અત્યાર ના યુગમાં એજ્યુકેશન,નવા સંશોધન, આરામદાયક જીંદગી અને ઉપરથી દૂર સંચાર ના સાધનો ના રસ ના ઘૂંટડા પીવડાવવાથી બાળકો મા બાળપણથી જ ઓછી સહનશક્તિ, દેખા-દેખી,બિન જરુરી ગુસ્સો,અસંતોષ,અહંકાર ના બીજ રોપાયા છે એના ફળ સ્વરુપ આજના સમાજ ની સમસ્યા એટલે “છૂટાછેડા”
આજના સમયમાં દિકરીના માં-બાપની અપેક્ષાઓ જેવી કે સારુ મકાન, જમીન(ખેતી કામ ન કરવાની શરતે), સારી જોબ કે સારી કમાણી,બિઝનેસ જેવી બાબતો જોતા હોય છે.પણ, કયારેય સામેવાળી વ્યક્તિની આવડત, બુદ્ધિ ક્ષમતા, સમજશક્તિ, સહનશક્તિ જેવા ગુણો પર નજર કરી ખરી?
કદાચ “ના” એટલે જટપટ સારુ ઠેકાણું સમજીને સગાઈ પર સહમત થઈઅે છે. પછી સગાઈથી લગ્ન સુધીનુ વાતાવરણ એટલે ગાઢ પ્રેમ. અઠવાડિયાના બધા જ વાર એમને મન હૉલી ડે (રવિવાર ) જેવા જ હોય છે. છોકરી ને મન છોકરો કાંઈ રાજકુમાર કે હીરો થી કમ ન હોય અને છોકરા ને મન છોકરી રાજકુમારી કે હીરોઈન થી કમ ન હોય. રોજ વાતો કરવી, ફરવા જવુ,ખાવું-પીવુ, ફિલ્મ જોવા જવુ અને અને તારે મોજ…આવી કન્ડિશન મા એટલો તે વિશ્વાસ આવી જાય છે કે બંન્ને ના પરીવારમા કોઈને કાંઈ ખામી કે દુર્ગુણ દેખાતો નથી.(કદાચ છોકરો દારુ પીતો હોય તોય કોઈ કહે તો કે ના રે ના એતો રાત દિવસ કામ કરે છે કામ…મારી દિકરી નુ આવુ ઠેકાણું તમારાથી જોવાતું નથી એટલે ખોટી વાતુ કરો છો, અમને વિશ્વવાસ છે) આ પછી નો સમય એટલે લગન…
વાત હવે શરૂઆત થાય છે…જોકે બંન્ને યુગલ નો પ્રેમ જળવાઈ રહે છે. પણ સાથે સાથે છોકરી માટે તો જાણે નવો અવતાર. (નવુ ઘર, નવા સભ્યો, નવા રીત-રીવાજો, રહેણીકરણી, નવા હાલચાલ,પહેરવેશ) આ અરસામાં જો પીયરમાથી પહેલા ના જમાનામાં કહેતા કે દિકરી હવે તારું ઘર એટલે “સાસરીયુ”, સુખ-દુઃખ આવે સંપીને રહેજે.એવુ કહે,તો સારુ બાકી ખુલ્લા ઓફર સાથે આવી હોય કે કોઈ કાંઈ ક્યે તો નમતુ આપતી નહિં, કોઈથી બીવાનું નહિં, કોઈથી દબાવુ નહિં, કોઇ કાંઈ કહે તો ટેન્શન ના લે જે ડાયરેક્ટ ફોન કરજે આ તારા બાપનું જ ઘર છે મુંજાતી નહિ…એટલે પુરુ…’કન્ડિશન આઉટ ઓફ કંટ્રોલ’…
આવામા ઘરના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એટલે સાસુ અને નણંદ.આ બંન્ને નવી આવેલી વહુ અજાણ્યા ઘર મા આવી છે તેને સેટ થતા વાર લાગે એ ભુલી ને એના પર એટલી નજર રાખે છે કે એ કેવી રીતે હાલે-ચાલે છે, આ કપડા આવા છે તેવા છે,તારે આવા કપડાં પહેરવા જોઈએ, કામ કરવાની ઢબ(સ્પીડ હોય તો સારુ બાકી તો કહે કે વેવલી છે), રસોઈ-પાણી મોળા-મીઠું કરે, રોટલી-રોટલા ગોળ થાય છે કે કેમ, સાબુ-પાવડર અને પાણી વધારે વાપરે છે કે કેમ જેવી બાબતો પર ઊંડાણ પૂર્વક ઈન્સ્પેકશન કરતી હોય છે જે શરૂઆતી ઝઘડા કરાવે છે.
