પોરબંદર તાલુકાના ઘેડ પંથકના ભડ ગામના મહેર સમાજના લીલાભાઈ નેભાભાઈ ભુતિયાએ સંઘર્ષ થી સિધ્ધી સુધીની અનોખી યાત્રામાં પોતે તો તર્યા પણ સાથો સાથ અનેક કુટુંબને પણ તાર્યા છે. ખેડુત પુત્ર લીલાભાઈ બહુ ભણ્યા તો નથી પણ પોતાની લગન અને કોઠાસુઝથી વિદેશમાં સ્થાયી થઈને પોતે તો સ્થાઈ થયા પણ વતનપ્રેમ અને ભાઈચારાની ભાવનાથી ગામ અને કુટુંબના અનેક લોકોને પોતાની સાથે યુએઈ બોલાવી તેઓના કુટુંબોમાં રોજગારીનો અજવાસ પાથર્યો છે.
પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના અંદરના ભાગમાં રાજપર (નવાગામ) થી ૭ કિ.મી. ના અંતરે નવાગામ –એરડા રોડ પર ભડ(ઘેડ) ગામ આવેલુ છે. આ ગામમાં મોટે ભાગે કોળી સમાજની વસ્તી સવિશેષ છે. ત્યારે તેમાં મહેર સમાજના ૭૪ જેટલા ખોરડાં આવેલાં છે. તેમાં અંદાજે ભુતિયાના ૩૮,મોઢવાડીયાના ર૦, ઓડેદરાના ૧પ તેમજ એક આંત્રોલીયાનુ ખોરડુ આવેલુ છે. તેમાં ભુતિયા પરિવારના નેભાભાઈ ભીમાભાઈ ભુતિયા નામના મહેર પરિવારનુ એક ખોરડુ આવેલુ. તેઓને અને તેમના ધર્મ પત્નિ રૂપીબેન તેમનો મુખ્ય વ્યવસાય ખેતી. અને પશુપાલન પણ સાથે રાખતા હતા. જીવન ગુજરાનનું માધ્યમ ખેતી એટલે સ્વાભાવિક પરિવારને નિભાવવામાં ખેંચ રહે. ભુતિયા પરિવારના આ નેભાભાઈ અને તેમના ધર્મ પત્નિ રૂપીબેન ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં તનતોડ મહેનત કરે છે. અને પોતાનુ ગુજરાન ચલાવતા જાય છે.
નેભાભાઈ ભીમાભાઈ ને ત્યાં ઈશ્વર કૃપાથી રૂપીબેનના કુખે સંતાનમાં પુત્રી હીરીબેન, પુત્ર રાજાભાઈ, પુત્રી વાલીબેન અને ૧ જૂન ૧૯૬૭ માં પુત્ર લીલાભાઈનો જન્મ થતાં બે પુત્ર અને બે પુત્રીઓ એમ સંતાનો સાથે ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં તનતોડ મહેતન કરવા છતાં કયાય બે શીંગા ભેગા ન થતાં અને ગુજરાન ચલાવવામાં ફાફાં પડતાં હતાં લીલાભાઈ ભડ ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ૬ સુધી માંડ માંડ ભણતર પહોંચાડયુ અને ધોરણ સાતમાં માં આવ્યા તો ભણતર છોડી દીધુ અને માતા-પિતાને ખેતીના અને પશુપાલનના વ્યવસાયમાં મદદરૂપ થતા હતા.. તેમજ મજુરી કામે પણ જતા હતા. તે વખતે ઘેડમાં કપાસ અને ખાસ તો ધુમડ કપાસનુ વાવેતર બહુ થતુ ત્યારે ધુમડમાં થતાં કાલાં વીણવા માટે મોટા માણસો બે હારમાં થી કાલાં વીણે એટલે તેમને પાંચ રૂપિયા અને નાના ટાબરીયા તે એક હારમાં થી કાલાં વીણે એટલે તેને અઢી રૂપિયા એક દિવસનુ મહેનતાણુ આપતા તેવા સમયમાં લીલાભાઈ ભડથી હાલીને લુશાળા કાલાં વીણવા અન્ય છોકરાંવ સાથે જતા અને એમ માત-પિતાને કામ ધંધામાં મદદરૂ થતા. સમય જતાં લીલાભાઈ ઉમર લાયક થતાં ૧૩ મેં ૧૯૯૦ માં પોરબંદર તાલુકાના કડછ ગામેના કાંધાભાઈ આતિયા કડછા અને પુરીબેન કાંધાભાઈ કડછાની સુપુત્રી સાજણબેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈને ઘર સંસારમાં પગરણ માંડેલ. સમય વિતતાં લીલાભાઈ અને સાજણબેન ને ત્યાં સંતાનોમાં બે પૂત્ર અને એક પૂત્રી નો જન્મ થયેલો. જેમાં જીવતીબેનનો જન્મ કડછ ગામે થયેલો અને ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો ત્યાં હરીશભાઈ વિરમભાઈ ઓડેદરા નામના મહેર સાથે તેમના લગ્ન લેવાયા. જયારે પુત્ર દુદાભાઈ લીલાભાઈ નો જન્મ ઓડદર ગામે થયેલ અને તેઓએ અભ્યાસમાં બી.કોમ સુધી કરેલ છે. પુત્ર દુદાભાઈ ના શુભ લગ્ન(વિવાહ) બોખીરા ના વતની કેશુભાઈ મોઢવાડીયા અને લિલુબેન મોઢવાડીયા ની સુપુત્રી કિરણબેન નામની મહેરાણી સાથે થયેલ છે. તેમના ત્યાં એક પુત્રી ભાગ્યશ્રી નામની બેબી છે. તો ઓઘડભાઈ લીલાભાઈ ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરીને અભ્યાસ છોડી દીધેલ અને તેમનુ સગપણ કુતિયાણાના તાલુકાના અમરાપર ગામના વતની ગીગાભાઇ ચુંડાવદરા અને જેઠીબેન ની સુપુત્રી દક્ષાબેન નામની મહેરાણી સાથે થયેલ છે અને હાલ દક્ષાબેન પોરબંદરમાં અભ્યાસ કરે છે.
