
આપણા મહેર સમાજના અનેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો કેનેડા ખાતે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ હાલના સમયમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો તંગ બનતા તેમજ હાલ કેનેડા ખાતે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓને સતર્ક અને સલામત રહેવા જણાવવામાં આવ્યું છે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં નીચે દર્શાવેલ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવા જણાવવામાં આવે છે.
(1) હાલ ભારત સરકાર દ્વારા મદદ નામનું પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે જેમાં કેનેડા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ પોર્ટલ પર જઈ પોતાનો રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી આપાત સમયે યોગ્ય મદદ મળી રહે તેમજ ભારતીય એમ્બેસીના સંપર્કમાં રહેવું.
(2) હાલના સમયમાં ગેરવ્યાજબી મેળાવડાથી દૂર રહેવું તેમ જ દિવસ દરમિયાન આપની કામગીરી પૂર્ણ કરવી.મોડી સાંજે કે રાત્રે બહાર જવું નહીં.
(3) અફવાઓથી દૂર રહેવું તેમ જ કોઈ અપ્રિય ઘટના બને અથવા કોઈ આપત્તિ જેવું જણાય ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
આમ છતાં આપણી જ્ઞાતિના અનેક લોકો વર્ષોથી કેનેડા ખાતે સ્થાયી થયેલ છે તેમનો સંપર્ક પણ આપ કરી શકો છો તથા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના કેનેડા સ્થિત નીચે મુજબના પ્રતિનિધિઓનો આપ સંપર્ક કરી શકો છો.
જેમાં ટોરોન્ટો માટે ડો બાલુભાઈ ઓડેદરા (+1 905 483 5196) અને શ્રી ભરતભાઈ કારાવદરા (+1 647 376 6413) તેમજ કાલગીરી માટે શ્રી મુરુભાઈ કારાવદરા (+1 403 971 0132) અને શ્રી રણજીતભાઈ કેશવાલા(+1 587 832 4077) નો સંપર્ક પણ કરી શકો છો.

No Comments