શોર્ય અને ખમીરવંતી મહેર જ્ઞાતિની સંસ્કૃતિને “મહેર ડાયોરામા” સ્વરૂપે વોટસન મ્યુઝિયમના માધ્યમ દ્વારા કાયમી ધબકતી અને જીવંત રાખવાનુ એક ડ્રીમ ડૉ. વિજયભાઈ કે. મોઢવાડિયા દ્વારા જોવામાં આવ્યું અને અથાગ પ્રયત્નના અંતે તા. 2/10/2022 ના ગાંધીજયંતિના દિને રાજ્યકક્ષાના મંત્રીશ્રી દેવુસિહ ચૌહાણ અને ઈન્ટરનેશલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાના હસ્તે જાહેર જનતાને જોવા માટે ખુલ્લુ મુકતા ડ્રીમ પૂર્ણ થયું.
વોટસન મ્યુઝિયમ પહેલા પણ જર્જરિત હાલતમાં નાનો ડાયોરામા હતો. પરંતુ વસ્રો, અલંકારથો લઇ કોઈપણ રીતે આપણી જ્ઞાતિનુ સાંસ્કૃતિક પ્રતિબિંબ પાડતો ન હતો. તેથી પુરાતત્વખાતાને વાસ્તવિક મહેર જ્ઞાતિ સંસ્કૃતિ ઉજાગર કરવા દરખાસ્ત કરવામાં આવી, માંગેલ પુરાવાની પૂર્તતા કરતા ૨ વર્ષના અંતે લેખિત મંજુરી મળી અને ત્યાર બાદ પુરાતત્વ ખાતા પાસે વિજયભાઈ મોઢવાડિયા દ્વારા અઢી લાખ ગ્રાન્ટ પણ મંજુર કરાવવામા આવી. તા. 5/2/22 ના વસંત પંચમીના દિને વિમલજીભાઈ અને રાજકોટ મહેર સમાજ દ્વારા ભૂમિ પૂજન કરી કામની શરૂઆત કરવામાં આવી.
આ ડાયોરામાનો પ્રોજેક્ટ પૂરો કરવા વિજયભાઈની સાથે બચુભાઇ આંત્રોલિયા, નાગેશભાઇ ઓડેદરા, ડૉ.વસ્તાભાઈ મોઢવાડિયા, જેઠાભાઈ ખુંટી કરશનભાઈ ઓડેદરા રાજુભાઈ ઓડેદરા, અશોકભાઈ મોઢવાડિયા, પ્રતાપભાઈ ઓડેદરા…વગેરે જ્ઞાતિબંધુઓ તથા મ્યુઝિયમના સ્ટાફનો સમાવેશ થાય છે. કાર્ય પૂર્ણ કરવા ઘણા પડકારો સામે આવ્યા તે પૈકી ત્રાજવા ત્રોફવાનુ કાર્ય વિજયભાઈ દ્વારા કુનેહ અને ધીરજથી જાતે જ કરવામાં આવ્યું. તેવી જ રીતે ગાર લીપવાનું કામ કરવામાં આવેલ. વિજયભાઈ અને વસ્તાભાઈ દ્વારા મૂર્તિને કપડા સોય દોરાથી સેટ કરવામાં આવ્યા.
