
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા મહેર સમાજના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનાં સમયાંતરે આયોજન કરવામાં આવે છે જેના દ્રારા સંગઠન અને વિકાસને વેગ મળે છે. આવા ઉમદા હેતુસર શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા મહિલાઓ અને બાળકોને રહેલી ઇતર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે અને તેમનામાં રહેલી કલાને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના હેતુસર તારીખ ૨૯/૦૭/૨૦૨૩ના રોજ શ્રી મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદર દ્રારા મહેર સમાજ ઝુંડાળા ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા આયોજીત વિવિધ સ્પર્ધાઓને મહીલા મંડળના પ્રમુખ રમાબહેન ભુતિયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા, નોઘણભાઈ મોઢવાડીયા,અરજનભાઈ ખિસ્તરીયા,પોપટભાઈ ખુંટી, હંસાબેન ઓડેદરા, ડો.વિધિ કડછા વિગેરેએ દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે પોપટભાઈ ખુંટીએ પોતાની આગવી વ્યક્તવ્ય શૈલીમાં સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કરી હતી તો ભાવીશાબેન રાતીયા અને નવઘણભાઈ મોઢવાડિયાએ પ્રાસંગિક વ્યક્તવ્ય રજુ કરેલ. ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા આયોજિત સ્પર્ધાઓમાં ચાર ગ્રુપ રાખવામાં આવ્યા હતા. જેમાં સ્પર્ધા ગ્રુપ-૧, વેશભૂષા વિભાગ ૧માં એક થી પાંચ વર્ષના ૫ સ્પર્ધકો, વેશભૂષા વિભાગ-૨માં ૧૬ થી ૧૨ વર્ષ સુધીના કુલ ૩૯ સ્પર્ધકો, સ્પર્ધા ગ્રુપ-૨ ડાંસ વિભાગ-૧ ૬થી ૧૨ વર્ષ સુધીના કુલ ૨૯ સ્પર્ધકો, ડાંસ વિભાગ-૨માં ૧૩ થી ૧૮ વર્ષ સુધીના અને ઉપરના કુલ ૭ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયેલ હતું. સ્પર્ધા ગ્રુપ -૩ એકપાત્રીય અભિનયમાં વિભાગ-૧ માં ૧૩ થી ૨૫ વર્ષ સુધીના સાત સ્પર્ધકો, વિભાગ-૨માં ૨૫ થી ઉપરના વર્ષના સ્પર્ધકોમાં ૧ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયેલ હતું જ્યારે સ્પર્ધા ગ્રુપ-૪ માં સાડી સ્પર્ધામાં વિભાગ-૧ માં ૧૫ થી ૩૦ વર્ષ સુધીના ૨૯ સ્પર્ધકો, વિભાગ-૨ માં ૩૦ થી ઉપરના વર્ષના ૫ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયેલ હતું. કુલ ચારેય ગ્રુપમાં થઈને કુલ ૧૧૫ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયેલ હતું.
સ્પર્ધાને અંતે નિર્ણાયકો તરફથી જાહેર કરવામાં આવેલ પરિણામમાં વેશભૂષાની હરીફાઈ વિભાગમાં પ્રથમ નંબરે દૃષ્ટિ ઓડેદરા, બીજા નંબરે જીસાન ઓડેદરા અને ત્રીજા નંબરે કેશવાલા આર્યન વિજેતા જાહેર થયા હતા જ્યારે વેશભૂષા બીજા વિભાગમાં પ્રથમ નંબરે દિવ્યાબેન ભૂતિયા બીજા નંબરે હીના કારાવદરા અને ત્રીજા નંબરે દક્ષ પરમાર વિજેતા જાહેર થયા હતા. સ્પર્ધા ગ્રુપ નંબર -૨ ડાન્સ વિભાગ-૧માં પ્રથમ નંબરે દિયા ભુતિયા, બીજા નંબરે ધાર્મી કિશોર ખૂટી અને ત્રીજા નંબરે હિર મોઢવાડિયા વિજેતા થયા હતા. જ્યારે વિભાગ-૨માં પ્રથમ નંબરે ઓડેદરા ઈશિતા દેવેન્દ્રભાઈ બીજા નંબરે પરમાર કરૂણા વિજેતા થયા હતા. જ્યારે સ્પર્ધા ગ્રુપ -૩ એકપાત્રીય અભિનયમાં વિભાગ-૧ માં પ્રથમ નંબરે લક્ષ્યા પોપટભાઈ ખુંટી અને બીજા નંબરે જાનકી આગઠ વિજેતા થયા હતા. જ્યારે ગ્રુપ નંબર ચાર સાડી સ્પર્ધામાં વિભાગ -૧માં પ્રથમ જીયા ઓડેદરા બીજા નંબરે પ્રિયંકા મોઢવાડિયા અને ત્રીજા નંબરે વર્ષાબેન મોઢવાડિયા વિજેતા થયા હતા જ્યારે વિભાગ -૨ માં પ્રથમ નંબરે રૂપીબેન કારાવદરા, બીજા નંબરે જયાબેન કારાવદરા અને ત્રીજા નંબરે હીરાબેન ગોરાણીયા વિજેતા જાહેર થયા હતા. વિવિધ સ્પર્ધાઓના પરિણામો આવ્યા બાદ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોમાં નવઘણભાઈ મોઢવાડિયા જીતેન્દ્રભાઈ ખુંટી, નિલેશભાઈ ઓડેદરા, ગાંગાભાઈ સરમા (સુકલ્પ મેગેઝીનના તંત્રી ) કેશુભાઈ વાઘ, જીવાભાઇ ખુંટી, મહેર એકતા ન્યુઝના વિરમભાઈ આગઠ, હંસાબેન વિક્રમભાઈ ઓડેદરા, ડોક્ટર ખુશ્બુ ગોરાણીયા, જયાબેન સુંડાવદરા,રમાબેન ભુતીયા, મંજુબેન તેમજ નિર્ણાયક તરીકે રહેલ ઈલાબેન ઠક્કર,અલ્કાબેન સામાણી વગેરેના હસ્તે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ કરવામાં આવેલ.
મહેર સમાજના જે બાળકો અને મહિલાઓની વિવિધ સ્પર્ધાઓએ ભાગ લીધેલ ત્યારે તેઓને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુબેન વનરાજભાઈ કારાવદરા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખો સર્વે શ્રી નવઘણભાઈ મોઢવાડિયા, અરજણભાઈ ખીસ્તરીયા, રામભાઈ મેપાભાઇ ઓડેદરા તથા જયેન્દ્રભાઈ ખુંટી, રેખાબેન આગઠ, ડો.ખુશ્બુ ગોઢાણિયા, ડો.વિધિ કડછા, ડો.નેહલબેન કારાવદરા (ઉદય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ) સહીતનાએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે આ કાર્યક્રમને દિપાવવા અને સફળ બનાવવા રમાબેન ભૂતિયા(મહિલા મંડળના પ્રમુખ), મંજુબેન કારાવદરા (મહિલા મંડળના ઉપપ્રમુખ ) જયાબેન કારાવદરા, રાંભીબેન ઓડેદરા. હીરાબેન રાણાવાયા, શાંતીબેન મોઢવાડિયા, પુતીબેન મોઢવાડિયા, જયાબેન સુંડાવદ્રા, મનીષાબેન મોઢવાડિયા, ભાવનાબેન કુછડીયા, દેવીબેન ભુતિયા, રેખાબેન, માયાબેન ઓડેદરા, ગીતાબેન વિસાણા, ડિમ્પલબેન, કિરણબેન ભુતિયા, લાખીબેન ખુંટી, લીલુબેન ટીંબા, શાંતીબેન આર. ઓડેદરા, શાંતીબેન એન. ઓડેદરા,રેખાબેન ગોરાણીયા, હીરાબેન ગોરાણીયા, રૂપીબેન કારાવદરા, શાંતીબેન, નલીનીબેન વાઘ, ક્રિષ્નાબેન ભોગેસરા, જાગૃતિબેન, હંસાબેન ઓડેદરા, માલતીબેન ખુંટી, માલતીબેન ઓડેદરા તેમજ મહેર મહિલા મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહી આ સ્પર્ધાઓને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનું સંચાલન લાખીબેન ખુંટી અને આભારવીધિ મંજુલાબેન કારાવદરાએ કરી હતી. આ કાર્યક્રમને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ (ગોસા)















No Comments