by રામ બાપોદરા (રેત)
સૌપ્રથમ મેળો ક્યાં ભરાયો ?
પ્રસ્તુત પ્રશ્ન નો ઉત્તર ‘રામાયણ’ અને ‘મહાભારત’ બંને મહાન ગ્રંથો ના અધ્યયન અને પરિશીલન થી પ્રાપ્ત થાય છે.
તે સમયે પવૅતીય વિસ્તાર, નદીકિનારે અથવા તો વન વિસ્તાર માં સ્થિત ધાર્મિક સ્થળો એ લોકો ભેગા મળી પ્રસંગ ની ઉજવણી કરતા. એ સ્થળેથી જીવનજરૂરી વસ્તુઓ ખરીદતા અને એકમેકને મળી શકતા.
ગુજરાત ની સાંસ્કૃતિક એકતા ના મુળ લોકમેળાઓ માં રહેલા છે.
મેળાઓ સામાન્ય રીતે ધાર્મિક ભાવના, કે લોકકલ્યાણ અર્થે બલિદાન આપનાર વીર પુરુષો ની યાદ તેમજ શ્રધ્ધા ભક્તિનું અર્ધ્ય આપવા ભરતા હતા.
સમય અને કાલખંડ મુજબ અનેકવિધ પરિવર્તન આવ્યાં.
અને આજે બધું જ ‘માહાત્મ્ય’ ભુલી આનંદ સાથે ઉત્સવની ઉજાણી એ માન્યતા લોકોના હૃદય આ સ્થાન પામી છે.
હજુ પણ ધાર્મિક ‘મહાત્મ્ય’ એજ છે. માત્ર લોક વિચારધારા માં પરિવર્તન આવ્યું છે. જે પાછળની મૂળ વાતો લોકો વીસરી ગયા છે.
ગુજરાત ના અલગ અલગ પ્રાંત માં યોજાતા વિવિધ લોકમેળાઓ ધમૅ, સંસ્કૃતિ અને, સભ્યતા ના એક મુળભુત પ્રતિકો છે………!
No Comments