માનવી પોતાના વતન,દેશ છોડીને બહારગામ કે સાત મસુંદર પાર કરીને વિદેશની ધરતીમાં એજયુકેશન મેળવવા,સર્વિસ વર્કસ, બિઝનેશ કે કોઈ કામ ધંધો કરવા જાય છે ત્યારે વિદેશ ગયેલો માણસ પોતાના વતન, ઘરથી ઘણે અંશે દૂર હોય છે અને ત્યાં એક રૂમમાં પરગામના કે પરપ્રાંત યા અન્ય દેશના લોકો સાથે રહેતા છે. માણસ એક જગ્યાએ બીજી જગ્યાએ રહેવા કે કામ ધંધે જતા હોય ત્યારે ઘર કે ઘરના સભ્યો ભેગા લઇ જતા નથી. પણ ઘરની માયાની જેમ બધા માણસો આ જગત સાથે હર હંમેશાં જોડાયેલ રહે છે. પરપ્રાંત કે વિદેશ ગયા પછી માણસને ઘરની યાદ સતાવતી હોય છે. જેના કારણે ચૈન ન પડે, અણછાજતુ લાગે, સોરવે નહી, કામમાં રૂચી ન લાગે ત્યારે સાથે ભણતા હોય કે કામ ધંધો કરતા હોય છતાં શરૂઆતમાં તો એક-બીજાથી અપરિચિત, તદન અજાણ હોય છે. અને સમય જતાં એક સાથે રહેવાને કારણે એક-બીજાને નાની મોટી બાબતોમાં સહકાર સહયોગ આપતાં એક પારીવારીક મહોલ જળવાઈ રહેતો હોય છે. અને મિત્રોમાંથી ઘરના સભ્યોની જેમ મળી જતા હોય છે. આવુ કાઈક પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના અંદરના ભાગમાં આવેલા ભડ ગામના લીલાભાઈ નેભાભાઈ એ કરી બતાવેલ છે
ભડ ના લીલાભાઈ નેભાભાઈ ભુતિયા જોકે બહુ ભણ્યાતો નથી પણ તેમનામાં રહેલી કોઠાસુઝ જોઈને તેમના રહેલી શક્તિને પામીને વિદેશની ધરતીમાં રહીને અહી દેશમાં આવેલા ઓડદર ગોસાબારા ના રાણાભાઈ મકનભાઈ ભીમાભાઈ ઓડેદરાના સંસર્ગમાં આવતાં અને દેશમાં આવેલા ત્યારે ભડ ગામે નેભાભાઈ ભીમાભાઈ ભુતિયાના ધરે મહેમાનગતી માણવા આવતાં તેણે લીલાભાઈ ને પણ મારી સાથે વિદેશની કમાણીમાં સહભાગી થવા લઇ જવા છે તેમ લીલાભાઈના માતા-પિતાને જણાવેલ. ત્યારે તેવા સમયે આપણા વડવાઓ પોતાના વહાલ સોયા દીકરાને સાત સમુંદર પાર કરીને ત્યાંની કમાણી કરતાં અહી આખા ને બદલે અડધો રોટલો મળે તેમાં રાચતા અને સંતોષી હતા. છતાં એનકેન કરીને રાણાભાઈ મકનભાઈ ઓડેદરાએ લીલાભાઈના માવતરને મનાવી ને લીલાભાઇને દુબઈ ની ખેપ કરાવા મનોમન નિરર્ધાર કરેલો અને તે પાર પાડવા મહેનતકશમાં લાગી જાય છે. અંતે લીલાભાઈ ની વિદેશની સફર ખેડવાની વિઝા લાગી જતાં ૧૯૯૨ માં ડીસેમ્બર માસમાં લીલાભાઈની વિદેશમાં જવાની વિઝા રાણાભાઈ મકનભાઈ ઓડેદરાના પ્રયોત્નોથી આવે છે. ત્યારે પોરબંદર તાલુકાના ભડના એક ૬ ધોરણ પાસ ખેડુત પુત્ર લીલાભાઈ ભારતમાંથી સાત સમુંદર પાર કરીને વિદેશની ધરતી પર પહેલીવાર દુબઈમાં એક્રોર્ડ ટ્રેડીંગ એલ.એલ સી. નામની કંપનીમાં જોઈન્ટ થાય છે. ત્યારે વિદેશની ધરતી અને ભારતની ધરતી ની સામ્યતામાં જમીન આસમાનનો ફરક હોવા છતાં અહીની પરિસ્થિતિને પામેલ લીલાભાઈ મહેનત કરીને પોતાની આવડત અને ધગશ ના કારણે કંપનીમાં નામના મેળવે છે.
