
તા: 10-8-2021 મંગળવારના રોજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ, મધુરમ, જૂનાગઢ ખાતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની મિટિંગનું આયોજન થયું હતું. IMSCનાં ઉપપ્રમુખ શ્રી આલાભાઈ ઓડેદરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં IMSCના સ્થાપક પ્રમુખ માન. શ્રી ડૉ. વિરમભાઈ ગોઢાણીયા, IMSCનાં પ્રમુખ માન. શ્રી વિમલજીભાઈ ઓડેદરા, IMSCનાં ઉપપ્રમુખશ્રીઓ માન. શ્રી બચુભાઈ આંત્રોલીયા, શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ મોઢવાડીયા, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ જૂનાગઢનાં પ્રમુખશ્રી પૂંજાભાઈ સુત્રેજા, ટ્રસ્ટીશ્રીઓ શ્રી મુળુભાઈ ઓડેદરા, ડૉ.શ્રી જયેશભાઈ ઓડેદરા, શ્રી મનુભાઈ ખુંટી, શ્રી રાજુભાઈ કુછડીયા, IMSC સિટી કાઉન્સિલ જૂનાગઢનાં પ્રમુખશ્રી રાજુભાઈ રાતીયા, મહેર સમાજ ભવન ભવનાથનાં પ્રમુખશ્રી રણમલભાઈ દાસા, શ્રી મહેર કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી શ્રી તારાબેન ખુંટી સહિત જૂનાગઢ શહેરનાં અગ્રણી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં IMSCનાં અગ્રણીઓ દ્વારા IMSC જૂનાગઢ અંતર્ગત આરોગ્ય સેવા સમિતિ, શિક્ષણ સમિતિ તથા મહિલા મંડળની રચના કરવામાં આવી હતી. જેનાં નવનિયુક્ત સદસ્યશ્રીઓની યાદી નીચે આપેલી છે. કાર્યક્રમ દરમિયાન ધંધુસરનાં સરપંચશ્રી અરજણભાઈ દિવરાણીયાએ માન. શ્રી ડો. વિરમભાઈ તથા શ્રી વિમલજીભાઈને રામાયણ ગ્રંથ અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું. ડો. જયેશભાઈ ઓડેદરાએ આરોગ્ય સેવા સમિતિની કામગીરી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શ્રી તારાબેન ખૂંટીએ શિક્ષણ વિષયક ભાવિ યોજનાઓ વિષયે માર્ગદર્શક ચર્ચા કરી હતી. આ તકે માન. શ્રી વિમલજીભાઈએ નવનિર્મિત સમિતીઓનાં સદસ્યોને અભિનંદન પાઠવીને માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું. તથા ડો. શ્રી વિરમભાઈએ નવનિર્મિત સમિતીઓનાં સદસ્યોને અભિનંદન પાઠવીને પ્રેરક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનાં અંતે શ્રી આલાભાઈ ઓડેદરાએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમ બાદ શ્રી મહેર કન્યા છાત્રાલય, જૂનાગઢ ખાતે સંસ્થા દ્વારા સુંદર મજાનાં કાર્યક્રમનું આયોજન કરાયેલું હતું, જેમાં સૌ મહાનુભાવોએ ઉપસ્થિત રહી સંસ્થામાં અભ્યાસ કરતી દિકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં દીકરીઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત, પ્રાર્થના, સ્વરચિત કાવ્ય રચનાનું પઠન અને પ્રવચન જેવા કાર્યક્રમો યોજાયા હતા તથા શ્રી વી.એમ.રાતિયા કન્યા છાત્રાલયનાં સંચાલક શ્રી નેભાભાઈ ઓડેદરાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો તેમજ સ્વ. કે.જી.ચૌહાણ કન્યા વિદ્યાલયનાં આચાર્ય શ્રી રમાબેન બાપોદરાએ સંસ્થા અંતર્ગતની શૈક્ષણિક પ્રવૃત્તિ અને પ્રગતિ વિષયક માહિતી આપી હતી. આ તકે મહાનુભાવોએ પ્રેરક પ્રવચનો દ્વારા દીકરીઓનું માર્ગદર્શન કરી ઉત્સાહ વધાર્યો હતો.
બપોર બાદ સર્વે મહાનુભાવોએ શ્રી મહેર સમાજ ભુવન ભવનાથની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંસ્થાનાં કાર્યકર્તાઓ દ્વારા પધારેલા મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરાયું હતું તેમજ સંસ્થાનાં પ્રમુખશ્રી રણમલભાઈ દાસા તથા ટ્રસ્ટીશ્રી આલાભાઈ ઓડેદરા તથા પૂંજાભાઈ સુત્રેજા દ્વારા સંસ્થા વિશે માહિતી આપી હતી તથા સંસ્થાનાં વિકાસ સંબંધે મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી.
નવનિર્મિત સમિતિઓનાં સદસ્યશ્રીઓની યાદી :
આરોગ્ય સેવા સમિતિ : જૂનાગઢ
(1) ડૉ. જયેશભાઇ ઓડેદરા
(2)ડૉ. ભીમભાઇ ઓડેદરા
(3)ડૉ. ધવલભાઈ ઓડેદરા
(4)ડૉ. રાંભીબેન ઓડેદરા
(5)ડૉ. ધવલભાઈ ચૌહાણ
(6)ડૉ. માલદેવભાઈ ઓડેદરા
(7)ડૉ. કરણભાઇ ઓડેદરા
(8) ડૉ. પાયલબેન આગઠ
(9)ડૉ. વાણીબેન ઓડેદરા
(10)ડૉ. હિરેનભાઈ ઓડેદરા
(11) ડૉ. પ્રિતેશભાઇ ઓડેદરા
(12)શ્રી રામભાઈ બાપોદરા -8487831311
(13) શ્રી મનીષભાઈ ગરેજા -94262 44035
(14)શ્રી અરજણભાઈ દીવરાણીયા -99796 41177
(15)શ્રી લીલાભાઇ પરમાર -98259 37074
(16)શ્રી જયદીપભાઈ ઓડેદરા-9898751528
(17)શ્રી સવદાસભાઈ પરમાર -99093 14481
(18)શ્રી લખુભાઈ પરમાર -99792 88400
(19) શ્રી ભરતભાઈ ઓડેદરા -99780 37464
(20)શ્રી બાલુભાઈ પરમાર -80739 00434
શિક્ષણ સમિતિ :જૂનાગઢ
(1)શ્રી રાજુભાઈ ઓડેદરા (કોઓર્ડિનેટર) 94274 25975,79842 92252
(2)શ્રી રામભાઈ બાપોદરા- 8487831311
(3)શ્રી નેભાભાઇ ઓડેદરા -99095 40435
(4)શ્રી ધીરુભાઈ દાસા-9081540418
(5)શ્રી જેતાભાઇ દીવરાણીયા.(M.A., B.Ed.,M.Phil.,PH.D.)97257 67665
(6)શ્રી ભરતભાઈ બાપોદરા -98252 10346
(7)શ્રી અશોકભાઈ મોઢવાડીયા-94090 58991
(8)શ્રી દિલિપભાઈ કુછડીયા -98240 18413
(9)શ્રી હાજાભાઇ કેશવાલા -98248 34032
(10)શ્રી ચિરાગભાઈ ઓડેદરા-94085 82084
(11)શ્રી ખ્યાતિબેન સિંધલ -70162 30549, 96014 64306
મહિલા મંડળ-જૂનાગઢ
(1)શ્રી તારાબેન ખુંટી -98790 08858/70161 86596
(2)શ્રી રમાબેન ઓડેદરા -98251 10573
(3)શ્રી સોનલબેન દાસા -98256 11314
(4)શ્રી પૂજાબેન બાપોદરા -99250 57947
(5)શ્રી શોભનાબેન કુછડીયા -81286 56080
(6)શ્રી ભાવનાબેન ઓડેદરા -94274 96886
(7)શ્રી રંભાબેન દાસા -70161 41260
(8)શ્રી નીતાબેન દાસા -97267 92138
(9)શ્રી ગીતાબેન મોઢવાડીયા -99250 88355
(10)શ્રી લીરીબેન કડછા -98245 92372
(આર્ટીકલ સોર્સ: IMSC ઓફીસ)

No Comments