પુત્રીઓ હીર મુરુભાઈ ઓડેદરા અને પ્રીત મુરુભાઈ ઓડેદરાએ ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત બેડમિન્ટન ઇવેન્ટમાં પોરબંદર જિલ્લા કક્ષાએ અંડર ૧૨ અને અંદર ૧૪ માં બંને દીકરીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બંનેએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે

અત્રે એ યાદ આપવું ઘટે કે મુરૂભાઈ ઓડેદરાની બંને પુત્રીઓ હીર મુરુભાઈ ઓડેદરા અને પ્રીત મુરુભાઈ ઓડેદરા રમત ગમત પરત્વે ભારે રુચિ ધરાવે છે. તેઓ દર વર્ષે ઈન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યોજાતી મહેર સમાજની નવરાત્રી મહોત્સવ માં પણ દર વર્ષે રાસ ગરબામાં અગ્રક્રમ પ્રાપ્ત કરે છે.

બેડમિન્ટન ઇવેન્ટમાં પણ પોરબંદર જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવ્યા બાદ ઝોન કક્ષાએ અને બરોડા ખાતે વાઘોડિયા સ્પોર્ટ સંકુલ માં તા .૧૮/૦૪/૨૫ થી ૨૭/૦૪/૨૫ સુધી યોજાયેલ રાજ્ય કક્ષાની બેડમિન્ટન ઇવેન્ટમાં ખૂબ જ શ્રેષ્ઠતમ પ્રદર્શન કરી ગોસા(ઘેડ) ગામ, ટુકડા ગોસા પ્રાથમિક શાળા,કેન્દ્રીય વિદ્યાલય પોરબંદર અને પોરબંદર જિલ્લાનું તેમજ મહેર જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે તે બદલ બંને દીકરીઓને સમસ્ત મહેર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

જયારે હીર ઓડેદરાએ કેન્દ્રીય વિદ્યાલયની ઓલ ઇન્ડીયા sports meet ૨૦૨૫ શાળા કક્ષાએ પ્રથમ, ક્લસ્ટર કક્ષાએ પ્રથમ, રિજનલ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સુરત ખાતે અંદર ૧૪ બેડમિન્ટન ગર્લ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે.

– વિરમભાઈ કે. આગઠ (ગોસા)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *