શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા તા.11-07-2021ને રવિવારના રોજ ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ છેલ્લા વીસ વર્ષોથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં શૈક્ષણિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાઅં કાર્યરત છે.
આજના કારકિર્દી ઘડતરના યુગમાં દરેક વિદ્યાર્થીને તેમના ભાવી કારકિર્દી પસંદગી બાબતે ખુબ જ મુંઝવણ અનુભવતા હોય છે. સાથે તેમના માતા પિતા પણ પોતાના સંતાનોના ઉજવળ ભાવી અંગે ચિંતાતુર હોય છે. ત્યારે ધોરણ 10 પછી અનેક અભ્યાસક્રમો માંથી ક્યાં અભ્યાસક્રમ પ્રવેશ મેળવી ભાવી કારકિર્દીનું ઘડતર કરવું તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ઓનલાઈન શૈક્ષણિક સેમિનારનું આયોજન કરેલ આ સેમિનારમાં તજજ્ઞ માર્ગદર્શક તરીકે ડો. દિલીપભાઈ ઓડેદરા -ગાંધીનગર, ડૉ. રાજીબેન એલ. કડછા-રાજકોટ, શ્રી રાજેશભાઈ કડછા-રાજકોટ તથા શ્રી કિંજલબેન ઓડેદરા-અમદાવાદ થી જોડાઈ વિદ્યાર્થીઓ અને વાલીને જરુરી માર્ગદર્શન પૂરું પાડેલ હતુ.
દ્રઢ ઈચ્છા શકિત અને જે તે અભ્યાસક્રમ બાબતે વિદ્યાર્થીઓના માનસિક જોડાણ એ ભાવી કારકિર્દીના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. સાથે મોટાભાગે વિદ્યાર્થીઓ ઘરથી દૂર અભ્યાસાર્થે જવા અજાણ્યા ડર અનુભવતા હોય છે. તેમજ પુરતી જાણકારીના અભાવે પોતાના મિત્રો એ પસંદ કરેલા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લે હોય છે. જે તેમની ભાવી કારકિર્દી માટે યોગ્ય ન હોય શકે.
આમ, ઉપરોક્ત પ્રશ્નોના બાબતે તજજ્ઞ માર્ગદર્શક શ્રીઓ દ્વારા આઈ.ટી.આઈ, ડિપ્લોમા એન્જીનીયરીંગ, ધોરણ 11 ( સાયન્સ, કોમર્સ અને આર્ટસ) તથા ફાઈન આર્ટસ જેવા વિષયો પર સચોટ અને તલસ્પર્શી માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ. આ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રીઓ સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, આલાભાઈ ઓડેદરા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, અમદાવાદ મહેર સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી અરજનભાઈ કડેગીયા, રાજકોટથી ડો. વસ્તાભાઈ મોઢવાડિયા, મહેર ફાઉન્ડેશન યુકે થી જયમલભાઈ ઓડેદરા, યુ.એસ.એ.થી રામભાઈ સીસોદીયા, મહેર શકિત સેના ના પ્રવકતા શ્રી રાણાભાઈ ઓડેદરા, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડિયા, ઘેડ વિકાસ સમિતિના પ્રમુખશ્રી લીલાભાઈ પરમાર સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ માતાપિતા અને વાલીઓ જોડાયા હતા. આ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું સંચાલન વિરમભાઈ પરમાર દ્વાર કરવામાં આવેલ હતુ.
(ARTICLE SOURCE: IMSC OFFICE)
No Comments