દુબઈમાં એક્રોર્ડ ટ્રેડીંગ એલ.એલ સી. નામની કંપનીમાં જોઈન્ટ થયા બાદ ત્યાં ૧૯૯૫ સુધી કામ કરીને ૧૯૯૬ માં જાન્યુઆરીમાં લીલાભાઈ દુબઈ છોડીને ભારત ભાગી આવે છે.. અને એક વર્ષ બાદ જયારે મકનભાઈ ભીમાભાઈનો પુત્ર કે જે રાણા મકનભાઈ ઓડેદરા પણ તેજ કંપનીમાં હતા. એટલે રાણાભાઈ મકનભાઈ દુબઈથી રજા મેળવી ભારત આવે છે. ત્યારે ફરી બીજી વાર લીલાભાઈ ની નિષ્ડાને પ્રેરાયને એક્રોર્ડ ટ્રેડીંગ એલ.એલ સી. નામની કંપની એ વિઝા મોકલતાં ૬ ફેબ્રઆરી ૧૯૯૮ માં ફરી દુબઈ એજ એક્રોર્ડ ટ્રેડીંગ એલ.એલ સી. નામની કંપનીમાં ફરી પાછા જોઈન્ટ થયા અને તેમાં ૧૯૯૮ થી ૨૦૧૦ સુધી કામ કર્યું. તે અરસામાં ૨૦૧૦માં લીલાભાઈ એ તેમના ધર્મ પત્નિ સાજણબેનને પણ દુબઈ તેડાવી લીધા હતાં અને ૨૦૧૦ બાદ તેઓ દુબઈની એક્રોર્ડ ટ્રેડીંગ એલ.એલ સી. નામની કંપનીની બ્રાન્ચ ફસ્ટ સોર્સ સ્ટીલ વેર ટ્રેડીંગ શારજાહમાં જોઈન્ટ થાય છે. અને હાલમાં તેઓ ત્યાં જોબ કરે છે. ત્યાર પછી તો જોતજોતામાં સમય વિતતો જાય છે અને લીલાભાઈ કંપનીમાં પારંગતા મેળવતા જાય છે. તે અરસામાં તેમને જેને દુબઈ દેખાડેલ તે મકનભાઈ ભીમાભાઈ ઓડેદરાના પુત્ર રાણાભાઈ મકનભાઈ ઓડેદરા પણ કોઈ કારણોસર દુબઈ છોડી ભારત આવી ગયા હતો ત્યારે રાણાભાઈ ને પણ લીલાભાઈએ દુબઈ તેડાવી પોતાનુ ઋણ અદા કરેલું. આમ આવી લીલાભાઈ ની ઉદારતા અને માનવતાની ભાવના દેખાય આવે છે. તે પછી તેમના બંને પુત્રો દુદાભાઈ અને ઓઘડ ને પણ લીલાભાઈ પોતાની પાસે દુબઈ તેડાવી લે છે અને આમ એક પછી એક એમ સગા વ્હાલાં અને દિન દુઃખીયા જનોના પુત્રોને તેમજ મિત્ર મંડળ મળી ને ર૭ થી પણ વધુ કુટુંબના ખોરડાના લોકોને દુબઈ પોતાના ખર્ચે તેડાવી કેટલાય કુટુંબના દીવા જલતા રાખ્યા છે. જેમાં (૧) ઓડેદરા સુભાષ ભાઈ ભીમાભાઇ ૨) ઓડેદરા અર્જુન ભાઈ ભીમાભાઇ ૩) ભુતિયા દેવસી ભાઈ ઉકાભાઇ ૪) ભુતિયા હાજાભાઈ ઉકાભાઇ ૫) ભુતિયા રાજુભાઈ હરદાસ ભાઈ ૬) ભુતિયા લીલાભાઈ જીવાભાઈ ૭) ભુતિયા અરભમભાઈ રાજા ભાઈ ૮) રાતીયા હરદાસ ભાઈ રણમલભાઈ ૯)પાતા રમેશભાઈ રામભાઇ ૧૦)દેવાભાઈ વેજા ભાઈ ઓડેદરા ૧૧)માલદે નાથાભાઈ ઓડેદરા ૧૨)ભરત સરમણ જાડેજા ૧૩) વેજા ભાઈ રાણાભાઇ ભુતિયા ૧૪) દિલીપભાઈ પરબતભાઇ પરમાર ૧૫)જાડેજા ધર્મેન્દ્રસિંહ ટપુભા ૧૬) પરમાર વિજયભાઈ જેતાભાઈ ૧૭) ભુતિયા વજશીભાઈ સાજણ ભાઈ ૧૮) ભુતિયા લખમણભાઇ સાજણ ભાઈ ૧૯)આગઠ દેવાભાઈ ભાયાભાઈ ૨૦) ભુતિયા દુદાભાઈ લીલા ભાઈ ૨૧) ભુતિયા ઓધળભાઈ લીલા ભાઈ ૨૨) ભુતિયા રાજા ભાઈ નેભાભાઈ ૨૩) ગોળજી ગોપાલજી ૨૪) રાજુભાઈ જોષી આ નામના ભાઈઓને પોતાના સ્વ. ખર્ચે દુબઈ લઇ જઈને ત્યાં કામે લગાડીના આટલા પરિવારજનોના ખોરડાના દીવા જલતા રાખીને તેમને ઉજાગર કરેલ છે.
હાલમાં તેમના તેમના સહ પરિવારજનોમાં બંને પુત્રો માં દુદાભાઈ તેમના પિતાની સાથેજ કામ કરે છે. જયારે તેમનો નાનો પુત્ર ઓઘડ જે અન્ય કંપનીમાં જોબ કરે છે. લીલાભાઈ એ તેમના ધર્મપત્નિ સાજણબેનને પણ દુબઈ ૨૦૧૦માં લઈ ગયેલ છે અને હાલ પણ ત્યા સહ પરિવારજનો સાથે રહે છે. જયારે દુદાભાઈ ની ધર્મ પત્નિ કિરણબેન પણ અત્યારે દુબઈ માં છે. જયારે નાના પુત્ર ઓઘડભાઈ ના ધર્મ પત્નિ હાલ ભારત માં છે અને તેઓ નો અભ્યાસ ચાલુ છે.
નીતિમતા અને પ્રમાણિક માણસોની નોંધ હંમેશાં લેવાતી હોય છે તેમ પોરબંદર પરગણાના અને બેકવર્ડ એવા પછાત ભડ ગામડાંના ખેડુતપૂત્ર લીલાભાઈ આમ તો ભણેલા ગણેલા નથી પણ તેમની કર્તવ્ય નિષ્ઠા અને પોતાના રહેલી માણસાઈની જયોતના કારણે લીલાભાઈ હાલ જે કંપનીમાં દુબઈ શારજહાં છે તેમાં ભારત સહિત અનેક બીજા દેશના લોકો પણ કંપની સાથે જોડાઈને કામ કરે છે ત્યારે હાલની વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઉદભવેલી કપરી પરિસ્થિતિમાં કંપનીમાં કામમાં ઘણા ગપચી મારતા હોય છે ત્યારે કંપનીએ સારૂ અને નિયમિત વધુ કામ કરનાર વ્યકિતને કંપની તરફથી પગાર ઉપરાંત અલાયદુ બોનસ આપવાની જાહેરાત કરેલી અને તેના નિયમોને અને માપદંડ પણ નકિક કરવામાં આવેલા. ત્યારે લીલાભાઈ નેભાભાઈ ભુતિયા કે જે માત્ર ૬ ચોપડી પાસ હતા. તેા તેની સાથે કામ કરતાં લોકોમાં હાઈપ્રોફાઈલ અને ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરનારા કેટલાય જોબ કરતા હતા પણ કંપની તરફથી બોનસ મેળવવાના હકદાર તરીકે વિશાળ સ્ટાફમાં લીલાભાઈ નેભાભાઈ ભુતિયાના નામની ઘોષણા કરવામાં આવી. આમ શ્રી લીલાભાઈએ કર્તવ્યનિષ્ઠા અને વતનપ્રેમનું જ્વલંત ઉદાહરણ પુરૂ પાડયુ છે.
અહેવાલ: વિરમભાઈ કે આગઠ, સુકલ્પ પ્રતિનિધિ-ગોસા(ઘેડ)
No Comments