આ સમયગાળામાં સાસુ, સસરા,નણંદ અને પતિએ વહુના વ્યક્તિત્વને સમજવું જોઈએ. વહુને પીયરમા શું હતુ(માલમિલકત), શું લાવી છે (કરીયાવર)એવા સવાલો ન કરતા એના ત્યાગ, સમર્પણ ને સ્વીકારવુ જોઈએ.
ઘર ચલાવવા બંન્ને એ સહનશક્તિ રાખવી જોઈએ…
સાસુ એ આમ કીધું, નણંદ એ આમ મેણું માર્યું કે મારા સસરાએ મને આમ ઠપકો દીધો એના પર ખીજાવાની કે ટીકા કરવા ને બદલે અેની સાથે સંપ અને પરસ્પરની ભાવના કેળવવી તથા ભુલ સ્વીકારવાની ટેવ પાડવી જોઈએ. જેથી મારે સાસુ સસરા સાથે નથી રહેવુ, કાં તો ઈ બારે રહે કાં તો હુ જાવ મારા પિયર એવુ ન બને.
કયારેય અહંકાર ન કરવો જોઈએ…
ઘણી વખતે ભણેલી વહુ આવે (ડોક્ટર,વકીલ,ઈન્જીનીયર) સસરા કે પતિ નોકરી કરવાની ના પાડતા હોય છે જે છૂટાછેડા નુ કારણ બનતા હોય છે. સરકારી નોકરી કરતી કે વધારે પૈસાદાર પરીવારની વ્યક્તિમાં ઘણી વખત અહમ્ આવી જતો હોય છે જેથી મતભેદ, મનભેદ સર્જાય છે જે છૂટાછેડા નુ કારણ બને છે. એમાં સરકારી નોકરી મેળવેલી છોકરીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમકે હું મારા પગભર છું એવુ અભિમાન આવી જતુ હોય છે.માટે નમતુ મુકવુ.
જીવન જીવવામા અસંતોષ અને દેખાદેખીનો પણ ખાસ્સો પ્રભાવ પડે છે તેથી જે છે એમાં સંતોષ માનવો અને સહેલાઈથી કઈ રીતે જીવન જીવવું એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોઈની માલમિલકત કે પૈસા ની લાલચ ન રાખવી(ઘણી વખત અમુક એના માટે લગન કરતાં હોય છે પછી કહે કે લાવો મારો ભાગ ને કાં તો પૈસા). સગાંવહાંલા કે બાજુવાળા કેવી રીતે જીવે છે, એ શું કરે છે, કેવી રીતે રહે છે, મોંઘી ગાડી ખરીદે છે, બહાર ટુર પર જાય છે, એના પ્રસંગો, પાર્ટીઓ અને વૈભવી જીંદગી જોઈને તમારુ ઘર બરબાદ ન કરો આ બધું જોઈ ને તમારા પતિનુ લોહી ન પીવુ.આમ કરવાથી તમારુ ઘર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડશે એની અસર તમારા પતિ અને બાળકો પર પડશે. સ્ત્રી ધારે તો ૫ હજાર મા પણ ઘર ચલાવી શકે અને ધારે તો ૧ લાખ પણ ઘટે,એટલે સંતોષ એટલુ સુખ.
પહેલાના સમય મા વડીલો કે સલાહકાર એમ કહેતા કે સમાજ શું કહેશે…? એટલે… છૂટાછેડા ન થતા અત્યારે સમાજ કયે એટલે છૂટાછેડા કે જૂદા થતાં હોય છે માટે છેવટે કોઈ પણ સમસ્યા ઉદભવે ત્યારે સારા સલાહકાર અથવા પાડોશી ની મુખ્ય ભુમિકા હોય છે તો એમાં જોવુ કે કોણ આગ મા ઘી નાખે છે અને કોણ પાણી.
સમજણ થી સુખી થઈએ
સાંભળવાના છે પરસ્પર
સહન કરવાનું બંન્ને એ
સ્વીકારવાની છે ભુલો
સહજ રહેવાનું ને
સાથ આપવાનો.
આટલું આસાનીથી જીવશો તો કયારેય છૂટાછેડા નહિ થાય.
“જ્યારે તમે એવુ ઈચ્છો છો કે સામેવાળી વ્યક્તિ તમને સમજે ત્યારે તમારે એને સમજવાની જરુંર છે. -ઓશો.
-ભરત દિવરાણીયા,ગડુ
No Comments