આ મહેર ડાયોરામાનુ ડૉ. વિજયભાઈ કે. મોઢવાડિયા દ્વારા પ્લાનીંગ , ડીઝાઇનીંગ અને ક્રીએશન કરવામાં આવેલ જેમાં ઐતિહાસિક બાબતોને જીણવટ પૂર્વક ધ્યાન આપીને ડાયોરામાનુ નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં છાશ વલોવતી મેરાણી, ખેતરે જતો ખેડૂત, નાના બાળકો તેમજ વર-વધૂ ના સ્ટેચ્યુના વસ્ત્રો, અલંકારો અને પૌરાણિક વાસણો, ખેતીના ઓજારો, હેન્ડીક્રાફટ વર્ક, વુડન વર્ક, જુનવાણી વસ્તુઓ જેવી કે ઘંટુડો, સાંબેલું, ખાંડણીયો, ફાનસ, ગોફણ, ઢાળ-તલવાર, રજવાડી તલવાર, સૂડી, તાંબા પિત્તળના બેડા, ગોરી, વલોણું, ઈંઢોણી, સુંડલો, જુનું પુરાનું ઘર, જેમાં મહેર જ્ઞાતિની સંસ્કૃતિને ઉજાગર કરતુ દ્રશ્ય રજુ થાય છે. ઉપરાંત આ ડાયોરામામાં મહેર જ્ઞાતિ વિષયક અત્યાર સુધી છપાયેલ સાહિત્ય (ચોપડીઓ) અને ડોક્યુમેન્ટરી ફિલ્મનો પણ સંગ્રહ કરવામાં આવેલ છે. ઉપરાંત વિજયભાઈના અથાગ પ્રયત્ને જ્ઞાતિ શિરોમણી માલદેવ બાપુની મૂર્તિને પણ મહેર ડાયોરામામાં સ્થાન મળ્યું. મૂર્તિઓ કોટેશ્વર – અંબાજી તથા જુનાગઢ ખાતે તૈયાર કરવામાં આવી છે.
તા. 2/10/22 ના ઓપનીંગ પ્રસંગે મહેર ડાયોરામા અને મહેર જ્ઞાતિની સંસ્કૃતિ વિષયક સ્ટેજ પરથી મહાનુભાવો દ્વારા જે પ્રવચન આપવામાં આવ્યું તેમા સંચાર મંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણ, ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, મહેર સમાજ રાજકોટના પ્રમુખ પરબતભાઈ ઓડેદરા, મ્યુઝિયમ ક્યુરેટર સંગીતાબેન રામાનુજ, ડૉ. રાજીબેન કડછા, ડૉ. વિજયભાઈ મોઢવાડિયા, શુભેચ્છા સંદેશ અર્જુનભાઈ મોઢવાડિયા, દેવદત્તભાઈ પંડયા (રાજ્ય પરિક્ષા બોર્ડ) તથા આભાર વિધી ડી.વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલ છે. તથા કાર્યક્રમનું સંચાલન દેવશીભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહેમાનમાં મહેર સુપ્રીમ કાઉન્સિલ ના ઉપપ્રમુખ બચુભાઈ આંત્રોલિયા, મહેર સુપ્રીમ કાઉન્સિલ-રાજકોટ ઘટકના પ્રમુખ નાગેશભાઇ ઓડેદરા, મહેરસમાજના ઉપપ્રમુખ વિંજાભાઈ ઓડેદરા, જેઠાભાઈ ખુંટી, અરજનભાઈ કેશવાલા, ભીમભાઈ કેશવાલા, રામભાઈ મોઢવાડિયા, કરશનભાઈ સુત્રેજા, કેશુભાઈ ઓડેદરા (જુનાગઢ), ડૉ. જયેશભાઈ મોઢવાડિયા, ટી.ડી.ઓ. તરખાલા સાહેબ, પી.આઈ. વિજયભાઈ ઓડેદરા, ડૉ. વસ્તાભાઈ મોઢવાડિયા, ડૉ. લીલાભાઈ કડછા, યુ. ટ્યુબર રાજુભાઈ વગેરે જ્ઞાતિજનોએ બહોળા પ્રમાણમાં હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહકાર આપેલ.
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર વિસ્તારમાં વસતા મહેર સમાજની ભાતીગળ સંસ્કૃતિ ,પરંપરા , રીત-રીવાજ અને ઐતિહાસિક વારસાનું નિરૂપણ કરતો મહેર જ્ઞાતિનો ડાયોરામા તા. 2/10/22 ના રોજ ખુલ્લો મુકાતા મહેર જ્ઞાતિ માટે વિશેષ ખુશીનો દિન ગણાય.
અહેવાલ લેખન :- ડૉ. વિજયભાઈ કે. મોઢવાડિયા, રાજકોટ (મો. 99137 46096)
No Comments