
article by imsc office
બારગામ શ્રી ખારવા સમાજના પંચાયત મંદિર( મઢી) ખાતે નવનિયુકત વાણોટશ્રી અને ઉપપ્રમુખશ્રીનું પુષ્પ અને અભિનંદનપત્રથી અભિવાદન કરાયું. વાણોટ તરીકે માનનિય શ્રી પવનભાઈ જશુભાઈ શિયાળ અને ઉપપ્રમુખ તરીકે માનનિય શ્રી વિનોદભાઈ કાનાભાઈ બાદરશાહી, બન્ને યુવાનોની નિમણૂંક થઇ છે, આ બંને યુવાન હોદ્દેદાર તેમજ પંચ પટેલશ્રીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ખારવા સમાજની સંસ્થા તેમની વરસો જુની પરંપરા મુજબ લોકશાહી ઢબે તેમના વાણોટની નિયૂકતિ થતી હોય છે. આ સંસ્થા સાગર ખેડુ ખારવા સમાજના ઉત્કર્ષ અને સમાજ સુધારણાનું કાર્ય કરે છે. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે શ્રી ખારવા સમાજના પંચાયત મંદિર (મઢી) ખાતે રુબરુ મુલાકાત લઇ બન્ને નવ યુવાનોને શુભકામનાઓ પાઠવી બન્ને સમાજો એકબીજાને વધુમાં વધુ મદદરુપ કેમ બને તે બાબતે ચર્ચાઓ થઈ.
પોરબંદર જિલ્લામાં મોટી વસ્તી ધરાવતા મહેર સમાજ અને ખારવા સમાજ છે. આ બન્ને સમાજની સર્વોચ્ચ સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે મુલાકાત થઈ. મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપ પ્રમુખો શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ બી. મોઢવાડીયા અને શ્રી લાખાભાઈ કેશવાલા ઉપસ્થિત રહયા હતા. જેમાં નવઘણભાઈએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતું કે આપણી પર સમાજે વિશ્વાસ મુકયો છે તે સાર્થક કરી બતાવવો જોઈએ. સાગર પુત્રો અને ધરતી પુત્રો સાથે મળી સહકારથી પોરબંદરને નવી ઓળખ અપાવશે. વધુમાં નવઘણભાઇએ જણાવ્યું હતુ કે આપણા પોરબંદરનાં તમામ સમાજના શ્રેષ્ઠીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓનું સ્નેહમિલન પણ ટુંક સમયમાં ગોઠવશું. તમામ સમાજો સાથે મળી દરેક સમાજ અને દરેક વ્યકિતનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થાય તે દિશામાં કામ કરીશું. મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ યુ.કે.થી પોતાનો ડીઝીટલ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ સાથે મહેર સુપ્રિમ કાઉન્સિલની વિવિધ પાંખોના પ્રમુખશ્રીઓએ હાજરી આપી વાણોટ અને ઉપપ્રમુખને પુષ્પહાર કરી અને શુભકામનાઓ પાઠવી હતી. જેમાં સાંસ્કૃતિક સમિતિના પ્રમુખ શ્રી રાણાભાઈ સીડા, નવરાત્રી સમિતિના અધયક્ષ શ્રી અરજનભાઈ ખીસ્તરીયા, વ્યસન વિમૂકિતના પ્રણેતા શ્રી મુરુભાઈ સીડા, સમુહ લગ્ન સમિતિના રામભાઈ, યુવા કાઉન્સિલ પ્રમુખ શ્રી હમીરભાઈ ખીસ્તરીયા, આર્ટ સમિતિના પ્રમુખ શ્રી કરશનભાઈ ઓડેદરા, ઓફીસ સહાયક ભરતભાઈ સહિત સૌએ પુષ્પ આપી શુભકામનાઓ પાઠવી. બન્ને સમાજોનો પરિચય અને મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા અને સભ્યોનો પરિચય પોપટભાઈ ખુંટીએ આપ્યો હતો.

No Comments