મહેર જવામર્દ કાળવા ઓડેદરા શુરવીરતાનો ઇતિહાસ જુનાગઢ માં આલેખાયેલો. જુનાગઢ શહેર જ્યાં કાળવા દરવાજા, કાળવા નદી, કાળવા ચોક, જુનાગઢ નો હાર્દ ગણાતો વિસ્તાર અને જુનાગઢ ની ઓળખ જુનાગઢ મધ્યે કાળવા ચોકમાં મહેર જવામર્દ કાળવા ઓડેદરા ના ઇતિહાસ ને આજીવન અમર જીવંત રાખવાનો ઐતિહાસિક દિવસ ૨૫/૧૨/૧૯૯૫ ના દિવસે પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી. એ દિવસને સમસ્ત મહેર સમાજ શ્રી મહેર જવા મર્દ કાળવા ઓડેદરા પ્રતિમા અનાવરણ રજત જયંતી મહોત્સવ તા. ૨૫/૧૨/૨૦૨૧ ના રોજ ઉજવાયો.
શ્રી મહેર સમાજ જુનાગઢ , શ્રી મહેર શક્તિ સેના પોરબંદર સહભાગી સંસ્થા તરીકે સાથે જોડાઈ અને મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આપણા સમાજની માતૃસંસ્થા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ શુભેચ્છક બની આયોજન ને ઊર્જા પૂરી પાડી હતી.
જુનાગઢ મહેર સમાજ અને મહેર સમાજના આગેવાનો ખાસ કરીને યુવાન કાર્યકરો શ્રી શક્તિસેના અને આગેવાનો સમસ્ત મહેર સમાજ ના આગેવાનો સમસ્ત મહેર સમાજ ના કાર્યકરો દ્વારા સુંદર મજાનું બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું. નિયત સમય મુજબ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ થી ખુબ બહોળી સંખ્યામાં બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંભુ યુવાનો સાથે જનમેદની જોડાઈ હતી. એક થી દોઢ કિ.મી. સુધી ની પરંપરાગત પોશાક અને મણીયારા રાસના સંગીત સાથે એક જબરદસ્ત વાતાવરણમાં જુનાગઢ ના રાજમાર્ગો પર રેલી નીકળી હતી.અને આ આયોજનમાં સોનામાં સુગંધ ભળે એવું મહેર કન્યા છાત્રાલયની નવદુર્ગા સ્વરૂપ બાળાઓ અને છાત્રાલયના સંચાલક શ્રી ઓ નેભાભાઇ ઓડેદરા અને એમની ટીમ ખુબ મોટી સંખ્યામાં આપણા વંશ પરંપરાગત પોષાક સાથે બાળાઓ એ રેલીને વધાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.આપણા સંસ્કારો અને સંસ્કૃતિ મુજબ આપણી મહેમાનગતિની જેમ આપણો ભાઈચારો આદર સત્કાર આપવાની ઓળખ મુજબ રેલીના રૂટ દરમિયાન જુનાગઢ શહેરની ઐતિહાસિક પ્રતિમાઓને મહેર સમાજના યુવાનો દ્વારા આગલા દિવસે રાત્રે સ્વચ્છ કરી અને રેલી દરમિયાન એ ઐતિહાસિક પ્રતિમાઓને મહેર સમાજ ના યુવાનો દ્વારા મધુરમ ગેઇટ શ્રી આહીર વીર દેવાયત બોદર ની પ્રતિમા, મોતી બાગ શ્રી ઇન્દિરાજીની પ્રતિમા, સરદારબાગ વીરાંગના શ્રી ઝાંસીની રાણીની પ્રતિમા, તળાવની પાળે ભક્ત કવિ નરસિહ મહેતાની પ્રતિમા, શહીદ સ્મારક પર,સરદાર ચોક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી.શ્રી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અર્પણ કરી સર્વ સમભાવ ની લાગણી વ્યક્ત કરી કૃતજ્ઞ થયા હતા.
મહેર જવામર્દ કાળવા ઓડેદરા ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા સરદાર પટેલની પ્રતિમાથી પગપાળા ચાલતા ચાલતા મહેર જવામર્દ કાળવા ઓડેદરા ની પ્રતીમાને એક જવામર્દ ને શોભે એવી આપણી સંસ્કૃતિ સાથે ઘોડેસવારો સ્વયંભુ જોડાયેલ જનમેદની આપણી સંસ્કૃતિ મણીયારા રાસની રમઝટ,તલવારની પટ્ટાબાજી, ઢોલ શરણાઈ ના સંગીત સાથે મહેર સમાજના ભાઈઓ બહેનો કાર્યકરો, આગેવાનો સહીત માનવ મહેરામણ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એ ક્ષણે મહેર જવામર્દ કાળવા ઓડેદરા ની પુષ્પોથી સજેલી પ્રતિમામાં શુરવીરતાના ભાવ પ્રગટ થતા હતા. જાણે એક રણ સંગ્રામનો રણવીર… બધાને આશીર્વાદ આપતી મુદ્રાઓ પ્રતિમા ના ચહેરા પર ચીતરતી હતી. સૌ જ્ઞાતિ આગેવાનો કાર્યકરો બહેનો એ પુષ્પાંજલિ અર્પણ કરી એમના આર્શીવાદ સાથે રેલી મધુરમ મહેર સમાજે પરત ફરી હતી.
શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ જુનાગઢ ના પટાંગણમાં સભા સંબોધન રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગને આગળ વધારતા ઉપસ્થિત મહેમાનોનું બાળાઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત પ્રવચન શ્રી જેઠાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહેમાનો યુવા કાર્યકરો, બહેનો દ્વારા દીપ પ્રાગટય કરી એકતા અને સંગઠન ની જ્યોત પ્રજલિત કરી હતી. સમાંરભના અધ્યક્ષ શ્રી બાબુભાઈ બોખીરીયા, જુનાગઢ મહેર સમાજના પ્રમુખ પ્રમુખ શ્રી પુંજાભાઈ સુત્રેજા, શ્રી મુળુભાઈ ઓડેદરા, શ્રી બચુભાઈ આંત્રોલીયા, શ્રી રાજુભાઈ રાતીયા, શ્રી લક્ષ્મણભાઈ જાડેજા, આ પ્રસંગ ના પ્રણેતા એવા શ્રી રણમલભાઈ સિસોદિયા, શ્રી આલાભાઇ ઓડેદરા, શ્રી મનુભાઈ ખુંટી, શ્રી રાજુભાઈ કુછડીયા, શ્રી તારાબેન ખુંટી, તથા બહાર થી પધારેલ મહેમાનોમાં શ્રી રમેશભાઈ ઓડેદરા, શ્રી હિરલબા જાડેજા, શ્રી કરશનભાઈ ઓડેદરા (પ્રમુખ શક્તિ સેના), શ્રી રાણાભાઇ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડિયા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના હોદેદારોશ્રીઓ સાજણભાઈ ઓડેદરા,નવઘણભાઈ એન. મોઢવાડિયા, અન્ય મહેમાનમાં મહિયારી સરપંચ શ્રી ભરતભાઈ પરમાર, બખરલા ના સરપંચ શ્રી અરશીભાઇ ખુંટી તથા અન્ય સામાજિક આગેવાન કાર્યકરો અને વિશેષ જેના આ પ્રસંગ માં ઉત્સાહ અને કામગીરી છે તેવા અમારા યુવા કાર્યકરો શ્રી જેઠાભાઈ ઓડેદરા, અરભમભાઈ ઓડેદરા,રાજુભાઈ ઓડેદરા,હાથીયાભાઈ ખુંટી, મસરીભાઈ ઓડેદરા, લીલાભાઈ પરમાર, ગોગનભાઈ ઓડેદરા, યોગેશભાઈ દાસા, ભરતભાઈ બાપોદરા, અશોકભાઈ ભૂતિયા, રમેશભાઈ ભૂતિયા, શ્રી અરવિંદભાઈ સોલંકી, અરજણભાઈ ઓડેદરા, રાજુભાઈ ભૂતિયા, જયદીપભાઈ ઓડેદરા, સતીષભાઈ રાતિયા,અશોકભાઈ મોઢવાડિયા, ધવલભાઈ વાઢેર, મુકેશભાઈ ચૌહાણ, આશિષભાઈ ટીંબા, જેતશીભાઈ મુળિયાસિયા, પ્રદીપભાઈ સોલંકી, સરમણભાઈ બાપોદરા, પ્રકાશભાઈ ખુંટી,દેવશીભાઈ બાપોદરા, લખુભાઈ સુત્રેજા, પરબતભાઈ વાઘ,બટુકભાઈ ઓડેદરા, અરશીભાઇ, મયુરભાઈ ઓડેદરા, કેશુભાઈ ઓડેદરા,મેરૂભાઈ પાતા, સવદાસભાઈ ઓડેદરા ફૌજી, નેભાભાઇ ઓડેદરા ફૌજી, અશોકભાઈ બાપોદરા, મનીષભાઈ ગરેજા, લખનભાઈ મોઢવાડિયા,વિજયભાઈ વદર, ભનુભાઈ ઓડેદરા, સુરેશભાઈ સિસોદિયા, જીતુભાઈ સિસોદિયા, દિલીપભાઈ જાડેજા, કેશુભાઈ ભૂતિયા, લીરબાઇ રાસ મંડળના તમામ સભ્યો શ્રી મુનાભાઈ ઓડેદરા, દેવશીભાઈ ઓડેદરા,ભાવેશભાઈ કેશવાલા, રમેશભાઈ ઓડેદરા અને ટીમે સૌ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જુનાગઢ મહિલા કમિટી ઉપસ્થિત રહી હતી. જેમાં શ્રી તારાબેન ખુંટી, ખ્યાતીબેન સિંધલ, રમાબેન બાપોદરા, પૂજાબેન ઓડેદરા, ગીતાબેન મોઢવાડિયા, શાંતીબેન દાસા અંજુબેન તરખાલા, વિરલબેન પરમાર, શોભનાબેન કુછડીયાનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો મહેમાનો દ્વારા સમાજ સમરસતા ના ભાવ પ્રગટ કરતા ઉદબોધનો કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે મહેર જવામર્દ કાળવા ઓડેદરા ની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં જેમનો સિંહ ફાળો કહી શકાય એવા શ્રી રણમલભાઈ સિસોદિયા જુનાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નું સમસ્ત મહેર સમાજ વતી શ્રી બાબુભાઈ બોખીરીયા ના વરદ હસ્તે બહુમાન કરી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ઉપસ્થિત જનમેદનીએ શ્રી રણમલભાઈ સિસોદિયાનું સતત તાલીઓના ગળગળાટથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
કાર્યક્રમ ના અંતે જુનાગઢ મહેર સમાજના ઉપપ્રમુખ શ્રી આલાભાઇ ઓડેદરા દ્વારા સૌ આગેવાનો મહેમાનો અને ખાસ કરીને યુવા કાર્યકરો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *